જો તમે અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, તો થોડા જ દિવસમાં મેળવશો ખોડાથી છૂટકારો…

અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, થોડા જ દિવસમાં તમે મેળવશો ખોડાથી છૂટકારો…

વાળ આપણી પર્સનાલિટી નિખારવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. વાળને સારા અને સુંદર બનાવી રાખવા માટે પૌષ્ટિક ભોજનની સાથે જરૂરી છે વાળની યોગ્ય દેખરેખ રાખવી, પણ જો તમે સમયસર વાળની કાળજી નથી રાખતા તો તમારા વાળમાં ખોડો થવાના ચાન્સિસ ખૂબ જ વધી જાય છે. જો કે વાળમાં ખોડો થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. આમ, ઘણી વખત લોકો વાળમાં થયેલા ખોડાને દૂર કરવા માટે અનેક ઘણી નવી-નવી પ્રોડક્ટસનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે, તેનાથી વાળમાં ખોડો તે સમયે દૂર તો થઇ જાય છે પરંતુ પાછી એ જ સમસ્યા થાય છે જેનાથી તમે હેરાન-પરેશાન થઇ ગયા હતા.

વાળની સમસ્યા માત્ર મહિલાઓમાં જ નહીં, પુરુષોમાં પણ જોવા મળે છે. ખોડો વધી જવાને કારણે ચહેરા, માથા, ગળા અને પીઠ વગેરે પર ખીલની સમસ્યા પણ સર્જાઇ શકે છે. શરૂઆતમાં આ સમસ્યા સ્કાલ્પની ઉપરની સપાટી પર થાય છે પણ ધીમેધીમે આ અંદર પણ ફેલાવા લાગે છે. વાસ્તવમાં ખોડો આપણા માથાની ત્વચાના મૃત કોષોમાંથી પેદા થાય છે. તો જાણી લો તમે પણ એવા ઘરગથ્થુ ઇલાજ વિશે જે તમારા માથાનો ખોડો દૂર કરવામાં મદદ કરે.

એપલ સાઇડર વિનેગર સૌ પ્રથમ એક ઘરમાં પડેલી સ્પ્રે બોટલ લો અને તેમાં બરાબર માત્રામાં એપલ સાઇડર વિનેગર અને પાણી મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને વાળના સ્કાલ્પ પર સ્પ્રે કરો અને પછી ટુવાલથી તમારા હેરને 15 મિનિટ માટે બાંધી દો. પછી કોઇ માઇલ્ડ શેમ્પૂથી હેર વોશ કરી લો. આ પ્રયોગને જો તમે અઠવાડિયામાં બે વાર કરશો તો તમારા હેરમાંથી ખોડો દૂર થઇ જશે અને તમે રાહત અનુભવશો. જો કે આ પ્રયોગ કર્યા પછી એક વાતનુ ખાસ ધ્યાન એ રાખજો કે વાળમાં કન્ડિશનર કરવાનુ નથી.

નારિયેલ તેલ સૌ પ્રથમ થોડુ નારિયેળ તેલ લો. ત્યારબાદ તેને થોડુ ગરમ કરો. ધ્યાન રહે કે, તેલ વધારે પ્રમાણમાં ગરમ ના થઇ જાય. હવે આ તેલથી વાળમાં 10 મિનિટ સુધી મસાજ કરો અને 1 કલાક પછી હેર ધોઇ લો. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં ત્રણ વાર કરવાનો રહેશે.

મધ
સૌ પ્રથમ એક મોટી ચમચી મધ લો. ત્યારબાદ તેમાં 2/3 પાણી મિક્સ કરો. હવે વાળમાં અને સ્કેલ્પ પર આંગળીઓની મદદથી મસાજ કરો. પછી ટોવેલની મદદથી હેરને પેક કરી લો. આમ, આ પ્રયોગને અઠવાડિયામાં તમારે 3 વાર કરવાનો રહેશે. આમ, જો તમે આ પ્રોસેસ સતત 1 મહિના સુધી કરશો તો વાળમાંથી ખોડો દૂર થઇ જશે અને સાથે-સાથે હેર પણ સિલ્કી થશે.

લસણસૌ પ્રથમ લસણની કળિઓને ક્રસ કરી લો. ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી મધ મિક્સ કરીને તેને હેરમાં મસાજ કરો. પછી તેને 15 મિનિટ સુધી રહેવા દો અને 8 કલાક બાદ હેર વોશ કરી લો. આમ, આ પ્રયોગને અઠવાડિયામાં બે વાર કરો.

એલોવેરા સૌ પ્રથમ એલોવરા લઇને સ્પૂનની મદદથી તેની જેલ કાઢી લો. ત્યારબાદ તેને સ્કેલ્પ પર 10 મિનિટ સુધી મસાજ કરો અને 1 કલાક સુધી વાળને રૂમાલથી બાંધી લો. હવે માઇલ્ડ શેમ્પૂથી હેર વોશ કરી લો. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં ત્રણ વાર કરવાનો રહેશે. આમ, જો તમે આ ઘરગથ્થુ ઉપાયોનો ઇલાજ કરશો તો તમારા વાળમાંથી ખોડો પણ દૂર થઇ જશે અને સાથે-સાથે તમારા વાળને પોષણ મળશે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક સ્વાસ્થ્ય સંબંધિત પોસ્ટ વાંચો ફક્ત અમારા પેજ પર, તમારા મિત્રો સાથે પણ શેર કરો.

ટીપ્પણી