સસ્તી અને સરળ રીત તમારા પીળા પડી ગયેલા દાંતને ફરી ચમકાવવા અપનાવો…

પીળા પડી ગયેલા દાંતને ચમકાવવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો

આજકાલ મોટાભાગના લોકોના દાંત પીળા પડી ગયેલા હોય છે. જો કે દાંત પીળા પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. દાંત પીળા હોવાને કારણે ગમે તેટલો સારો ચહેરો પણ ખરાબ લાગે છે. કહેવાય છે કે, ખડખડાટ હાસ્ય માટે મોતી જેવા સફેદ દાંતની જરૂર પડે છે. આ ફક્ત આપણને જમવામાં જ મદદરૂપ નથી હોતા પણ તેનાથી આપણી પર્સનાલિટીને પણ નવી ઓળખ મળે છે.આમ, આજ કાલ લોકો પીળા દાંતને ચમકાવવા માટે અનેક પ્રકારની અવનવી ટ્રિટમેન્ટ કરાવતા હોય છે પરંતુ તમને જણાવી દઇએ કે, તેનાથી દાંત વ્હાઇટ તો થઇ જાય છે પરંતુ પછી લાંબા ગાળે નુકસાન પણ એટલું જ થાય છે. માટે જો તમે આ ઘરગથ્થુ ઉપાયો અજમાવશો તો તમારે કોઇ પણ પ્રકારની ટ્રિટમેન્ટ કરાવવાની જરૂર નહિં પડે અને તમારા દાંતમાં પણ ચમક આવી જશે.

– દૂધથી બનેલી વસ્તુઓનુ સેવન વધુ કરો કારણકે તેમાં કેલ્શિયમ હોય છે જે દાંત માટે ખૂબ જરૂરી છે. ચા કોફીનુ સેવન લિમિટેડ માત્રામાં જ કરો.
– ધૂમ્રપાન તંબાકૂથી દૂર રહો.– લીમડામાં દાંત સફેદ બનાવવા અને બેક્ટેરિયા ખતમ કરવાના અનોખા ગુણ જોવા મળે છે. રોજ લીમડાના દાંતણથી દાંત સાફ કરો.– એક લીંબૂનો રસ કાઢીને તેમાં સમાન માત્રામાંપાણી મિક્સ કરો. ખાધા પછી આ પાણીથી કોગળા કરો. રોજ પ્રયોગ કરવાથી દાંતની પીળાશ અને શ્વાસની દુર્ગંધ દૂરથઈ જાય છે.
– સંતરાની છાલ માં કેલ્શિયમ અને વિટામીન સી રહેલા હોય છે, જે મોઢાના બેક્ટેરિયા સામે લડે છે. આ સાથે જ દાંતની પીળાશને પણ દૂર કરે છે. આમ અઠવાડિયામાં ત્રણ વાર તમારા દાંતને સંતરાના છાલટાથી સ્ક્રબ કરો.
– એક ચમચીમાં નારિયળ તેલ લઈને તેને દાંત પર ઘસો. આમ, જો તમે આ પ્રોસેસ સતત 15 દિવસ સુધી કરશો તો તમારા દાંતમાં ચમક આવશે.-દાંતને ચમકાવવા માટે બેકિંગ સોડા એક બેસ્ટ ઓપ્શન છે. જે તમારા દાંતને ચમકાવવા ખૂબ જ ઉપયોગી થશે. અડધી ચમચી બેકિંગ સોડાને ટૂથપેસ્ટમાં મિક્સ કરીને અઠવાડિયામાં બે વાર દાંત પર ઘસવાથી દાંતની પીળાશ ઓછી થાય છે.
– લીંબુમાં બ્લીચિંગ એજેન્ટ્સ હોય છે જે પીળા દાંતની સમસ્યામાં સારુ કામ કરે છે. આમ તમે તમારા દાંતને ચમકાવવા માટે લીંબુના છાલટાનો પણ ઉપયોગ કરી શકો છો. આ સાથે તમે થોડા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને કોગળા પણ કરી શકો છો.
-દાંતની પીળાશને ઓછી કરવા મીઠાને હલકા હાથે રોજ તમારા દાંત પર રગડો.-પીળા દાંતની સમસ્યાને દૂર કરવા માટે તુલસીના પાનને વાટીને એક પેસ્ટ બનાવો અને તેનાથી તમારા દાંત પર બ્રશ કરો. થોડા જ સમયમાં તમારા દાંત ચમકીલા બનશે.

-ખોટા ખાન-પાનને કારણે પણ દાંતમાં પીળાશ આવે છે. ફાસ્ટ ફૂડ, ગળી વસ્તુઓ દાંત પર ચોંટી જાય છે જે દાંતને પીળા બનાવે છે. માટે ખાવા-પીવાની વસ્તુઓ પર ધ્યાન આપો.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી પોસ્ટ અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી