હોમ મેઈડ શ્રીખંડ (Home Made Shrikhand)

Summer Special Quick and Easy Recipe

સામગ્રી::-

દહીં- 2 વાટકી
દરેલી ખાંડ- 1 વાટકી
ડ્રાયફ્રુટ્સ- જરૂર મુજબ
કેસર- જરૂર મુજબ
જે ફ્રુઇટ નાખવું હોઈ એ,
અહીં કેરી લઈએ છીએ,

રીત::-

સૌ પ્રથમ જે દિવસે શ્રીખંડ બનાવવું હોઈ એના આગલા દિવસે થોડી તૈયારી કરી લેવી. દહીં બનાવવા માટે દૂધ ને સરસ રીતે ગરમ કરી ઠંડુ પાડવું. દૂધ ઠંડું પડી જાય એટલે એમાં મેરવણ(દહીં બનાવવા માટે એમાં છાશ ઉમેરવી) નાખવું. દહીં જમાવવા સવારે મૂકવું જેથી રાત્રે સરસ દહીં બની જાય. દહીં બોવ ખાટુ ના થાઈ એનું ધ્યાન રાખવું.

એટલું થાઈ પછી રાત્રે જ્યારે દહીં જામી જાય એટલે દહીં ને એક કપડામાં પાથરી દેવું જેથી એમાં રહેલ બધું જ પાણી નીકળી જાય, અને પછી એને બાંધી ને રાખી દેવું આખી રાત. સવાર સુધીમા તો દહીં માં જરા પણ પાણી રહેશે નહીં,અને એકદમ સરસ મસ્કો તૈયાર થઈ જશે.

તૈયાર મસ્કા ને લોટ ચારવાના હવાલાથી હાથેથી ચારી લેવો જેથી એકદમ લીસો થાઈ. હવાલો ઉલ્ટી સાઈડ રાખી ને કરવું. બધો જ મસ્કો આવી રીતે કરીને તેને એક બાઉલ માં લઇ લેવું. ત્યાર પછી તેમાં દરેલી ખાંડ નાખવી.ખાંડને એકદમ સરસ પાવડર જેવી ક્રશ કરવી જેથી સારી રીતે મિક્ષ થાઈ. એકદમ સરસ રીતે તૈયાર મિશ્રણ ને હલાવવું. પછી તેમાં કેરી ના કટકા કરી ને નાખવા. તેમજ ડ્રાયફ્રુઈટ નાખવા. કેસર ને થોડા દૂધ માં મિક્ષ કરીને એમાં નાખવું જેથી જલ્દી થી મિક્ષ થાઈ.

તમારે જે ફ્લેવોઉર્ નું બનાવવું હોઈ એ બની શકે. કોઈ પણ ફ્રુઇટશ નાખી શકાઈ…સરસ રીતે બધું જ મિક્ષ કરી ને ફ્રિજર માં મૂકવું.

તો આ વખતે ઉનાળા માં શ્રીખંડ બહારથી લાવવાને બદલે ઘરે જ બનાવો….જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ બનશે. તો તૈયાર છે, “Home Made Shrikhand – Summer Special Quick and Easy Recipe”
(નોંધ:- જેટલો દહીં નો મસ્કો હોઈ એના અડધા ભાગ ની ખાંડ ઉમેરવી. જો બોવ ખાટુ હોઈ તો ખાંડ વધારે જોઈશે. એ જરીયાત મુજબ નાખવી.)

રેસીપી સાભાર : વ્રજલાલ રતનપરા (જૂનાગઢ)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક કોમેન્ટ માં કહેજો !

ટીપ્પણી