હેલ્ધી અને લો કેલેરી “પોપકોર્ન” બનાવો હવે ઘરે!

પોપકોર્ન

પોપકોર્ન નામ સાંભળીને જ ભૂખ લાગી જાય છે. નાના બાળકો હોય કે મોટા પોપકોર્ન તો બધા ને ભાવતી જ હોય છે.  પોપકોર્ન એ એવો નાસ્તો છે કે ગમે ત્યારે ખાય શકાય છે.

સારું પિકચર હોય કે કોઈ મેચ પોપકોર્ન વિના મજા જ ન આવે. ઘરે 5 મિનિટમાં જ પોપકોર્ન બની જાય છે અને એ પણ બહાર જેવી જ.  પોપકોર્ન ઘરે બનાવામાં સરળ છે પરંતુ ઘણીવાર બધા જ મકાઈના દાણાના ફૂટવા, નીચે પોપકોર્ન બળી જવી જેવા પ્રોબ્લેમ આવતા હોય છે.  જો થોડું ધ્યાન રાખશો તો બહુ જ સરસ બનશે. ચાલો તો જોઈએ સાવ સરળ પોપકોર્ન બનાવાની રીત.

1 – ચાટ મસાલા પોપકોર્ન

સામગ્રી:-

1/2 કપ અમેરિકન મકાઈના દાણા( સુકવેલા),
2 ચમચી બટર,
1 ચમચી તેલ,
મીઠું અને ચાટ મસાલો સ્વાદ અનુસાર,

રીત:-

સૌ પ્રથમ અમેરિકન મકાઈ સૂકી લેવાની.

એક કુકર કોરું કરીને ગેસ પર ગરમ થવા મુકો.  2 મિનિટ તેજ આંચ પર કુકર ગરમ થાય એટલે બટર, તેલ લો.

પછી, મકાઈદાણા ઉમેરો અને મીઠું નાખી બધું મિક્સ કરો.( મીઠું ધ્યાન થી ઓછું ઉમેરો કેમકે બટર માં પણ હોય છે અને ચાટ મસાલા માં પણ હોય છે)

અને હવે ઉપરથી કુકરનું ઢાંકણ ઊંધું મૂકી દો અથવા કોઈ ડીશ મૂકી દો ,એ ડીશ એકદમ બંધના કરતા એકદમ જરા કુકર નો ભાગ ખુલ્લો રહે એમ ઢાંકી દો એટલે વરાળ નીકળવાની જગ્યા રહે .

મધ્યમ આંચ પર પોપકોર્ન ફૂટવાની શરૂ થાય એટલે કુકર ને હેન્ડલ થઈ પકડી ને ઢાંકણ બંધ રાખીને જરા આગળ પાછળ કરીને હલાવો. એટલે બધા દાણા અંદર મિક્સ થાય ફૂટવાની સાથે. એવું 1 કે 2 વાર કરો.

હવે જ્યારે પોપકોર્ન ફૂટવાની સાવ ઓછી થાય એટલે ઢાંકણ ખોલી નાખો. અને એમ જ રહેવા દો અને ગેસ બંધ કરો. બાકી રહેલી પોપકોર્ન જાતે જ ફૂટી જશે કુકર ગરમ હોય એટલે. અને નીચે પણ બળી નહીં જાય.

1 મિનિટ પછી આ પોપકોર્ન એક મોટા વાસણ \માં નીકાળી ને તરત જ ચાટ મસાલો ઉમરો અને ઉપર નીચે કરી ને ચાટ મસાલો બરાબર મિક્સ કરો.

જરા ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી દો.

2 – મીઠા અને હળદર વાળી પોપકોર્ન

સામગ્રી:-

1 કપ અમેરિકન મકાઈના દાણા
2 ચમચા તેલ,
1 ચમચી હળદર,
ચપટી હિંગ,
મીઠું સ્વાદાનુસાર,

રીત:- પેહલા કુકરને ગરમ કરી ને ઉપરની બધી સામગ્રી કુકરમાં ઉમેરી ને મિક્સ કરો અને ઢાંકણ ઢાંકી દો . અને મધ્યમ આંચ પર રાખો. ઉપર ની રીત મુજબ આખી પ્રોસેસ કરો . ચાટ મસાલો નહી ઉમેરવાનો અને પછી સ્ટોર કરી લો.

બસ તૈયાર છે તમારી પોપકોર્ન જયારે મન થાય એટલે ખાઇને એન્જોય કરો .

તૈયાર છે અલગ અલગ ટેસ્ટના “પોપકોર્ન”.

નોંધ:- કોઈ પણ મસાલો ઉમેરવો હોય જેમ કે મરચું, સેઝવાન મસાલો, લસણ નો પાવડર, ચીઝનો પાવડર તો બનાવ્યા પછી તરત જ ઉમેરવો એટલે મિક્સ થઈ જાય. પહેલા ઉમેરશો તો બળી જશે.

સુકવેલા અમેરિકન મકાઈના દાણા મોટા ને એકસરખા હોય એવા જ લેવા.મકાઈ દાણા કોઈ પણ કરિયાણાં સ્ટોર માં તમને આરામ થી મળી જશે.  મકાઈના દાણામાંથી નાના અને કાળા હોય એવા દાણા નીકાળી લેવા . કુકર પહેલા ગરમ કરવાથી બધી પોપકોર્ન સારી ફૂટશે અને નીચે પોપકોર્ન બળી નહીં જાય.

જો તમે કુકર ગરમ કર્યા પહેલા જ તેલ નાખી દો તો તેલ પેહલા ગરમ થાય છે અને પછી કુકર એટલે તેલ માં નાખેલું મીઠું બળી જાય છે. અને દાણા પણ બધા નહીં ફૂટે. તમે કોઈ જાડા બોટમ વાળી કડાઈ પણ લઇ શકો પણ તમને ઢાંકણ બંધ કરી ને મિક્સ કરવામાં નહીં ફાવે .. જ્યારે કુકરમાં હેન્ડલ મોટું હોવાથી સરળ રહે છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી