આજે શીખો વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથે, પ્લાસ્ટીકના ડબ્બામાંથી બનાવો ‘ફેરી નાઇટ લેમ્પ’

ફેરી નાઇટ લેમ્પ

હેલ્લો ફ્રેન્ડ્સ હું રાજકોટથી યોગીતા વાડોલીયા હું હોબી સેન્ટર ચલાવુ છુ અને મને આર્ટમાં ન્યુ ક્રિએશન કરવું ખૂબ ગમે.
બપોરના ટાઇમમાં આપણે લોકો ઘરે ફ્રી હોય છે તો ચલો સમય નો સદઉપયોગ કરીને કાઇક નવું બનાવીએ.
આપણા ઘરમાં પ્લાસ્ટિકના ડબ્બા ને બરણીઓ ને એવું કેટલીય વસ્તુ નકામી પડી હોય છે તો ચાલો આજ અાપણે નકામી વસ્તુ ને કામની બનાવીએ.
હું તમને આજે diy માં એટલે કે ડુ ઇટ યોર સેલ્ફ માં શીખડીશ,

ફેરી નાઇટ લેમ્પ

મટીરીયલ:

• ૧ મોટો સેમીટ્રાન્સપેરન્ટ પ્લાસ્ટિકનો ડબ્બો ઢાંકણું ઉપરથી ખુલે તેવો તમે પ્લાસ્ટિકની બરણી પણ લઇ શકો છો.
• ફેરી ની કોમ્પ્યુટરમાં થી કાઢેલી નાની નાની સાઇઝની ત્રણ જેટલી પ્રિન્ટ.
• ફેવીકોલ
• કલર લેમ્પ
• લેમ્પ હોલ્ડર વાળો વાયર
• થોડા અાર્ટીફીશીયલ ફ્લાવર
• એક રેશમી ગુથેલી દોરી અથવા સાટીન રિબન

રીત:

૧ સૌપ્રથમ એક પ્લાસ્ટિકનો સેમીટ્રાન્સપેરન્ટ ડબ્બો લ્યો તમે જોઇ શકો છો કે મે અહીં પિડીયાશ્યોર નો ખાલી ડબ્બો લીધો છે.

૨ ડબ્બ‍ાનું ઢાંકણુ કાઢીને એક ચપ્પુ ગરમ કરીને ઢાંકણામાં વચ્ચે ગોળ કાણું પાડી લેવું.

૩ ફેરીની પ્રિન્ટમાંથી ફેરી ધ્યાનથી કટ કરી લેવી.

૪ ફેરીમાં કાળો કલર જે બાજુ આવે તે સાઇડ આખી ફેરીમાં બધે ફરતું ફેવીકોલ લગાવી લેવું.

૫ ફેરીને ડબ્બામાં અંદરની બાજુ લગાડી લેવી.

૬ ઢાંકણામાં કાણું બનાવ્યુ છે તેમાંથી લેમ્પ પસાર કરવો અને ઉપર આર્ટીફીશીયલ ફ્લાવર અને રીબન અથવા દોરીથી ડેકોરેટ કરવુ .

તો તૈયાર છે ફેરી નાઇટ લેમ્પ તે પણ ખૂબજ ઓછી મહેનતમા તો તમે ક્યારે બનાવો છો આવો નાઇટ લેમ્પ?

પોસ્ટ બાય :  યોગીતા વાડોલીયા

મિત્રો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની અવનવી રીત જોવા માટે લાઇક કરો અમારું પેજ 

ટીપ્પણી