Tire Tubeમાંથી આ રીતે તમારા બાળક માટે ઘરે જ બનાવો આરામદાયક ખુરશી

Tire Tubeમાંથી આ રીતે તમારા બાળક માટે ઘરે જ બનાવો આરામદાયક ખુરશી

આજકાલના બાળકો ખૂબ જ સ્માર્ટ હોય છે. દરેક માં-બાપ માટે પોતાના બાળકનુ એક અલગ જ મહત્વ રહેલુ હોય છે. આજના સમયની જો વાત કરીએ તો નાનપણથી જ બાળક મોબાઇલમાં ગેમ રમવા લાગે છે તેમજ બીજી અનેક એક્ટિવિટીમાં તે આગળ ધપતુ આપણને જોવા મળે છે. જો કે માતા-પિતા પણ પોતાનું બાળક હંમેશા બીજા કરતા સ્માર્ટ દેખાય તેવુ ઇચ્છતા હોય છે, જેથી કરીને વેકેશન પડ્યુ નથી કે તેઓ અનેક સમર કેમ્પમાં ચાલતી એક્ટિવિટીમાં પોતાના બાળકનુ નામ લખાવી દેતા હોય છે. દરેક માતા-પિતા આ બધુ તો કરતા જ હોય છે પણ જો તમે તમારા બાળક માટે કંઇક અલગ કરશો તો તેમની નજરમાં તમે એક બેસ્ટ પેરેન્ટ્સ બની જશો. આમ, આ બેસ્ટ પેરેન્ટ્સ કેવી રીતે બનાય તે પણ એક ખૂબ જ મહત્વની બાબત છે.આમ, જો બાળકની વાત કરીએ તો તે હોમ વર્ક કરતી વખતે કે પછી વાંચતી વખતે હંમેશા આરામદાયક જગ્યાએ જ બેસવાનું પસંદ કરે છે. જો તમે પણ તમારા બાળકને એકદમ આરામદાયક ખુરશી આપવાનુ વિચારી રહ્યા છો તો આજે અમે તમારી માટે આ ખુરશી ઘરે બનાવવા માટેનો એક બેસ્ટ આઇડિયા લાવ્યા છીએ. આ ખુરશી બનાવવા માટે તમારે એક મોટા ટાયરની ઇનરટ્યૂબની જરૂર પડશે. આ ખુરશી બાળક માટે એકદમ કમ્ફર્ટેબલ બની રહેશે તેમજ તમારા રૂમને ડેકોરેટ કરવામાં પણ મદદ કરશે. જો તમે આ ખુરશીને તમારા રૂમમાં કોઇ પણ જગ્યાએ મુકો છો તો તેનાથી રૂમનો લુક આખો ચેન્જ થઇ જાય છે. તો આજે જાણી લો તમે પણ તમારા બાળક માટે આરામદાયક ખુરશી બનાવવા

કઇ-કઇ વસ્તુઓની જરૂર પડશે.

જરૂરી સામગ્રી

  • ઇનરટ્યૂબ,
  • જૂની ટિ-શર્ટ,
  • કુશન

આરામદાયક ખુરશી બનાવવાની રીત
1) સૌ પ્રથમ એક જૂન ટી-શર્ટ લો અને તેને લાંબી-લાંબી સ્ટ્રાપ્સમાં કટ કરીને એક રોલ બનાવી લો.
2) હવે એક મોટી ઇનરટ્યૂબ લો અને તેને ટ્યૂબની ચારેબાજુથી એક-એક કરીને લપેટી લો.
3) ત્યારબાદ ટી-શર્ટના સ્ટ્રાપ્સથી ટ્યૂબને સારી રીતે કવર કરી લો જેથી કરીને ટ્યૂબ બહાર દેખાય નહિં.

4) હવે તેની પર કુશન મુકો અને તેમાં તમે અથવા તમારા બાળકને બેસાડો.
5) આ ખૂબ જ આરામદાયક ખુરશી બનશે. આ ખુરશીમાં સોફ્ટનેસ હોવાથી તમારુ બાળક આરામથી તેમાં બેસીને ભણી શકશે અને તેને કંટાળો પણ નહિં આવે. આ સાથે જ ઇનરટ્યૂબમાંથી બનાવેલી આ ખુરશી તમારા ઘરને પણ એક ડિફરન્ટ લુક આપશે.

6) આમ, જો તમે આ ખુરશી બનાવતી વખતે ઇચ્છો તો ટી-શર્ટની બદલે જાડા ઉનનો પણ ઉપયોગ કરી શકો છો.
ખુરશી બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખો આ બાબતો
– જ્યારે તમે આ આરામદાયક ખુરશી બનાવવાની શરૂઆત કરો છો ત્યારે પૂરેપૂરું ધ્યાન તેમાં આપો. જો તમારા ઘરમાં કોઇ નાનુ બાળક હોય તો તેની સામે આ કામ ના કરો નહિં તો તમારુ કામ બગડી શકે છે.
– ટી-શર્ટમાંથી કટ કરેલી સ્ટ્રેપ્સ બરાબર લગાવો. એક ધ્યાન એ રાખો કે, સ્ટ્રેપ્સ લગાવતી વખતે વચ્ચે જગ્યા ના રહે.

– કુશન જો સોફ્ટ લેશો તો તેના પર બેસવાની વધારે મજા આવશે અને તમે લાંબા સમય સુધી આરામથી બેસી પણ શકશો.

તમને આ ચેર ગમી હોય તો બનાવી દો તમારા બાળકોને !!

જો તમારી પાસે પણ આવું હુનર હોય તો મોકલી આપો અમને….વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવા લોકોને જ ઉપયોગી થશે !!

ટીપ્પણી