ચા’ના ટેસ્ટમાં વધારો કરવા આ રીતે ઘરે બનાવો ગરમ “ચાનો મસાલો”

ચાનો મસાલો

ચા એટલે આપણા દિવસની શરૂઆત.  ચા કેવી હોય એ ઉપરથી જ ખબર પડે ક આજે દિવસ કવો રેહશે? ઘણા લોકો ને કોઈ પણ સીઝન હોય મસાલા વાડી ચા જ ચા ભાવતી હોય છે. એમાં પણ શિયાળો હોય અને ગરમ ગરમ ચા મળી જાય એ પણ મસાલા વાડી ચા તો તો દિવસનીશરૂઆત અનેરી જ થઇ છે. તો આજે હું લઇ ને આવી છુ હોમ-મેડ ચાનો મસાલો જે તમે ચા તેમજ મસાલા વાળું દૂધ બનાવવામાં વાપરી શકો છો જેની સુગંધ તેમજ સ્વાદ ખુબ જ અનેરો છે.

એક નહિ પણ બે અલગ અલગ રીતથી આજે આપણે બનાવીશું ગરમ ચાનો મસાલો.

સામગ્રી:

૧૦૦ ગ્રામ સુક્વેલો આડું,

૧૦ ગ્રામ તીખા,

૧/૨ જાયફળ,

૧૦-૧૨ નંગ એલચી,

૫-૬ નંગ તજ,

૬-૭ નંગ લવિંગ.

ગર્નીસિંગ માટે એક કપ ચા.

રીત:

સૌપ્રથમ મસાલા માટે આપણે લઈશું આદુ. કારણકે શિયાળામાં આદુ એટલો સરસ આવે છે કે તેને આવી રીતે સુકવીને સ્ટોર પણ કરી સ્કાય છે અખા વર્ષ માટે તો તેના માટે આદુને ધોઈ અને તેની ખમણી વડે ચિપ્સ પાડી લેવી ત્યારબાદ તેને તડકામાં અથવાતો એક રાત પંખા નીચે સૂકવવા દેવી જેથી તે એકદમ સુકાય જાય. આપણે લઈશું તે સૂકવેલી આદુની ચિપ્સ. તમારી પાસે જો સમય ના હોય તો આદુના બદલે તૈયાર સુંઠનો પણ ઉપયોગ કરી શકો છો.

ત્યાર બાદ અપડે એક પ્લેટ માં લઈશું સુક્વેલો આદુ, જાયફળ, એલચી, તજ, લવિંગ આમાંથી તમને કોઈ વસ્તુ પસંદ ના હોય તો તેના વગર પણ ચા નો મસાલો બની સકે છે.

હવે એક પેન ગરમ કરી તેમાં બધી વસ્તુ ઓ ઉમેરી તેને હલકી સેકી લઈશું જેથી તેના ફ્લેવર્સ બહાર આવી જાય.અને સુગંદ પણ ખુબ જ સરસ આવે.

હવે તે સેકેલી વસ્તુ ઓ ને અપડે થોડી વાર પ્લેટ માં કાઢી ઠંડી થવા માટે મૂકી દઈશું

ત્યાર બાદ બધા મસાલા ને મિક્ષ્ચર માં પીસી લઈશું અને એકદમ પાઉડર કરી લઈશું. અને એક બાઉલ માં કાઢી લઈશું. તો તૈયર છે ચા નો મસાલો. તેને આપણે ચા તથા દૂધમાં ઉમેરી શકીએ છે

હવે  ચાના મસાલાની બીજી રીત જોઈશું.

તેના માટે અપડે લઈશું બધી જ વસ્તુઓ જેને અપડે એક થાળી માં કાઢી તડકામાં સૂકવવા માટે મૂકી દેશું. અને એકદમ તડકામાં તપવા દેવાની છે

હવે બધી વસ્તુ ઓને તપાવીને મિક્ષ્ચરમાં બધું એકી હરે ક્રસ કરી મસાલો બનવી લેવો

તો તૈયર છે મસાલો જે અપડે ચા તથા દૂધ માં વાપરી તેનો ટેસ્ટ વધારી શકીએ છે. તેને એક કપ ચા માં ઉમેરી સેર્વ કરો.

નોંધ: ઘણી વાર આદુ ઉમેરવાથી ચા ફાટી જતી હોય છે પણ અ મસાલો એટલો ટેસ્ટી છે જેનાથી આવી કોઈ પ્રોબ્લેમ પણ નહિ આવે અને તમે તેને વર્સ સુધી સ્ટોર પણ કરી શકો છો.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી