Men Special: આ ઘરેલુ ઉપાયોથી ડેમેજ થઇ ગયેલી સ્કિનને કરી દો એકદમ સોફ્ટ-સોફ્ટ

Men Special: આ ઘરેલુ ઉપાયોથી ડેમેજ થઇ ગયેલી સ્કિનને કરી દો એકદમ સોફ્ટ-સોફ્ટ

છોકરીઓ જ નહિં પરંતુ છોકરાઓ પણ તેમની ખૂબસુરતી માટે અનેક બ્યૂટી પ્રોડક્ટસનો ઉપયોગ કરતા હોય છે. જો કે છોકરાઓ ગમે તેટલી સારી બ્યૂટી પ્રોડક્ટસનો ઉપયોગ કરે તો પણ તેમને જોઇએ તે પ્રમાણમાં સ્કિન ચમકતી નથી કારણકે તેમને બિઝનેસ કે પછી જોબને કારણે મોટેભાગે બહાર તડકામાં જવાનું વધારે પ્રમાણમાં થતુ હોય છે જેને કારણે તેમની સ્કિન વધુ ડેમેજ થતી હોય છે. આમ, જો તમે બહારની બ્યૂટિ પ્રોડક્ટસનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરો છો તો તેની અસરથી લાંબે ગાળે ખૂબ જ નુકસાન થાય છે. પણ છોકરાઓ પણ છોકરીઓની જેમ આ ઘરેલુ ફેસ પેકનો ઉપયોગ કરશે તો તેમની સ્કિન કોમળ, ગ્લોંઇગ અને સાથે-સાથે ધૂળ માટીથી જે નુકસાન થાય છે તેનાથી પણ બચી જશે.

પપૈયાનો ફેસ પેક

છોકરાઓ માટે પપૈયાનો આ ફેસ પેક ખૂબ જ ફાયદાકારક છે. આ ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ પપૈયાને મેશ કરી લો ત્યારબાદ તેમાં એક ચમચી લીંબૂનો રસ અને એક ચમચી દૂધ સરખી રીતે મિક્સ કરી લો. તો તૈયાર છે પપૈયાનો આ ફેસ પેક. હવે આ પેકને ચહેરા પર લગાવો અને તેને 10 મિનિટ સુધી રહેવા દો. જ્યારે તે સુકાઇ જાય ત્યારે ચહેરો ઠંડા પાણીથી ધોઇ લો. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં ત્રણ વાર કરવાનો રહેશે. જો તમે ફેસ પેકનો નિયમિત રીતે ઉપયોગ કરશો તો ડેડ સ્કિનથી તમને છૂટકારો મળી જશે અને ત્વચા પણ એકદમ કોમળ થશે.

કેળાનો ફેસ પેક આ ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ એક કેળુ લો અને તેને એકદમ મેશ કરી લો. ત્યારબાદ તેમાં બે ચમચી ગુલાબજળ મિક્સ કરીને તેને ચહેરા પર લગાવો. આમ, જ્યારે આ ફેસ પેક ચહેરા પર એકદમ સુકાઇ જાય ત્યારે થોડા હુંફાળા પાણીથી ચહેરો ધોઇ લો. જો તમે આ પ્રયોગ સતત બે અઠવાડિયા સુધી કરશો તો તમારા ચહેરા પરના ડાઘા ધબ્બા અને પિંપલ્સ જેવી સમસ્યામાંથી છૂટકારો મળી જશે. આ ફેસ પેકનો ઉપયોગ તમારે સવારે કરવાનો રહેશે. આ ફેસ પેક લગાવવાથી ચહેરા પરની ગંદકી આસાનીથી દૂર થઇ જશે.

મુલતાની માટીનો ફેસ પેક
મુલતાની માટીમાંથી બનતો આ ફેસ પેક સ્કિનની અનેક સમસ્યાઓ માટે બેસ્ટ સાબિત થાય છે. મુલતાની માટીમાં ખૂબ જ ઠંડક હોય છે. આ પેક બનાવવા માટે સૌ પ્રથમ જરૂરિયાત પ્રમાણે મુલતાની માટી લઇને તેમાં જરૂર મુજબ ગુલાબજળ મિક્સ કરી લો અને પછી તેને ચહેરા પર લગાવો. આ પેકને તમે અઠવાડિયામાં ત્રણ વાર લગાવી શકો છો. પરંતુ જો તમારી સ્કિન વધુ પ્રમાણમાં ડલ થઇ ગઇ હોય કે પછી ચહેરા પર ખીલ તેમજ ડાધા-ધબ્બા વધારે હોય તો આ પેકનો ઉપયોગ તમારે રોજ કરવાનો રહેશે. આ ફેસ પેકથી કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ થતી નથી માટે ફેસ પર લગાવતી વખતે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. મુલતાની માટીનો આ ફેસ પેકનો રેગ્યુલર ઉપયોગ કરવાથી ઉંમર નાની દેખાય છે અને ચહેરા પર કરચલીઓ પણ પડતી નથી.

લેખન.સંકલન : અશ્વિની ઠક્કર 

સ્વાસ્થ્યને લગતા ઘરગથ્થું ઉપાયો જાણવા માટે આજે જ લાઈક કરો અમારું પેજ..

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block