અલ્લાઉદ્દીનની રાણીઓમાં એક રાણી ગુજરાતના પણ હતા. વધુ વિગતો માટે વાંચો…

અલાઉદ્દી ખિલજી દિલ્હી સલ્તનતના ખિલજી વંશના બીજા શાસક હતા. પોતાના કાકા જલાલુદ્દીન ખીલજી ની હત્યા કરી ને તે દિલ્લી ની ગાદી પર બેઠો હતો. અલ્લાઉદ્દીન ખીલજી એ એક ગુજરાતી રાણી નું પણ કર્યું હતું હરણ, રાણી કમલાદેવી અને રાજકુમારી ડેબલદેવી ની કથા પણ છે રોચક!અલાઉદ્દી ખિલજી દિલ્હી સલ્તનતના ખિલજી વંશના બીજા શાસક હતા. પોતાના કાકા જલાલુદ્દીન ખીલજી ની હત્યા કરી ને તે દિલ્લી ની ગાદી પર બેઠો હતો.. તેણે પોતાના સામ્રાજ્યના સીમાડા બહુ દૂર સુધી લંબાવ્યા હતા અને પોતાને બીજો સિકંદર માનતો હતો. તેણે ગુજરાત, રણથંભોર, મેવાડ, માલવા, જુલોર, વારંગલ, માબર અને મદુરાઇ ને જીતી ને તાબે લીધા હતા. તે તેના મેવાડ ચિત્તોડ ના વિજય અભિયાન માટે પ્રસિદ્ધ છે. એવું માનવામાં આવે છે કે તે ચિત્તોડ ની રાણી પદ્મિનીની સુંદરતાથી આકર્ષાયઓ હતો. મલિક મુહમ્મદ ઝાયેદે ‘પદ્મવત’માં તેનું વર્ણન કર્યું છે, જેના પર ફિલ્મ બનાવામાં આવી હોવા નો દાવો કરવા માં આવી રહ્યો છે.

જોકે અલ્લાઉદ્દીનની રાણીઓમાં એક રાણી ગુજરાતના પણ હતા. જેમનું નામ કમલાદેવી, જે ગુજરાતના એક પ્રાંતના રાજા કર્ણદેવના પત્ની હતા.
ઇતિહાસની આ ભૂલાયેલી, પરંતુ મહત્વની ઘટના વિશે ઇતિહાસ સંશોધક અને ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના ટૂરિઝમ એડમીનિસ્ટ્રેશન વિભાગના પૂર્વ સંચાલક ડૉ. દુલારી કુરેશીએ આ લેખ લખ્યો છે.

ગુજરાત જેવા શ્રીમંત પ્રાંતના રાજા કર્ણરાયની સંપત્તિ હસ્તગત કરવા ખિલજી લલચાયા હતા અને આક્રમણ કર્યું હતું। ઈ.સ. 1297 માં કરવામાં આવેલા એ હુમલામાં કર્ણરાયનો પરાજય થયો હતો. કર્ણરાયે તેમની પુત્રી રાજકુમારી દેબાલાદેવીને લઈને ભાગવું પડ્યું હતું.

દેવગિરિ (આજના મહારાષ્ટ્રમાં આવેલા એક વિસ્તાર)ના રાજા રામચંદ્ર યાદવે પિતા-પુત્રીને આશરો આપ્યો હતો..
અલાઉદ્દીન ખિલજીએ ખજાનો લૂંટવા ઉપરાંત કર્ણરાયનાં પત્ની રાણી કમલાદેવીને બંદી પણ બનાવ્યાં હતાં.

કમલાદેવીને દિલ્હી લઈ જવામાં આવ્યાં હતાં અને અલાઉદ્દીન ના જનાનખાનામાં રાખવામાં આવ્યાં હતાં. અલાઉદ્દીન કમલાદેવીની સુંદરતા પર એટલા મોહિત થયા હતા કે તેમની સાથે નિકાહ કર્યાં હતાં.

ઇતિહાસકારોએ નોંધ્યું છે કે ખિલજી કમલાદેવીને ખૂબ પ્રેમ કરતા હતા. કમલાદેવીને પુત્રીની યાદ આવવા લાગી, ત્યારે તેમણે ખિલજીને એ વાત કહી હતી.

ખિલજીએ દેબાલાદેવીને તાબડતોબ શોધવાનો આદેશ તેમના સેનાપતિઓ ઉલુગખાન અને મલિક કાફૂરને આપ્યો હતો
આ સમય દરમિયાન રાજા કર્ણરાયે ‘બગલાન’ (આજના ગુજરાતનો કોઈ વિસ્તાર)માં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું હતું. બીજી તરફ રામચંદ્ર યાદવ(જેમને રાજા કર્ણદેવ ને આશરો આપ્યો હતો) ના પુત્ર રાજકુમાર સંકરા દેબાલા દેવી(કર્ણદેવ ની પુત્રી) ના પ્રેમમાં પડ્યા હતા.

તેમણે પિતા રામચંદ્ર પાસે દેબાલાદેવી સાથે લગ્ન કરવાની પરવાનગી માગી હતી, પરંતુ દેબાલાદેવી રાજપૂત કન્યા હોવાના કારણે રામચંદ્રએ લગ્ન કરવાની ના કહી હતી.

અંતે સંકરાએ રાજા કર્ણરાયની સંમતિ લઈને પોતાના ભાઈ ભીમદેવને દેબાલાદેવીને લાવવા માટે મોકલ્યાં હતાં.
એ સમયે ઉલુગખાન અને મલિક કાફૂર રાજકુમારીને શોધી રહ્યા હતા, પરંતુ તેમને રાજકુમારીની ભાળ નહોતી મળતી.
દેબાલાદેવી ન મળે તો અલાઉદ્દીન ખિલજી સમક્ષ કેવી રીતે જવું, એ સવાલ ઉલુગખાનને મૂંઝવતો હતો.
દેબાલાદેવીને લીધા વિના પાછા જવાની કલ્પના પણ તેઓ કરી શકતા નહોતા, કારણ કે ખિલજીના ક્રૂર સ્વભાવની તેમને ખબર હતી.

ઉલુગખાન અને તેમનું સૈન્ય વેરુળ (મહારાષ્ટ્રના દેવગિરિ નજીકની ઇલોરાની ગુફાઓ) નજીક હતું, ત્યારે તેમને દક્ષિણ તરફથી આવતી એક સૈન્ય ટુકડી દૂર દેખાઈ હતી.

તેમને એવું લાગ્યું કે એ રાજા રામચંદ્ર તથા કર્ણદેવનું સૈન્ય છે અને હુમલો કરવા આવી રહ્યું છે. જોકે, એ સૈન્ય તો દેબાલાદેવીને લગ્ન માટે દેવગિરિ લાવી રહ્યું હતું.

બન્ને સૈન્ય સામસામે ગોઠવાઈ ગયા હતાં અને ગુફાઓ નજીકના મેદાનમાં લડાઈ શરૂ થઈ હતી. એ લડાઈમાં દેબાલાદેવીના ઘોડાના પગમાં બાણ વાગતાં તેમની દાસીઓ ચીસો પાડવા લાગી હતી.

એ કારણે ઉલુગખાનના સૈન્યનું ધ્યાન તેમની તરફ ગયું હતું. દેબાલાદેવીને જોઈને ઉલુગખાનની ખુશીનો પાર રહ્યો ન હતો.

ઉલુગખાને દેબાલાદેવીને લઈને દિલ્હીની વાટ પકડી હતી. દેબાલાદેવીને અલાઉદ્દીન ખિલજીના દરબારમાં હાજર કરવામાં આવ્યાં હતાં.

કમલાદેવી પુત્રીને જોઈને બહુ રાજી થયાં હતાં. ખિલજીના પુત્ર ખિજર ખાન દેબાલાદેવીને જોઈને તેમના પ્રેમમાં પડી ગયા હતા.

ખિજરખાને દેબાલાદેવી સાથે લગ્ન કરવાની ઇચ્છા ખિલજી સમક્ષ વ્યક્ત કરી હતી અને ખિલજીએ તેમનાં લગ્ન કરાવી આપ્યાં હતાં.

પ્રખ્યાત કવિ અમીર ખુશરોએ આ ઘટના વિશે એક કવિતા લખી હતી. એ કવિતા કેટલી કાલ્પનિક છે અને કેટલી વાસ્તવિક છે તે મુદ્દે કંઈ કહી શકાય તેમ નથી.
લેખન સંકલન : આનંદ ઠક્કર

સૌજન્ય : ઈન્ટરનેટ

દરરોજ અવનવી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી