HindiMedium જોવાનાં કેટલાક મજબુત કારણો!

આપણે 12 ધોરણ સુધી ગુજરાતી મીડીયમમાં ભણ્યા એટલે ‘હિન્દી મીડીયમ’ ફિલ્મનો હાર્દ સમજી એનાં વિષે લખવાની વિશેષ મજા આવે! તો આ રહ્યા #HindiMedium જોવાનાં કેટલાક મજબુત કારણો!

01. આટલા ઇન્ટેન્સ અને સ્ટ્રેસફુલ વિષયને પણ માવજત થી ટ્રીટ કરી સતત કોમિક રિલીફ આપતો સ્ક્રિનપ્લે!

02. કોઈ લેખક/અભિનેતા/સંગીતકાર/ક્રિકેટર/સર્જક દરેક વખતે જુનો રેકોર્ડ તોડી નવો બેન્ચમાર્ક સેટ કરે જ રાખે એવું બને? હા, એ ઈરફાન છે સર!! ગજબ એક્ટિંગ, ગજબ ટાઈમિંગ, અને એકદમ અનપ્રિડિક્ટેબલ એક્સપ્રેશન: જયારે વાઈફ સખત ગુસ્સે હોય, હાલત એકદમ ગંભીર હોય ત્યારે પણ ધીમેથી કહે, ‘યાર ભડક કયું રહી હૈ, ઔર તું યાર ઇસ તરીકે સે બાત મત કર યાર!’ (મોઢામાં લાડુ મુકે અને ફરી વાઈફનું ધ્યાન પડતા જ બોક્સમાં મુકી દે એ સીન અદભુત!)

03. ‘ગ્લોબલ સ્કૂલ’, ‘ઇન્ટરનેશનલ સ્કૂલ’ કે ‘વર્લ્ડ સ્કૂલ’ નાં નામે ધંધો કરતી દુકાનો અને ફુટી નીકળેલા સો કોલ્ડ ‘કન્સલ્ટન્ટ’ વાળા માહૌલને એકદમ રાઈટ ટાઈમ પર પડદે લાવી ડિરેક્ટર સાકેત ચૌધરી એ ધમાલ કરી નાખી! સલામ! નખશિખ લેખક અને MassCom સ્ટુડન્ટ સાકેતે ‘પ્યાર કે સાઈડ ઇફેક્ટ્સ’ અને ‘શાદી કે સાઈડ ઇફેક્ટ્સ’ માં પણ ખુબ મજા કરાવેલી!

04. સચિન-જિગરનું ફોર્મ: મેરી પ્યારી બિંદુનાં જોરદાર ગીતો પછી, હિન્દી મીડીયમનું સંગીત અને ગીતો પણ ખુબ જ સરસ. વરાયટી જુઓ, પ્રિયા સરૈયા ‘હુર’ લખે જેનાં લિરિક્સ તો જન્નત છે! સચિન સંઘવીની દિકરી તનિષ્કા સંઘવી (હજુ પણ એ આવે એટલે આપણને ‘લાડકી’ જ યાદ આવે!) એ ગાયેલું અને પરફોર્મ કરેલું ‘એક જિન્દરી’, તો નિરજ આર્યનાં ‘કબિર કાફે’નું કમ્પોઝ કરેલું એકદમ રસ્ટિક ‘ફકિરી’!! આવા ગીતો બને તો આ હળાહળ ‘બાદશાહ યુગ’માં ઇન્વર્ટર એસી જેવી ટાઢક થાય!

05. દિપક ડોબ્રિયાલ: આ માણસ શું ખાઈને એક્ટિંગ કરતો હશે? પરફેક્શન કો ઈમ્પ્રુવ કરના મુશ્કિલ હૈ!

06. સબા કમર: ક્લિનિકલી સુપર્બ! ડ્રેસિંગ, સ્ટાઇલ અને એક્ટિંગ! પાકિસ્તાનથી આવેલા આવા એક્ટર્સને બોલાવો યાર! સબા ઇઝ ટુ ગુડ!

07. ગવર્મેન્ટ સ્કૂલનાં યુરિનલમાં ડોકિયું કરાવતો સીન, ગરીબ ઘરનો છોકરો પણ ફ્રેન્ચ-ચાઈનિઝ બોલી શકે, અને જયારે ઈરફાન કહે, ‘હમ કિતને હરામી હૈ, હમ ઉસ ગરીબકા હક ખા ગયે!’

08. ભરતનગરમાં આકાર લેતી અને ફિલ્મમાં કહે છે એમ ‘ગરીબી ચાર દિનમેં સમજમે નહિ આતી’ કહેતી 30 મિનિટ્સ!

09. ઇરફાનનો ફિલ્મનાં એન્ડમાં આવતો મોનોલોગ!

હિન્દી મીડીયમ જેવી ફિલ્મો અવોર્ડ, પીઆર, ફેક પબ્લિસિટી અને હાઇપ થી પરે હોય છે, ફુલ હાઉસ જઈ રહી છે, ન જોઈ હોય તો મોડું ન કરતાં!!

Few films become integral part of our life! And, Irfaan is Tom Hanks of Hindi Cinema!! Too Good…. –

લેખક – ભાવિન અધ્યારુ

ટીપ્પણી