રાષ્ટ્રીય પુરસ્કારમાં દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીને ‘મોમ’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ…

આજે દિલ્હીમાં 65માં રાષ્ટ્રીય પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે રાષ્ટ્રીય પુરસ્કારોની જૂરીના અધ્યક્ષ ફિલ્મમેકર શેખર કપૂર છે, જેમણે આ પુરસ્કારોની ઘોષણા કરી હતી. આ ફિલ્મોની ઘોષણા કરતા શેખર કપૂરએ કહ્યું કે, ભારતીય સિનેમાની હાલત જોતા તેમણે ફિલ્મો બનાવાનું છોડી દીધું હતું. પરંતુ માત્ર આ દસ ફિલ્મો જોતા તેમણો દ્રષ્ટીકોણ એકદમ બદલાય ગયો છે.બોલિવૂડ ફિલ્મોમાં વિશેષ યોગદાન માટે 65મો ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરાઈ રહી છે. ભારત સરકાર તરફથી આપવામાં આવેલા પુરસ્કારમાં રાજકુમાર રાવની ફિલ્મ ન્યૂટનને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ અપવામાં આવ્યો તેમજ ન્યૂટન ફિલ્મને બીજો એક એવોર્ડ પણ મળ્યો છે, તેની સાથે ન્યૂટન ફિલ્મ માટે અભિનેતા પંકજ ત્રિપાઠીને સ્પેશિયલ મેન્શન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.ભારત સરકાર તરફથી આ એવોર્ડ મળતા પંકજ બહુ ખુશ છે. પંકજને 18 વર્ષની ફિલ્મી કરિયરમાં બોવિલૂડ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખતું ન હતું. પકંજને બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવા માટે દિવસ-રાત બહુ સ્ટ્રગલ કરવું પડતું હતું.ન્યૂટન ફિલ્મના ડિરેક્ટરના જણાવ્યા અનુસરા, હિન્દી ફિલ્મોની કેટેગરીમાં ન્યૂટને તમામ ફિલ્મોને પછાડી દીધી છે. તેમજ ફિલ્મનાં ડિરેક્ટર અમિત માસુરકર માટે આ બહુ મોટી ઉપલબ્ધી છે. તમને જણાવી દઈએ કે તેમણી આ બીજી ફિલ્મને નેશનલ અવોર્ડ મળ્યો છે.

તેની સાથે દિવંગત અભિનેત્રી શ્રીદેવીને ફિલ્મ મોમ માટે સર્વ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. અભિનેતા વિનોદ ખન્નાને મરણોપરાંત દાદા સાહેબ ફાલ્કેનું સન્માન આપવામાં આવ્યું છે. ફિલ્મ નાગર કીર્તન માટે બંગાળી અભિનેતા રિદ્ધી સેનને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર આપવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ફિલ્મ ક્ષેત્રમાં આપવામાં આવતો ભારતનો ઘણો જૂનો પુરસ્કાર છે જેને વર્ષ 1954થી આપવામાં આવે છે. આ પુરસ્કાર ત્રણ ભાગોમાં આપવામાં આવે છે. જેમાં ફીચર ફિલ્મ, બીનફીચર ફિલ્મ અને સિનેમા પર શ્રેષ્ઠ લેખન.

પ્રભાસની ફિલ્મ બાહુબલી-2ને એવોર્ડપ્રભાસની ફિલ્મ બાહુબલી-2ને એક્શન ડાયરેક્શન અને બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટ મૂવીનો એવોર્ડ મલ્યો છે. બેસ્ટ એડિટિંગનો એવોર્ડ અસમ ભાષાની મૂવી ‘વિલેજ રોકસ્ટાર’ને મળ્યો છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કમિટીના ચેરમેન શેખર કપૂરે ભારતની અલગ-અલગ ભાષાઓની ફિલ્મોના એવોર્ડની જાહેરાત કરી.

‘ટોઈલેટ-એક પ્રેમ કથા’બેસ્ટ કોરિયોગ્રાફીનો એવોર્ડ ‘ટોઈલેટ-એક પ્રેમ કથા’ને ગયો છે. જેમાં ગોરી તૂ લઠ્ઠ મારના કોરિયોગ્રાફી માટે આ એવોર્ડ મળ્યો છે. તેની કોરિયોગ્રાફી ગણેશ આચાર્યએ કરી હતી. બેસ્ટ બેગ્રાઉન્ડ મ્યૂઝિક એવોર્ડ શ્રીદેવી સ્ટારર મોમને મળ્યો છે. મણિ રત્નમની કાતુર વેલ્યાદી માટે એ આર રહેમાનને બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર એવોર્ડ મળ્યો છે.
આ સિવાય મરાઠી ફિલ્મ ‘કચ્ચા લિંબૂ’ને સર્વશ્રેષ્ઠ મરાઠી ફિલ્મ, ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ, મરાઠી ‘મોરક્યા’, ઉડિયા ફિલ્મ ‘હેલ્લો આર્સી’ અને મલયાલમ ફિલ્મ ‘ટેકઑફ’ને સ્પેશિયલ મેન્શલ એવોર્ડ આપવામાં આવ્યો છે. ‘મયૂરાક્ષી’ ફિલ્મને સર્વશ્રેષ્ઠ બાંગ્લા ફિલ્મ માટે નેશનલ ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો મણિરત્નમની ફિલ્મ ‘Kaatru Veliyidai’ માટે એ.આર. રહેમાનને બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.આસામની

ફિલ્મ વિલેજ રોક્સને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમિતિ ચેરમેન અને બોલિવૂડના મોટા ડિરેક્ટર શેખર કપૂરએ આ પુરસ્કારોની જાહેરાત કરી હતી. બધા વિજેતાઓને 3 મેનાં રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રીય પુરસ્કાર સન્માનથી સન્માનિત કરશે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

આપના અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો, દરરોજ આવી અનેક બોલીવુડની માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી