ભણેલા ગણેલા કરતાં પણ વધારે કમાણી કરે છે આ ચાઇલ્ડ આર્ટિસ્ટ,

આ બાળકોની કમાણી જાણી તમારી આંખો પહોળી થઈ જશે.

બજરંગી ભાઈજાન ફિલ્મની મુન્નીતો તમને ચોક્કસ યાદ જ હશે. પેતાની નિર્દોશતાથી બધાનું મન મોહી લેનારી મુન્ની એટલે કે હર્શાલી મલ્હોત્રા એવીસ્ટાર કિડ છે જે એક ગ્રેજ્યુએટ્સ કરતાં પણ વધારે કમાણી કરી રહી છે. બોલીવૂડની ઘણીબધી ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ એવું કામ કરી જાય છે કે વર્ષો સુધી તેમના દ્વારા અભિનિત પાત્ર લોકોને યાદ રહી જાય છે. આટલી નાની ઉંમરમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ દર્શકોના હૃદય જીતી લે છે અને સાથે સાથે ઘણી બધી કમાણી પર કરી લે છે. અમે તમને આજે આવા જ કેટલાક ચાઇલ્ડ આર્ટિસ્ટ વિષે જણાવીશું જે ખુબ કમાણી પણ કરી રહ્યા છે.

મિખાઈલ ગાંધીઃ

ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકર પર બનેલી ફિલ્મ “સચિન અ બિલિયન ડ્રીમ”માં સચિનના બાળપણનો ભાગ ભજવનાર મિખાઈલ ગાંધીને 300 બાળકોમાંથી પસંદ કરવામાં આવ્યો હતો.  ફિલ્મમાં તેનું પાત્ર ખુબ જ ટૂંકું હતું પણ તેનું કામ ખુબ જ પસંદ કરવામાં આવ્યું.

હર્ષ માયર : 

બોલીવૂડ ફિલ્મ “આઈ એમ કલામ”માં દેખાયેલ ચાઈલ્ડ એક્ટર હર્ષ માયરે વર્ષ 2011માં આ ફિલ્મમાં કામ કર્યું હતું. હર્ષ તે સમયે 6 વર્ષનો હતો અને તેને તે ઉંમરમાં ફિલ્મ માટે 1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

દિયા ચલવાદ: 

બોલીવૂડની હિટ ફિલ્મ “રોકી હેન્ડસમ” અને “કીક” જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી ચાઇલ્ડ એક્ટ્રેસ દિયા ચલવાદની ક્યૂટનેસ અને એક્ટિંગ ફિલ્મમાં આપણે બધાએ જોયેલી જ છે, દિયાને ફિલ્મના એક દિવસના શૂટિંગ માટે 25,000 રૂપિયા મળતા હતા.

સારા અર્જુન

ઐશ્વર્યા રાય અને ઇરફાન ખાન સ્ટારર ફિલ્મ “જઝબા”માં દેખાયેલી ચાઇલ્ડ એક્ટ્રેસ સારા અર્જુનની એક્ટિંગ તો તમે ફિલ્મમાં જોઈ જ હશે. સારાને આ ફિલ્મ દરમિયાન મોટી એક્ટ્રેસની બરોબર સગવડો આપવામાં આવી હતી તેના માટે એક અલગ વેનિટી વાન પણ આપવામાં આવી હતી.

હર્ષાલી મલ્હોત્રા

બોલીવૂડની સૌથી ક્યૂટ ચાઈલ્ડ આર્ટિસ્ટ બની ગયેલી હર્ષલી મલ્હોત્રા સલમાનની ફિલ્મ “બજરંગી ભાઈજાન”માં જોવા મળી હતી. નાની ઉંમરમાં પેતાની ક્યૂટનેસથી કરોડો લોકોના હૃદયમાં જગ્યા બનાવનારી હર્ષાલીએ 7 વર્ષની ઉંમરમાં તે ફિલ્મમાં 2 લાખની કમાણી કરી હતી. બજરંગી ભાઈજાનમાં કામ કર્યા બાદ હર્ષાલી ઘણી પ્રખ્યાત થઈ ગઈ છે. તે ઘણા બધા એવોર્ડ ફંક્શનમાં પણ હાજરી આપી ચુકી છે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

બોલીવુડ ગોસીપ ને  બીજી ઘણી બધી માહિતી જાણવા માટે લાઇક કરો અમારું પેજ 

ટીપ્પણી