હાઈ બ્લડ પ્રેશર અને ઘરેલું ઉપચારો

જે બળના કારણે લોહી, લોહીની દીવાલો તરફ ધકેલાય છે તેને બ્લડ પ્રેશર કહેવાય છે.ધમની આખા શરીરમાં થી લોહી લઇ આવે છે જયારે તે દબાણ નોર્મલ કરતા વધી જાય તો તેને હાઈ બ્લડ પ્રેશર કેહવામાં આવે છે.

આના કારણે હદય ફેલ થવાના ચાન્સ થઈ શકે છે. જયારે બ્લડ પ્રેશર ૧૨૦/૮૦ થી ઉપર જાય તો હાઈ બ્લડ પ્રેસર થાય છે અહી કેટલાક ઘરેલું નુસખા હાઈ બ્લડ પ્રેશરનેં કન્ટ્રોલમાં રાખવા માટે આપ્યા છે.

હાઈ બ્લડ પ્રેસરના કારણે થતી કેટલીક બીમારી:

હદયને લગતી
કીડનીને લગતી
ધમનીને લગતી
આંખને લગતી
સ્ટ્રોક.

કેટલાક ઘરેલું ઉપચાર હાઈ બ્લડ પ્રેશર ને રોકવા માટે:

૧. સારામાં સારો ઉપાય છે લસણ .દિવસની ૨-૩ લસણની કળીઓ કે કેપ્સુલ પ્રેશરને ઓછુ થવામાં ખુબ મદદ કરે છે.
૨.બીજો ઉપાય છે આમળા. આમળાના જુસ ને તેટલા જ પ્રમાણના મધ સાથે સવારમાં લેવાથી પણ બ્લડ પ્રેશરમાં ઘણો ફાયદો થાય છે.
૩.બ્લડ પ્રેશરમાં તરત રાહત મેળવાવ માટે એક લીંબુ એક ગ્લાસ પાણીમાં નાખીને તરત જ પી લેવું જોઈએ.

૪.દરરોજ ભૂખ્યા પેટે એક પપૈયું ખાવા થી પણ ફાયદો થાય છે.
૫. એક ચમચી મધ અને અડધો ડુંગળીનો રસ ૨ ચમચી દિવસમાં બે વાર લેવાથી પણ ફાયદો થાય છે.
૬. સરગવાની છાલ ઉતારવી અને તેમાંથી રસ નીકળી ૩ દિવસ મધ સાથે લેવાથી ફાયદો થાય છે પણ ૩ દિવસ જ લેવું પછી રીપિટ ૧૫ દિવસ પછી કરવું.

૭. પાલક અને કોબી ખાવાથી પણ ફાયદો થાય છે.
૮. તડબુચના બી અને પપૈયા બી કે ખસ ખસ સવાર સાંજ ભૂખ્યા પેટે લેવા થી પણ ફાયદો થાય છે.
૯..મેથીના દાણા દિવસમાં બે વાર લેવાથી પણ રાહત થાય છે.
૧૦ તુલસી ના પત્તા ને લીમડાના પત્તા ગ્લાસના ચોથા ભાગના પાણી સાથે સવારે ભૂખ્યા પેટ લેવાથી પણ ફાયદો થાય છે.

૧૧. શેકેલા બટાકા ખાવા થી પણ ફાયદો થાય છે.
૧૨. તડબુચ પણ હાઈ બ્લડ પ્રેશર માટે સારું હોય છે.
૧૩. શાકભાજીનો રસ એમાં પણ ગાજર અને પાલકનો રસ સારો રેહ છે ફાયદો કરે છે.

૧૪. માછલીના તેલમાંથી બનાવેલું વસ્તુ પણ અસર કરે છે કેમ ક તેમાં DHA અને EPA હોય છે.
૧૫. ૧ ચમચી મધ સાથે ૧ ચમચી આદુનો રસ અને ૧ ચમચી જીરા પાવડર સાથે દિવસમાં બે વાર લેવાથી પણ બ્લડ પ્રેશરમાં ફાયદો થાય છે

નીચે આપેલ બાબતો હાઈ બ્લડ પ્રેશરમાં ધ્યાન માં રાખવા જેવી છે:

મીઠું ના ખાવ, જો ખાઉં હોય તો થોડું જ ચપટી લેવું.
ઈંડા અને માસ ખાવા થી પણ બ્લડ પ્રેશર વધે છે માટેએ ના ખાવું જોઈએ.
તળેલી વસ્તુ પણ ના ખાવી.
ફળ અને શાકભાજી નો રસ લેવો જ જોઈએ જો તમારે બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખવું હોય તો.
ઓછામાં ઓછી ૮ કલાક ની ઊંઘ લેવી.
ચિંતા કરવાનું બંધ કરવું તેનાથી પણ બ્લડ પ્રેશર વધે છે.

આ બધા જ ઘરેલું ઉપાય તમે હાઈ બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવા અપનાવી શકો છો. એલોપથીકમાં એવી કોઈ દવા નથી જે તમે કાયમી ખાઈ બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખી શકો પણ તમે તમાર રોજીંદા જીવનમાં અને ખાવા પીવા પર ધ્યાન આપી અને આ ઘરેલું ઉપાય થી તેને કન્ટ્રોલમાં રાખી શકો છો.

ટીપ્પણી