“વેજ રવા ઉપમા” – સવારના નાસ્તામાં હવે ભાખરી નહિ બનાવો આ ટેસ્ટી ઉપમા..

“વેજ રવા ઉપમા”

સામગ્રી:

૨ કપ રવો,
૨ ડુંગળી,
૪ લીલા મરચા,
નાનો ટુકડો આદું,
૧ ગાજર,
૧ કેપ્સીકમ,
૧ બટેકુ,
૧/૨ કપ લીલા વટાણા,
૧ મોટું ટમેટું,
2 tsp ઘી,
૧ રાઈ,
અડદ દાળ,
૧ લાલ સુકું મરચું,
ચપટી હિંગ,
લીમડાના પાન,
૧ tbsp તેલ,

રીત:

સૌ પ્રથમ બધા શાકભાજી સુધારી લેવા. પછી કડાઈમાં રવો શેકવો. તેલ મૂકી રાઈ તતડે એટલે તેમાં અડદદાળ,લાલ મરચું,હિંગ,લીંબડો નાખી વઘાર કરવો. ત્યારબાદ ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવી તેમાં આદું,લીલા મરચા,ટમેટું નાખી થોડીવાર સાંતળવું.

બધા શાક નાખી ચડવા દેવું ધ્યાન રહે કે ઓવર કુક ન થઇ જાય. ૪ કપ પાણી નાખી,જરૂર મુજબ મીઠું નાખી ઉકળવા દેવું. જયારે પાણી ઉકળે એટલે તેમાં ઘી નાખવું. પછી રવો નાખવો અને ઘીમે ઘીમે હલાવું જેથી કરીને ગંઠા ન પડે. ઢાંકીને ધીમી આંચે ચડવા દેવું. ચડી જાય એટલે કોથમીર ભભરાવી સર્વ કરવું. તો તૈયાર છે ગરમા ગરમ વેજ રવા ઉપમા.

નોંધ:

જો ઉતાવળ હોય તો પ્લેન રવા ઉપમા ભી બનાવી શકાય. તો ખાલી ડુંગળી,આદું મરચાનો ઉપયોગ કરવો,બીજું બધું જેમ છે તેમ.

રસોઈની રાણી: હિરલ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી