“વ્હાઈટ લાડુ” – હવે કોઈપણ ખુશ ખબરી હોય તરત જ બનાવો આ ટેસ્ટી લાડુ..

“વ્હાઈટ લાડુ”

સામગ્રી:

૧ કપ રવો,
૧ કપ ચોખા ,
૧/૨ કપ કોપરાનું ખમણ,
૧.૫ કપ ખાંડ,
૩ એલચી,
ચપટી જાયફળ પાઉડર,
૩ tbsp ઘી,
ડ્રાયફ્રુટ,

રીત:

સૌ પ્રથમ એક કડાઈમાં ખાલી રવાને સુગંધ આવે ત્યાં સુધી શેકી લો.
પછી મિક્ષર જારમાં રવાને પીસી લઇ પછી ચોખાને પીસી લઇ એક બાઉલમાં નીકાળી લેવા.

હવે તે જ જારમાં ખાંડ,એલચી લઇ પીસી લેવા. જે કડાઈમાં રવો શેક્યો હતો તેમાં જ ઘી લેવું,તેમાં બધા ડ્રાયફ્રુટ નાખી હલાવી,તેમાં બને પીસેલા લોટ,ખાંડ,જાયફળ પાઉડર નાખી બરાબર મિક્ષ કરી લેવું.

હવે નાના નાના લાડુ વાળી લેવા. તો તૈયાર છે વ્હાઈટ લાડુ.

રસોઈની રાણી: હિરલ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી