રાઈસ સ્ટફ્ડ પરાઠા – આજે આપણને ભાતમાંથી સ્ટફ પરાઠા બનાવતા હિરલબેન શીખવશે…

લગભગ બધાને ઘરે સ્ટફ પરાઠામાં આલુ પરાઠા બનતા હોય છે…
પણ આજે આપણને ભાતમાંથી સ્ટફ પરાઠા બનાવતા હિરલબેન શીખવશે… તમે વધેલા ભાતમાંથી પણ બનાવી શકો છો અથવા કે સ્પેશ્યલ પરાઠા બનાવવા ભાત રાંધીને પણ બનાવી શકો છો… તો ચાલો રેસીપી સ્ટેપ બાઈ સ્ટેપ ફોટો જોતા જોતા નોંધી લઇએ….

રાઈસ સ્ટફ્ડ પરાઠા (Rice Stuffed Paratha)

સામગ્રી:

1 વાટકી રાંધેલા ભાત,
2 ચમચી કોથમીર,
1 ચમચી લીલા મરચા આદુની પેસ્ટ,
1/3 ચમચી ગરમ મસાલો,
1/3 ચમચી ધાણાજીરું,
1/3 ચમચી આમચૂર પાઉડર,
2 ચમચી લાલ મરચું,
1 ચમચી ખમણેલી ડુંગળી,
મીઠું જો ભાતમાં ન નાખ્યું હોય તો.,
રોટલીનો મીઠું નાખીને બાંધેલ લોટ,
ઘી/ તેલ શેકવા માટે,

રીત:

– સૌ પ્રથમ એક બાઉલમાં ભાત, કોથમીર, લાલ મરચું, ધાણાજીરું, આમચૂરપાઉડર, ગરમ મસાલો લીલા મરચા અને આદુની પેસ્ટ, ચીઝ ખમણી તેમાં ડુંગળી ખમણવાની જેથી વણવામાં નડે નહિ, પછી બધું હાથ વડે મિક્સ કરવાનું જેથી ભાત ક્રશ થઇ જાય.


– હવે રોટલીનું લુંવું લઇ અડધી રોટલી વણી સ્ટફિંગ લઇ પોટલી વાળી પાછું લુંવું કરી હળવા હાથે વણવું.


– તવી ગરમ થાય એટલે પરાઠાને ઘી મૂકી બને બાજુ ગુલાબી ડિઝાઇન પડે એવા મીડીયમ ફાસ્ટ ગેસે શેકી લેવા.


– રાઈસ સ્ટફ્ડ પરાઠાને દહીંની ચટણી, સોસ જોડે સર્વ કરવું.
– આ પરાઠાને ટિફિનમાં પણ આપી શકાય.
– ભાત વધ્યા હોય તો પણ બનાવી શકાય, પનીરને અથવા ચીઝને છીણીને પણ ઉમેરી શકાય.


– તો તૈયાર છે રાઈસ સ્ટફ્ડ પરાઠા.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ આવી અનેક અવનવી વાનગી શીખવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી