અરે વાહ, આછું બીલ આપતા પંખા અને એ પણ સરકાર આપી રહી છે, વાંચો તો ખ્યાલ આવશે ને પૂરી વિગતનો !!!!

સરકાર આપી રહી છે સસ્તા પંખા, જે કૂલિંગ આપશે સરસ, બિલ આવશે ઓછુ

ગર્મી શરૂ થઈ ગઈ છે અને તેની સાથે લકોના ગર અને ઓફિસોમાં પંખા, એસી, કૂલરની જરૂરિયાત પણ વધી ગઈ છે. ગર્મી આવતાની સાથે શરૂ થઈ જાય છે લોકોને વિજળી બિલની ચિંતા. પોતાના બજેટને ધ્યાનમાં રાખી લોકો સારો પંખો શોધી રહ્યા હોય છે, જેના કારણે ગર્મીથી બચી શકાય અને બીલ પણ ઓછુ આવે.

તમને જણાવી દઈએ કે, બજારમાં કેટલાએ એવા પંખા છે, જેન ઉપયોગ કરવાથી બિલ અડધુ આવે છે. તો જોઈએ કયા છે આ પંખા, જેને તમે EMIથી લઈ શકો છો અને ક્યાં મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ પંખાના ઉપયોગથી વિજળી બિલ અડધુ આવે છે.

જો તમને આ પંખા બજારમાં ન મળે તો તમે સરકારની સ્કીમ દ્વારા પણ ફાયદો ઉઠાવી શકો છો. આ પંખા એનર્જિ એફિશિયંસીના મામલામાં તો સુપર છે જ,

પરંતુ સરકારની એનર્જિ એફિશિયંસી સ્કીમ હેઠળ અડધાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે. એટલું જ નહીં, તમે આ પંખા હપ્તેથી પણ લઈ શકો છો.શું છે પંખામાં ખાસ – એક રેગ્યુલર છત પંખો 75-80 વોલ્ટ વિજળી ખર્ચ કરે છે. જ્યારે બ્યૂરો ઓફ એનર્જિએ છત પંખા માટે સ્ટાર રેટિંગ શરૂ કરી છે, જે માત્ર 45-50 વોલ્ટ વિજળી ખર્ચ કરે છે.પરંતુ રેગ્યુલર પંખાથી થોડી ઓછી હવા આપતો હોવાની ફરિયાદ બાદ બીઈઈએ સુપર એપિશંએંટ પંખા લોન્ચ કર્યા, જેને બીઈઈ 5 સ્ટાર રેંકિંગ આપવામાં આવ્યું છે. જે માત્ર 30-35 વોલ્ટ વિજળી ખર્ચ કરે છે.

અડધી છે કિંમત – બજારમાં રેગ્યુલર પંખા 1000ની આસપાસ મળે છે, જ્યારે આ પંખાની કિંમત 3 હજાર હતી. મોદી સરકારે વિજળીની બચત માટે બલ્કમાં ખરીદી કરી તેની કિંમત અડધાથી પણ ઓછી કિંમત પર પહોંચાડી દીધી છે.

આ સંસ્થાને આપવામાં આવી છે વેચવાની જવાબદારી – ઈઈએસએલને આ જવાબદારી આપવામાં આવી છે. ઈઈએસએલ પ્રમાણે, તેમના સેંટર પર પંખા લગભગ 1000 રૂપિયાની કિંમત પર મળી રહ્યા છે. તમે હપ્તેથી પણ વસાવી શકો છો.

અહીંથી લઈ શકો છો પંખા – જો તમે આ પંખો ખરીદવા માંગતા હોવ તો, તમે તમારી વિજળી કંપનીમાંથી આ પંખા ખરીદી શકો છો. આ સિવાય, બીપીસીએલ, એચપીસીએલ, આઈઓસીએલ અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટ પણ સુપર એપિશિયન્ટ પંખા વેચે છે. તમે આ કંપનીઓ પાસેથી પણ પંખો ખરીદી શકો છો. આ કંપનીઓના પેટ્રોલ પંપ પર પણ પંખા વેચવામાં આવી રહ્યા છે.

કેવી રીતે બચશે બિલ – રેગ્યુલર પંખો 75 વોલ્ટ વિજળી ખાય છે, જ્યારે સુપર એફિશિયન્ટ પંખો 35 વોલ્ટ ખાય છે. રેગ્યુલર પંખો વર્ષમાં 180 યુનિટ વિજળી ખર્ચ કરે છે, જ્યારે સુપર એફિશિયન્ટ પંખો 84 યુનિટ વિજળી ખર્ચ કરે છે. જો પાંચ રૂપિયા પ્રતિ યૂનિટ ભાવ છે તો, તમારા પંખાનું બિલ લગભગ 900 રૂપિયા વર્ષનું આવે, જ્યારે સુપર એપિશિયન્ટ પંખાનું બિલ 420 રૂપિયા આવે.

લેખન.સંકલન : અશ્વિની ઠક્કર 

જીવન ઉપયોગી માહિતી વાંચવા માટે લાઈક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી