હાર્ટલેસ – એકવાર અચૂક વાંચજો !!

“યુ આર રીઅલી હાર્ટલેસ” ડિમ્પલએ ગુસ્સામાં કહ્યું અને સોહમે હંમેશની જેમ મજાકમાં વાત ઉડાવી. ડિમ્પલ અને સોહમ છેલ્લા ૪વર્ષથી સાથે હતાં. આ ચાર વર્ષમાં ડિમ્પલ માત્ર સોહમ સાથે હતી જયારે સોહમ ક્યારેક દિયા, મોના, રીટા, વૈશાલી એમ અલગ અલગ ગર્લફ્રેન્ડસ સાથે પોતાનો પર્સનલ ટાઈમ સ્પેન્ડ કરતો. અને પછી નફફટની જેમ પોતાની લીસ્ટમાં નવી કોઈ એડ થઇ એ વાતનું ગૌરવ લેતો. ડિમ્પલ સોહમ સાથે રીલેશનશીપમાં ખૂબજ સીરીયસ હતી જયારે સોહમ તો એ રીલેશનશીપમાં હતોજ નહિ. એના માટે દીમાલ એક માત્ર એક સારી મિત્ર હતી, એક એવી મિત્ર જેની સાથે એ ખુલીને વાત કરી શકતો, ફ્લર્ટ કર્યા વગર પણ કલાકો સુધી તેની સાથે ચેટીંગ કરી શકતો. જે વાતો કોઈને ન કહેતો એ વાતો ઘટનાઓ પ્રસંગો કે લાગણીઓ એ ડીમ્પલ સાથે ખૂબ જ સહજતા થી શેર કરી શકતો. કદાચ એટલા માટેજ ડીમ્પલને લાગતું કે સોહમ પણ તેની સાથે રિલેશનશિપ રાખવા ઈચ્છે છે.

પણ સોહમ ક્યારેય પોતાની મિત્રતાની હદ વટાવીને આગળ ન વધતો, ગમે તેટલી મુકતતા છતાં પણ એ વચ્ચે એક ગેફ રાખતો, જે વાત હંમેશા ડિમ્પલને ખુચતી. અંતે હારીને તેણે પરિવારની મરજી મુજબ રોહન સાથે લગ્ન કર્યા. લગ્નની આગલી રાત્રે સોહમને યાદ કરીને ડિમ્પલ ખૂબજ રડી. બીજા દિવસે એના લગ્નમાં સોહમ પોતાની કોઈ નવી ગર્લફ્રેન્ડ સાથે આવ્યો હતો એ એકદમ નોર્મલ અને ખુશ હતો. સ્ટેજ પર જઈને હેપ્પી વેડિંગ લાઈફ વીશ કરતાં કરતાં પણ સોહમે ડીમ્પલને ધીમેથી પૂછી લીધું “આ કાલે જ ન્યુ એડ થઇ, કેવી છે?” ડીમ્પલને સોહમની વાત પર ગુસ્સો ણ આવ્યો પણ પોતાની પસંદ પર લાંછન ફિલ થયું કે તે ક્યારેક સોહમનાં પ્રેમમાં હતી. ડિમ્પલે માની લીધું હતું કે સોહમ પતંગિયા વૃત્તિવાળો છે એ કોઈ એક સાથે ક્યારેય ટકી નથી શકતો. સારું થયું એ સોહમના જીવનમાંથી નીકળી ગઈ નહીતર એ પણ ક્યાંક સોહમની લીસ્ટમાં આવીને નાબુદ થઇ ગઈ હોત. તેણે હસતાં હસતાં પોતાનું લગ્ન જીવન સ્વીકારી લીધું.

લગ્નના બે મહિના પછી એક દિવસ તેને સમાચાર મળ્યા કે “સોહમ ઈઝ નો મોર. હી ઈઝ ડેડ.” નવા નંબર પરથી આ મેસેજ આવતા ડિમ્પલને આંચકો લાગ્યો. એ ભારી હૃદયે સોહમની પ્રાર્થનાસભામાં ગઈ જ્યાં એના લગ્નમાં જે છોકરી સોહમ સાથે હતી તેણે ડિમ્પલને એક ફાઈલ અને એક કવર આપ્યું. ઘરે આવીને ઝડપથી પોતાના રૂમમાં જઈને ડિમ્પલે કવર ખોલ્યું અંદર એક લેટર હતો. “આજે ડિમ્પલે મને હાર્ટલેસ કહ્યું. આઈ રીઅલી લવ હર એન્ડ ધેટ્સ વાય ઈ ડોન્ટ લીવ વિથ હર. બીકોઝ નાવ આઇ એમ ગોઇંગ ટુ હાર્ટલેસ.” ડિમ્પલે તરતજ ફાઈલ ખોલી જેમાં સોહમના હાર્ટની રીપોર્ટસ હતી. સોહમના હૃદયમાં કાણું હતું જેના કારણે એ વધુ જીવી શકે તેમ ન હતો. એવાત સોહમ જાણતો હતો. રોહન રૂમનો દરવાજો બહારથી ખટખટાવતો રહ્યો અને ડિમ્પલ અંદર ફાઈલ્સ અને કવરને છાતીએ ચોટાડીને રડતી રહી.

પુરુષ…ભલે બહારથી હંમેશા નાળિયર કે પર્વત સમાન કઠોર દેખાય પણ જો તેની કઠોરતા ભેદીને અંદર ઉતરવામાં આવે તો ખ્યાલ આવે કે તેની ભીતર કેટલી પોલાણ છે. જોકે, એવું બનવા પાછળ આપણું સમાજ જાતેજ અને પુરુષ જાતેજ જવાબદાર છે. થોડા સમય પહેલા કાજલ ઓઝા વૈદ્ય મેમનો એક વિડીયો જોયો એમાં એમણે કહ્યું હતું કે આપણે જાતેજ બાળકને કહીએ છીએ કે રડે છે શું છોકરી છે? ત્યારથી તેની અંદર ગુસ્સો, લાગણી, દુઃખ બધું ભરાવવાની શરૂઆત થઇ જાય છે. કાજલ મેમ એ ખૂબજ સાચી વાત કહી.

ઘણી વખત એવું થાય છે કે કોઈ પણ માણસ વિષે લોકો તરતજ અભિપ્રાય બનાવીલે છે, કોઈ પણ સ્ત્રી તરતજ કોઈ પણ પુરુષ વિષે કે એના વર્તાવ વિષે કમેન્ટ્સ કરી શકશે, પણ એ વ્યક્તિએ એવું શા માટે કર્યું એક ક્ષણ માટે થોભીને એ વિચારવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને એવા વ્યક્તિ વિષે કે જેને તમે ક્યારેક ચાહ્યો છે, જેને પોતાના સપનામાં, દિલમાં આગવું સ્થાન આપ્યું છે. એવા વ્યક્તિ વિષે વગર વિચારે કોઈ અભિપ્રાય બાંધી લેવું કેટલે અંશે યોગ્ય છે.

એવાં કેટલાંય પ્રસંગો જોયા છે જેમાં સ્ત્રી હોય કે પુરૂષ સામેવાળી વ્યક્તિને ગુન્હેગાર અને પોતાને નિર્દોષ દેખાડવામાં જરા પણ વાર નથી લગાડતાં. માત્ર સ્ત્રીઓ જ નહિ પણ પુરૂષો પણ એવા મળે છે કે જે સામે વાદની પરિસ્થિતિ સમજ્યા વગર સંપૂર્ણ સત્ય જાણ્યા વગર જ પોતાનું જજમેન્ટ આપી દેતા હોય છે. અહી દોષ જાતિનો નથી, વિચારધારા, વિચારક્ષમતા કે દ્રષ્ટિકોણનો છે.

પ્રેમ કે વિશ્વાસ, જેમાં વિશ્વાસઘાત કે દગો થઇ શકે છે, ઘણી વખત થાય પણ છે, પરંતુ એ થયા પાછળનો મૂળ હેતુ મૂળ કારણ જાણવો પણ એટલોજ જરૂરી છે જેટલો દગાખોર વ્યક્તિને ગુન્હેગાર સાબિત કરીને નફરત કરવું. આમ તો પ્રેમ હોય ત્યાં નફરત ન હોય, હું નથી માનતો કે જેને પ્રેમ કર્યો હોય એને ક્યરેક નફરત પણ કરી શકાય, છતાંય આવું કરવાં જે લોકો સમર્થ છે એલોકો એ એક વખત જરૂર વિચારવું જોઈએ, ક્યાંક તમારી નફરત કોઈક નિર્દોષ વ્યક્તિ ઉપરતો નથી વેડફાતી ને?

સામાન્ય રોજિંદા જીવનમાં પણ આપણે સૌ જજમેન્ટલ લાઈફ જીવવા ટેવાઈ ગયા છીએ. કોઈ વ્યક્તિ કંઈક ચૂક કરે એટલે તેને સજા ફટકારવા બધા તૈયાર હોય, અથવા એ વ્યક્તિ માટે કાયમનું એવું લેબલ બની જાય કે આતો આવોજ છે. કોર્ટમાં પણ કોઈને એટલી જલ્દી સજા નથી ફટકારતી જેટલી જલ્દી આપણે અપના મનથી કોઈ ને આપી દઈએ છીએ. ભાગતી જતી, બદલાતી જતી અને ક્યારેક એવું લાગે છે કે ઈમોશન્સલેસ બનતી જતી આ જિંદગીમાં કોઈ વિષે કોઈ માટે કંઈ પણ વિચારી કે માની લેતાં પહેલા એક વખત પોતાન જ વિચાર પર વિચાર કરી લઈએ તો કદાચ કોઈ પણ વ્યક્તિ માટે દિલમાં ડંખ નહિ રહે.

લેખક : A J MAker

ટીપ્પણી