તલ ખજૂરિયું- શિયાળામાં આ જરૂર બનાવજો… તમારા મિત્રો ને પણ ચખાડાજો..

તલ ખજૂરિયું

સામગ્રી-

-500 ગ્રામ તલ(કાળા તલ),
-500 ગ્રામ ખજૂર (કાળી),
-3 ચમચી ગંઠોડા પાઉડર,
-3 ચમચી સૂંઠ પાઉડર,
-8 થી 10 ચમચી મગજતરીનાં બી,
-2 ચમચી મધ,
-1 કપ શેકેલી સિંગનો ભૂકો,
-1/2 કપ કાજુ-બદામનો ભૂકો,
-4 ચમચી કાજુ ફાડા,
-4 ચમચી કાળી દ્રાક્ષ,
-4 ચમચી તલનું તેલ,
-4 ચમચી ઘી,

ગાર્નિશીંગ માટે-
-નાળિયેરનું છીણ,

રીત-

સૌપ્રથમ તલને મિક્સરમાં થોડું તેલ ઉમેરી એકદમ પીસી લો. જ્યાં સુધી તેમાંથી તેલ ન નીકળે ત્યાં સુધી પીસવા. ખજૂરને પણ એકદમ પીસીને નરમ માવો કરવો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં ખજૂરનો માવો ઉમેરીને બરાબર શેકવો. ત્યાર બાદ તેમાં તલ, મધ, ગંઠોડા પાઉડર ઉમેરીને એકથી બે મિનિટ શેકીને ગેસ બંધ કરી દેવો. હાથ વડે નાનાં-નાનાં લાડુ વાળવા. ટોપરાના છીણમાં રગદોળી ડબામાં ભરી લેવા. ત્યાર બાદ મન થાય ત્યારે ખાવા.

શિયાળામાં ખજુર તો ખાવી જ જોઈએ. હવે બનાવો આ ટેસ્ટી લાડુ. તમારા બાળકોને પણ પસંદ આવશે… વધુ વાનગી અને અનેક નવી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી