બનાવો બાજરીની બીજી એક રેસીપી, ઘરમાં બધાને ભાવશે…

બાજરીના પુડલા

સામગ્રી:

બાજરો ૨ કપ,
ચોખા ૨ કપ,
મિક્ષ દાળ ૨ કપ,
મીઠું જરૂર મુજબ,
લીલા મરચા ૨ નંગ,
આદુનો ટુકડો,
મીઠા લીમડાના પાન,
હિંગ ચપટી,

રીત:

સૌ પ્રથમ બાજરો અને ચોખાને દોઢ કલાક પલાળી લેવું,તેવી જ રીતે બધી મિક્ષ દાળને બીજા વાસણમાં દોઢ કલાક પલાળી લેવું.
પછી મિક્ષરમાં લીલા મરચા અને આદું લઈ પેસ્ટ બનાવી લેવી.
પછી બાજરા ચોખાવાળા મિક્ષણને લીસું પીસી લેવું,
પછી મિક્ષરમાં મિક્ષ દાળને લઈ તેમાં લીમડાના પાન નાખી પીસી લેવી પણ સાવ લીસું નહિ પીસવું.
૧૦-૧૫ મિનીટ ઢાંકી રાખવું
નોનસ્ટીક તવા પર પુડલા ઉતારો, બને બાજુ ગુલાબી થવા દેવા.
પુડલાને ડુંગળી ટમેટાની ચટણી,નાળીયેલની ચટણી અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.
તો તૈયાર છે બાજરાના પુડલા.

નોંધ : બાળકો માટે બનાવા હોય તો મગની અને ચણાની દાળની બદલે મગ અને ચણાને ફણગાવીને લેવા. પીસવામાં પાણીનો પીસવામાં વધારે ઉપયોગ નહિ કરવાનો.

રસોઈની રાણી: ગામી હિરલ (જામનગર)

ખુબ સરળ રેસીપી છે બનાવો અને દરેકને ચખાડો.. શેર કરો આ પોસ્ટ તમારા મિત્રો સાથે.

ટીપ્પણી