“હેલ્ધી પનીર” – મને તો ફોટો જોઇને જ ખાવાનું મન થઇ ગયું છે.. અને તમને ??

“હેલ્ધી પનીર”

સામગ્રી :

૧ લીટર દૂધ,
૧ ચમચી વિનેગર અથવા,
લીંબુનો રસ,
૧ કપ પાણી,

રીત :

એક તપેલીમાં દૂધ લઈ એને ગરમ કરવું. ૧ કપ પાણીમાં લીંબુનો રસ અથવા વિનેગર મિક્સ કરી રાખવું. દૂધ ઊકળવા માંડે ત્યારે એમાં ખટાશ નાખી દૂધને ફાડી લેવું. દૂધને કપડામાં નિતારી લઈ એમાં નીચેની કોઈ પણ રીતે મિક્સ કરી પનીર બનાવી એમાંથી કોઈ પણ વાનગી બનાવી શકાય છે.

પનીરમાં ૧ ચમચી પાર્સલે, ૧ ચમચી સમારેલી કોથમીર, ૧ ચમચી લીંબુની છાલ અને મીઠું મિક્સ કરવું. બે ચમચી મિક્સ ડ્રાય અથવા ફ્રેશ હબ્ર્સ મિક્સ કરી શકાય. ૧ કપ ઝીણી સમારેલી મિક્સ શાકભાજી (ફણસી, ગાજર, કૅપ્સિકમ મીઠું). ૩ ચમચી સનડ્રાય ટમેટાં ઝીણાં સમારેલાં અથવા ૨-૩ ટમેટાંનો ગાળેલો પલ્પ દૂધમાં મિક્સ કરી પછી દૂધને ફાડવું. ૨ ચમચી કસુરી મેથી, ૧ ચમચી જીરું, ૧ ચમચી આદું-મરચાં કાપેલાં (અથવા પેસ્ટ) અને મીઠું. બે ચમચી કોથમીર, મીઠું, ૧ ચમચી ચિલી ફલેક્સ

ઉપરની રીતમાંથી કોઈ પણ સામગ્રી પનીરમાં મિક્સ કરી એની પોટલી વાળી એને કાણાવાળી જાળી પર મૂકી એના પર વજન મૂકીને દબાવી દઈ પનીર-સ્લેબ તૈયાર કરવો. માર્કેટમાં પનીરનું કાણાવાળું વાસણ મળે છે એ પણ વાપરી શકાય.

કલર માટે :

હળદર, ટમેટાંનો પલ્પ, ગાજરનો જૂસ, બીટનો રસ, પાલકની પેસ્ટ, કોથમીરની પેસ્ટ વગેરે.

નોંધ : આ રીતે બનાવેલું પનીર કિડ્સ માટે હેલ્ધી છે. જો કિડ્સ શાકભાજી ન ખાતાં હોય તો તેને આ રીતે બનાવીને પીરસવું. આ રીતે બનાવેલી પનીરની વાનગી પ્રમાણે શેપ અને કલર આપી શકાય.

રસોઈની રાણી :- કેતકી સૈયા

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી