“હેલ્ઘી ડાયેટ ખીર” – આજે રાત્રે સ્વીટમાં બનાવો આ સ્વીટ ખીર..

“હેલ્ઘી ડાયેટ ખીર”

સામગ્રી :-

૩ ચમચી ધી,
૩ ચમચી ઘઉનો કકરો લોટ,
દોઢ કપ પાણી,
Ø૩૦૦ ગ્રામ દુધ,
૫ ચમચી ઓટસ,
સાકર અથવા ગોળ જરૂર મુજબ,
બદામ પિસ્તાની બારીક કતરણ,

રીત :-

સૌ પ્રથમ પેનમાં ધી લેવુ.
ધી ગરમ થયા બાદ ઘઉનો કકરો લોટ ધીમા તાપે શેકી લેવો.
લોટ શેકાઇ ગયા બાદ પાણી નાખવુ અને ૩ થી ૪ મિનિટ ધીમા તાપે થવા દેવુ. બાદમાં દુધ , સાકર અથવા ગોળ તથા ઓટસ નાખવા.
૫ થી ૭ મિનિટ બાદ ગેસ બંધ કરી દેવો.
બદામ પિસ્તાની કતરણથી સજાવીને ખીર પીરસવી.

તો તૈયાર છે યમ્મી ટેસ્ટી ખીર બાળકો , વડીલો તથા યુવાનો તમામને ભાવે તેવી.

આ ખીર નાના બાળકોને ખોરાક આપવાનુ શરૂ કર્યુ હોય તેવા બાળકો માટે ખુબ જ પોષ્ટીક છે.વડીલો કે જેઓ ચાવી ના શકતા હોય તેમના માટે પણ ખુબ જ હેલ્ધી ફુડ છે.આજકાલ જે લોકો ડાયેટ માટે ખુબ જ જાગૃત છે તે લોકો પણ સવારે ચા પીવાના બદલે આ ખીર પી શકે છે.

નોંધ :

(૧) સાકરને બદલે જો ગોળ નાખવો હોય તો ખીર તૈયાર કર્યાની બે મિનિટ પહેલાં નાખવો જેથી કરીને દુધ ફાટી જવાનો સંભવ ના રહે.

(ર) નાના બાળકો અને વડીલો કે જેઓ ચાવી શકતા ના હોય તેમના માટેની ખીર કાઢી લીધા બાદ બદામ પિસ્તાની કતરણથી સજાવટ કરવી.

રસોઈ ની રાણી – મમતા પાઠક, ભરૂચ

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી