ચાલો શીખીએ…! “પૌષ્ટિક ઢોસા” હું તો ટ્રાય કરીશ જ અને તમે ??

“પૌષ્ટિક ઢોસા”

 

સામગ્રી :

– 100 ગ્રામ રાજગરાનો લોટ,

– 200 ગ્રામ સાબૂદાણા,

– 50 ગ્રામ દહી,

– બાફેલા બટાકા 500 ગ્રામ,

– મીઠુ અને ઘી જરૂર મુજબ,

– કાળામરી ચપટીભર,

– સમારેલા ધાણા,

– લીલા મરચા,

– લીંબૂનો રસ.

 

* રીત :

સાબૂદાણાને રાત્રે પલાળી દો. સવારે દહી નાખીને મિક્સરમાં વાટો. રાજગરાનો લોટ પણ તેમા મિક્સ કરો. મીઠુ નાખી, ઢોસાનુ મિશ્રણ તૈયાર કરો. ઉપરથી લીંબૂનો રસ નાખી લીલા ધાણા ભભરાવો.

હવે તવાને ગરમ કરો. ઘી લગાવી મિશ્રણથી ઢોસા બનાવો અને કરકરા સેકો. આના પર બટાકાનુ મિશ્રણ મુકો અને લપેટીને પૌષ્ટિક ફળાહારી ઢોસા સર્વ કરો.

આ ઢોસાને વધુ પૌષ્ટિક અને ડેકોરેટિવ બનાવવા હોય તો ઢોસાને સેક્યા પછી ઉપર બટાકાનુ મિશ્રણ પાથરી, ઉપર ગાજરનુ છીણ, અને ચીઝનુ છીણ પાથરી શકો છો.

સૌજન્ય : સુરતી જમણ

શેર કરો આ ટેસ્ટી વાનગી તમારા મિત્રો સાથે અને દરરોજ આવી અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી