હેલ્ધી કલરફુલ ઢોકળા, ખુબ સરળ રીત બતાવી છે, શીખો અને બનાવીને ગરમાગરમ આરોગો…

હેલ્ધી કલરફુલ ઢોકળા (Healthy Colorful Dhokla)

 

સામગ્રી:

3 કપ ચોખા,
1 કપ અડદ દાળ,
1 tbsp લીલા મરચાની પેસ્ટ,
1 tsp દહીં,
1 કપ બાફેલા ગાજર,
1 કપ બાફેલી કોર્ન,
1 કપ બાફેલા વટાણા,
મીઠું,
તેલ,
સોડા,

સામગ્રી:

– સૌ પ્રથમ 4-5 કલાક અડદની દાળ અને ચોખાને પલાળી લેવા.
– પછી પીસી તેમાં દહીં ઉમેરી આથો આવવા માટે આખી રાત રાખી દેવું.
– પછી એક બાઉલમાં ખીરું લઈ તેમાં મીઠું, બોઈલ કરેલ વેજ લીલા મરચાની પેસ્ટ, સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
– ગ્રીસ કરેલ પ્લેટમાં ખીરું લઈ 10-15 મિનિટ માટે સ્ટીમ કરવું.
– પછી એક પેનમાં તેલ લઈ તેમાં રાઈનો વઘાર કરવો.
– વઘારને ઢોકળા પર રેડી દેવો.
– તો તૈયાર છે હેલ્થી કલરફુલ ઢોકળા.

રસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડિયાદ)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

ખુબ હેલ્ધી છે આ ઢોકળા તમારા બાળકો ટીફીન માં પણ લઇ જશે.. શેર કરો રેસીપી તમારા ફેસબુક પર.

ટીપ્પણી