“હેલ્ધી ચિક્કી” – ચિક્કીની એક નવીન વેરાયટી સાથે આજે અમે ફરી હાજર છીએ..

“હેલ્ધી ચિક્કી”

સામગ્રી :

૧/૪ કપ સિંગદાણા શેકેલા,

અડધો કપ બદામ, ૧/૪ કપ પિસ્તા,

૧/૪ કપ કાજુ,

૧/૩ કપ તલ (સફેદ-કાળા) શેકેલા,

૨ ટેબલસ્પૂન અળસી શેકેલી,

૨ ટેબલસ્પૂન સનફ્લાવર સીડ્સ શેકેલાં,

દોઢ કપ ગોળ, ચપટી મીઠું,

૧/૨ ટીસ્પૂન એલચીનો ,

પાઉડર (વૅનિલા),

રીત :

એક પૅનમાં સિંગદાણાને શેકીને ફોતરાં કાઢી લેવાં. કાજુ, બદામ, પિસ્તાને વારાફરતી શેકી લેવાં. નૉનસ્ટિક પૅન અથવા જાડા તળિયાવાળા વાસણમાં ૧/૪ કપ પાણી ઉમેરી એમાં સમારેલો ગોળ ઉમેરી એનો પાયો બનાવવો. (પાણીમાં જરાક પાક નાખી ક્રિસ્પી થાય એ ચેક કરવું).

આ પાકમાં તલ, સનફ્લાવર, સીડ્સ, સિંગદાણા અને બધા નટ્સ ઉમેરી બરાબર મિક્સ કરી ડસ્ટ કરેલી ટ્રેમાં અથવા પ્લૅટફૉર્મ પર આ પાકને પાથરી લેવો અને મનગમતા શેપમાં ઠંડો થાય ત્યારે કટ કરી લેવું.

નોંધ :

ચિક્કી ગરમ હોય ત્યારે જ પાથરીને કાપા પાડી રાખવા. પછી ઠંડી થાય ત્યારે જ એને પાથરેલી જગ્યાએથી ઉપાડીને ઍરટાઇટ ડબ્બામાં વચ્ચે-વચ્ચે બટરપેપર ગોઠવીને ડબ્બામાં ભરવી.

રસોઈની રાણી :- કેતકી સૈયા

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી