બનાવો હવે ઘરે તમારી જાતે જ ખુબ સરળ રીત છે નોંધી લો….

“હેલ્ધી ચીઝ બોલ”

સામગ્રી :

૨૫૦ ગ્રામ ચીઝ (મૉઝરેલા અથવા પ્રોસેસ્ડ),
આઠથી દસ પાન ઝીણી સમારેલી પાલક,
૫૦ ગ્રામ બાફેલા ઘઉંના ફાડા,
બે ટેબલ-સ્પૂન કાજુના ટુકડા,
બે ટેબલ-સ્પૂન કિસમિસ,
બે ટેબલ-સ્પૂન સમારેલી કોથમીર,
અથવા પાર્સલી,
બેથી ત્રણ ટેબલ-સ્પૂન ઝીણાં સમારેલાં,
લીલાં-પીળાં કૅપ્સિકમ,
બે ટેબલ-સ્પૂન ઝીણું લીલું,
મરચું સમારેલું,
બે ટેબલ-સ્પૂન કૉર્નફ્લોર,
તળવા માટે તેલ,
મીઠું સ્વાદાનુસાર,
ટમૅટો કેચઅપ,

રીત :

ચીઝને ખમણી લેવું, કાજુ અને કિસમિસ સિવાયની બધી જ સામગ્રી બરાબર મિક્સ કરીને એના નાના-નાના બૉલ બનાવવા. તૈયાર થયેલા બૉલની વચ્ચોવચ્ચ કાજુ અને કિસમિસ ભરાવી દેવાં. હવે આ બૉલને કૉર્નફ્લોરમાં રગદોળી પૅનમાં તેલ લઈ આછા ગુલાબી થાય ત્યાં સુધી તળી લેવા. ટમૅટો કેચઅપ અથવા ચટણી સાથે ગરમાગરમ સર્વ કરવા.

રસોઈની રાણી :- કેતકી સૈયા

શેર કરો ચીઝની આ વધુ એક વાનગી તમારા મિત્રો સાથે.

ટીપ્પણી