કયા પ્રકારના ચીઝમા કયા ગુણ છે અને તે કઈ રીતે સ્ટોર કરવુ જોઈએ?

હેલ્ધી અને ટેસ્ટી ચીઝ

હેલ્થ અને ફીટનેસને લઇને લોકો એટલા બધા જાગ્રૃત છે કે ચીઝની કેલરી એમને ગભરાવી મુકે છે.
દિલચસ્પ હકીકત એ છે કે ચીઝ માં ઘણા પોષકતત્વો પણ રહેલા છે જે સ્વસ્થય ને ફાયદો કરે છે.ચીઝ પણ અનેક પ્રકારના આવે છે. કયા પ્રકારના ચીઝમા કયા ગુણછે અને તે કઈ રીતે સ્ટોર કરવુ જોઈએ? બાળકો હોય કે મોટા ચીઝ બધાનું ફેવરીટ હોય છે પિઝા તથા ચીઝ બોલ્સ માં મોઝરેલા ચીઝ સારુ લાગે છે તો પાર્મસન પરાઠાનાં સ્ટફીંગ માટે સારુ છે. દરેક ચીઝમાં અલગ અલગ પોષકતત્વો હોય છે. કયા ચીઝમાં કેટલી કેલરી છે એ પણ જણાવશું…..

૧) મોઝરેલા ચીઝ:

મોઝરેલા ચીઝ એ એક ઇટાલીયન બફેલો મિલ્ક માંથી ટ્રેડીશનલી બનતી એક સાઉથ ઇટલીયન ડેરી પ્રોડક્ટ છે. એમા કેલ્શિયમ પ્રોટીન ઝીન્ક તથા ફોસ્ફપસની માત્રા વઘુ હોય છે તથ ફેટ પણ વધુ પ્રમાણમાં હોય છે એટલે વધારે ખાવાથી વજન વધી શકે છે એનો પિઝા ચીઝબોલ પરાઠા કે બર્ગરમાં ઉપયોગ કરી શકાય છે.

• કેલરી : ૩૦૨ (૧૦૦ગ્રામ)
• કેવી રીતે સ્ટોર કરશો?
ફોઇલ કે ફ્રીઝર રેપર થી કવર કરો ૩ ફ્રીઝ માં રાખી શકાય.

૨) ફેટા ચીઝ:

આ ચીઝ સ્વાદમાં મલાઈદાર એકદમ મુલાયમ અને સ્વાદમાં ખાટુ હોય છે. એને સલાડ, પિઝા અને ટોસ્ટ પર લગાવી ને ખાવ. જો તેનો ખાટો અને નમકીન ટેસ્ટ પસંદના હોય તો થોડી મિનીટ પાણી કે દુધ માં ડીપ કરો, એનાથી ખટાશ નીકળી જશે..

કેલરી : ૩૭૫(૧૦૦ગ્રામ)

• કેવી રીતે સ્ટોર કરશો?

પ્લાસ્ટીક રેપરથી કવર કરી ફ્રીઝમાં ૩-૪ અઠવાડીયા રાખો.

૩) સ્ટ્રિંગ ચીઝ :

આ મોઝરેલા ચીઝનો જ એક પ્રકાર છે.જે પ્રોસેસડ હોય છે.આ ચીઝ ફિંગર રોલ્સ કે ચીઝ બોલ્સ બનાવી સર્વ કરો. એમાં કેલ્શિયમ,પ્રોટીન અને ફેટહોય છે. એટલે એ ઓછી ક્વોન્ટિટીમાં ખાવ.

• કેલરી : ૮૦(૧સ્ટીક)
• કેવી રીતે સ્ટોર કરશો?
પહેલા વેક્સ પેપર થી પછી પ્લાસ્ટીક રેપરથી રેપ કરી એક મહિના સુધી રહેશે.

૪) ગોડા ચીઝ:.

ગોડા ચીઝનો સ્વાદ ઘણાં અંશે મીઠા દહી જેવો હોય છે. એમાં વિટામિન કે-૨ , ડી ઉપરાંત કેલ્શિયમ અને પ્રોટીન પણ ભરપુર માત્રામાં હોય છે

જે આરોગ્ય માટે ફાયદાકારક છે. એના પાવડરને પોપકોર્ન, પિઝા અને સુપ પર ભભરાવી ટેસ્ટ વધારી શકાય છે.

• કેલરી : ૩૭૫(૧૦૦ગ્રામ)• કેવી રીતે સ્ટોર કરશો?
પ્લાસ્ટીક રેપરથી કવર કરી ફ્રીઝમાં ૩-૪ અઠવાડીયા રાખો.

૫) પોર્મેસન ચીઝ:

એમાં પ્રોટીન કેલ્શિયમ સોડીયમ અને ફોસ્ફરસની પર્યાપ્ત માત્રા હોય છે.તેમાં કેલરી પણ ઓછી હોય છે અને પચવામાં સહેલું એટલે કોઈ પણ ઉંમરનાં લોકો ખાઇ શકે છે.

• કેલરી : ૪૦૧(૧૦૦ગ્રામ)• કેવી રીતે સ્ટોર કરશો?

પ્લાસ્ટીક રેપરથી કવર કરી ફ્રીઝમાં ૩-૬ અઠવાડીયા રાખો.

૬) ચેડાર ચીઝ :

ગાયનાં દુધ માંથી આ દુધ બનાવવામાં આવે છે. એમાં વિટામીન બી૧૨, વિટામીન-એ, પ્રોટીન, કેલ્શિયમ અને રિબોફલેવીન હોય છે જે ડાયાબીટીઝ, હાર્ટ રિસ્ક અને અાર્થરાઈટિસ જેવી બિમારી સારી કરવામાં મદદ કરે છે. વાનગી સ્વાદિસ્ટ બનાવવા આ ચીઝ નાંખો.
• કેલરી : ૪૦૨(૧૦૦ગ્રામ).
• કેવી રીતે સ્ટોર કરશો?

પ્લાસ્ટીક રેપરથી કવર કરી ફ્રીઝમાં ૩-૪ અઠવાડીયા રાખો.

૭) સ્વિસ ચીઝ :

પીળા રંગનુ સ્વિસ ચીઝ સ્વાદમાં ખાટુ હોય છે.પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન બી૧૨ અને ફોસ્ફરસ હોય છે.પાસ્તા અને સુપમાં એ નાખવામાં આવે છે.

• કેલરી : ૩૮૦(૧૦૦ગ્રામ)
• કેવી રીતે સ્ટોર કરશો?
પ્લાસ્ટી રેપરથી કવર કરી ફ્રીઝમાં ૩-૪ અઠવાડીયા રાખો.

લેખન. સંકલન :  ખુશ્બુ દોશી. (સુરત).

ટીપ્પણી