લવિંગ : એક અક્સિર ઔષધિ

- Advertisement -

 

લવિંગ એક મસાલા તરીકે પણ આપણે ત્યાં ઉપયોગમાં લેવામાં આવે છે. રસોઈમાં પણ અલગ અલગ શાકમાં લવિંગનો ઉપયોગ થાય છે, તેનો સ્વાદ ઘણાં ગણ્યો છે.

લવિંગ માત્ર ખવાનો સ્વાદ જ નથી વધતો પણ ઘણી બીમારીઓમાં અક્સિર ઔષધિના રૂપમાં પણ કામ કરે છે.

– માથાના દુઃખાવો, દાંતનો દુખાવો, ગઠીયામાં લવિંગના તેલનો લેપ કરવાથી ઝડપથી લાભ મળે છે.

– ગર્ભવતી સ્ત્રીને જો વધારે ઉલ્ટી થઈ રહી હોય તો લવિંગનું ચૂર્ણ મધની સાથે ચાટવાથી લાભ થાય છે.

– લવિંગના તેલને સાકર પર નાખીને સેવન કરવાથી પેટ દુખાવામાં લાભ થાય છે.

– એક લવિંગ પીસીને ગરમ પાણીથી ફાંકી લો. આ પ્રકારે ત્રણવાર લેવાથી સામાન્ય તાવ દૂર થઈ જશે.

– લવિંગ દમના રોગીઓ માટે વિશેષ રીતે લાભકારી છે. લવિંગ આંખો માટે ફાયદાકારક, ક્ષયરોગનો નાશ કરનાર છે.

– લવિંગ અન હળદર પીસીને લગાવવાથી નાકમાંથી નીકળતું લોહી અટકી જાય છે.

– ચાર લવિંગ પીસીને પાણીમાં ઘોળીને પીવાથી તાવ સારો થઈ જાય છે.

– ભોજન પછી 1-1 લવિંગ સવાર-સાંજ ખાવાથી એસીડિટી સારી થઈ જાય છે.

– 15 ગ્રામ લીલા આંબળાનો રસ, પાંચ પિસેલા લવિંગ, એક ચમચી મધ અને એક ચમચી ખાંડ મેળવી રોગીને પીવડાવવાથી એસીડિટી સારી થઈ જાય છે.

– લવિંગને ગરમ કરી પાણીમાં ઘસીને માથા પર લેપ કરવાથી માથાનો દુખાવો ગાયબ થઈ જાય છે.

શેર કરો આ ઉપયોગ તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી