દવાઓ વગર આ અનેક બીમારીઓને દૂર કરવા જાણો પાણી પીવુ સ્વાસ્થ્ય માટે કેટલુ જરૂરી છે

ઘણા લોકોને પાણી પીવાની આદત ઓછી હોય છે. પરંતુ શું તમે જાણો છો ઓછુ પાણી પીવાથી આપણા શરીરમાં લોહી જાડું થઈ જાય છે.

image source

આના કારણે લોહીનું પરીભ્રમણ થવામાં મુશ્કેલી આવે છે અને સાથે જ ધમનીઓમાં પ્રેશર વધી જાય છે. લોહીનું પરિભ્રમણ બરાબર થાય એના માટે હ્રદયને વધુ કામ કરવું પડે છે. જેને કારણે હાર્ટ એટેકનો ભય વધી જાય છે.

એટલે જ ગરમી હોય કે ઠંડી દિવસનું રોજ 2-3 લિટર પાણી પીવું આવશ્ય છે. પાણી માત્ર તરસ જ નથી છુપાવતું પરંતુ શરીરના ઘણા બધા રોગોનું નિવારણ પણ કરે છે. પાણી આપણા શરીર માટે એક ઔષધિ છે.

image source

આપણા શરીરમાં પાણી માત્ર લગભગ 70% છે. પાણી અનેક રીતે આપણા શરીરને સારી રીતે ચલાવામાં મદદ કરે છે. આ શરીરને ઠંડક પ્રદાન કરે છે,શરીરને ઉતેજના પહોંચાડે છે, અંગોને સક્રિય રાખવામા મદદ કરે છે,શરીરમાં જમા થયેલા કચરાને બહાર નિકાળવામા મુખ્ય ભાગ ભજવે છે, શરીરના દુખાવામાં રાહત આપે છે, કફ બહાર કાઢે છે,તણાવ મુક્ત બનાવે છે,શરીરના કોઈ પણ ભાગમાં થતી બળતરા દૂર કરે છે,અને સાથે જ ત્વચામાં ચમક અને કસાવ લાવે છે. જળ ચિકિત્સામાં પાણીના આ બધા ગુણોનો શરીર પર પ્રયોગ શરીરના સ્વસ્થ રાખવામા અને શરીરને લગતી સમસ્યા માથી નિવારણ લાવવા માટે કરેલું છે.

image source

જળ ચિકિત્સા એ ખુબ જૂની ચિકિત્સા પધ્ધતિ છે,જેમાં ગરમ-ઠંડો શેક કરવો, કટી સ્નાન, વાષ્પ સ્નાન, રીઢ સ્નાન, પૂર્ણ ટૅબ સ્નાન, વગેરે જેવા સ્નાનથી અનેક રોગોનો ઈલાજ કરી શકાય છે. પાણીની મદદથી પેટના દુખાવો,કબજિયાત,શરદી-ઉધરસ, મહિલાઓમાં થતી અમુક સમસ્યા જેવા અનેક રોગોનો ઈલાજ પાણી પાસે છે.

જળ ચિકિત્સા વાસ્તવમાં એક જૂની પુરાણી ઘરેલુ ચીકીત્સા છે. આપણે હંમેશાથી અનેક બીમારીઓમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ. ઘરમાં ઠંડા-ગરમ પાણીથી શેક ઘણી બધી તકલીફોમાં રાહત આપે છે. દુખાવાનો શેક આપણે ગરમ પાણીથી કરીએ છીએ,તો જ્યારે તાવ આવે ત્યારે આપણે ઠંડા પાણીના પોતા મૂકીએ છીએ માથા પર.

ગરમ-ઠંડા પાણીનો શેક કબજિયાત થતાં દુખાવામાં લાભદાયી સાબિત થાય છે. જો તમને શરદી-ઉધરસની સમસ્યા છે તો રાત્રે સૂતી વખતે નવશેકા ગરમ પાણીમાં બને પગ 10 મિનિટ સુધી મૂકી રાખો અથવા ગરમ પાણીથી નાશ પણ લઈ શકો છો જેનાથી તમને રાહત મળશે અને સાથે જ બંધ નાક પણ ખૂલી જશે અને શરદીને કારણે થતો માથાના દુખાવા પણ રાહત મળે છે. ગરમ પાણીનો શેક શ્વાસ નળી અને ફેફસામાં જમા થઈ ગયેલા કાફને નરમ કરી દે છે જે સંડાસ વાટે કે મોઢા વાટે બહાર નીકળી જાય છે.

image source

જાડીયાપણું(મોટાપા), ચામડીના રોગો,સાંધાના દુખાવા,શરદી-ઉધરસ,તથા દમ વગેરેમાં વાષ્પ સ્નાનની સલાહ આપવામાં આવે છે. સ્વેદ ગ્રંથિની સક્રિયતા વધારી ને ત્વચાના વિજાતીય દ્રવ્યો બહાર નીકળવામાં મદદ કરે છે. આવી જ રીતે પેટના રોગો માટે કટી સ્નાન, સાંધાના દુખાવા માટે પૂર્ણ ટબ સ્નાન, માનસિક રોગો માટે રીઢ સ્નાન વગેરે જેવી જળ ચીકીત્સા મહત્વપૂર્ણ ઉપચાર તરીકે ઉપયોગી છે.

ઘણા લોકો સરખી રીતે સ્નાન પણ નથી કરતાં એમાંને લાગે છે ફાલતુમાં પાણી શું કામ વેડફવું? પરંતુ આ પણ જાણવું જરૂરી છે કે ચોખ્ખા પાણીથી સારી રીતે સ્નાન કરવાથી આપડી ત્વચાના રોમ છિદ્રો ખૂલે છે, મૃત ત્વચા નીકળી જાય છે અને ત્વચા જીવંત થાય છે તથા શરીરમાં રક્ત સંચાર પણ વધે છે. અને પછી આ આપડા શરીરને સ્વસ્થ રાખવાની સાથે જ રોગોથી પણ બચાવે છે.

image source

કબજિયાતથી ઘણા બધા લોકો પરેશાન હોય છે કારણ કે એમને પાણી પીવાની આદત નથી હોતી. ઓછું પાણી પીવાને કારણે આંતરડા ખોરાક બરાબર પચાવી શકતા નથી અને એ સુકાઈ જાય છે. ઘણી વખત આને કારણે અલ્સરની સમસ્યા પણ થાય છે. જો તમને કબજિયાતની તકલીફ હીય તો ખૂબ પાણી પીવો અને પેટ પર ગરમ-ઠંડા પાણીથી શેક કરો. દિવસમાં ઓછામાં ઓછું 12 ગ્લાસ પાણી પીવો એટલે કબજિયાતથી રાહત મળશે. ગરમ પાણી પીવાથી આંતરડામાં જમેલો મળ સરળતાથી નીકળી જાય છે ને પેટ સાફ થઈ જાય છે જેના કારણે ગેસની સમસ્યા પણ ખતમ થઈ જાય છે.

image source

વધુ પાણી પીવાથી આપડી કિડની પણ સારી રીતે કામ કરે છે. જો આપડે પૂરતા પ્રમાણમા પાણી પીએ છીએ તો આને કારણે યુરીન સાફ આવે છે અને શરીરની આખી સિસ્ટમ ચોખ્ખી થાય છે. આ સફાઈ બહાર પણ દેખાય છે. જેમકે ત્વચા ગ્લો કરે છે. પાણીની મદદથી આપડી અંદરની સિસ્ટમ ચોખ્ખી કરવા માટે એક ગ્લાસ હૂંફાળા ગરમ પાણીમાં થોડાક ટીપાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને સવારે ભૂખ્યા પેટે લેવાથી ખૂબ ફાયદો થાય છે.

image source

ઓછું પાણી પીવાથી ત્વચા ડ્રાય અને ડીહાઈદ્રતે થઈ જાય છે અનેટલે એની પર સમય કરતાં વહેલા કરચલીઓ દેખાવા લાગે છે. પરંતુ તમારી ત્વચામાં નરમાશ હશે તો તમારી કોશિકાઓ ખુલશે જેને કારણે કરચલીઓ નહીં પડે. એટલે જ શિયાળો હોય કે ઉનાળો પૂરતી માત્રમાં પાણી પીવો. તમારા ચહેરા પર પાણીની છાલક મારો અને ત્વચા પર આઇસ ક્યુબ લગાવો. આવું કરવાથી ત્વચાના વધુ ખુલેલા છિદ્રો બંધ થઈ જશે.

image source

જે લોકોની ત્વચા બહુ વધારે ગોરી કે બહુ જ સંવેદનશીલ હોય એવા લોકોને સામાન્ય સ્ક્રબ કરવાથી કે પછી ચહેરા પર થોડોક દબાવ આવને કારણે પણ ત્વચા લાલ થઈ જાય છે, આને દૂર કરવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. બરફના પાણીમાં રૂ પલાળીને ચહેરા પર લગાવો. એક બે મિનિટ આવું કરવાથી ચહેરા પરની લાલાશ અને બળતરા ઓછી થઈ જાય છે. સંવેદનશીલ ત્વચા માટે ઠંડા પાણીમાં થોડાક ટીપાં ગુલાબજળ મિક્સ કરીને લાગવાથી પણ રાહત મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ