ટી.બી.થી બચવાનો સરળ ને સચોટ ઈલાજ છૂપાયો છે લસણમાં, વાંચો અને શેર કરો.

ટી.બી એટલે કે ક્ષય રોગ એક ચેપી એટલે કે સંક્રામક રોગ છે, તે જીવાણુઓના કારણે થાય છે. આપણા દેશમાં  લાખો લોકો આ બિમારીથી ગ્રસ્ત છે. આ બિમારી માયકોબેક્ટેરિયમ ટ્યુબીક્યુલોસિસ નામના જીવાણુના કારણે થાય છે. આ જીવાણું મોટેભાગે આપણા ફેફસાને અસર કરે છે. જ્યારે શ્વાસ દ્વારા આ જીવાણું આપણા શરીરમાં જાય છે ત્યારે ટીબી થવાની શક્યતા વધી જાય છે.

નીચે જણાવેલી રીતને અનુસરવાથી આ બીમારીથી બચી શકાય છે. જો તમે આ બિમારીથી ગ્રસ્ત હોવ તો પણ આ નુસખો તમારા માટે અમૃત જેવો છે. ચાલો જાણીએ તેની રીત વિષે.

લસણનું યોગ્ય સેવન કરવાથી ટી.બી રોગ નથી થતો. આ પ્રકારના ક્ષયને દૂર કરવા માટે લસણ અમૃત જેવું સાબિત થયું છે. લસણ ખુબ જ પ્રબળ જંતુનાશક છે અને એટિબાયોટિક દવાનો એક સારો વિકલ્પ પણ છે. તેના ઉપયોગથી ક્ષયના જંતુઓ નષ્ટ થાય છે.

ઉપયોગની રીત

લસણનો ઉપયોગ કરતાં પહેલાં લસણને બરાબર ફોલી લેવું. તેને ફોલ્યા બાદ પણ તેના પર ખુબ પાતળુ આવરણ ચોંટેલું  હોય છે તેને પણ સાફ કરી દો. એક કળીના ત્રણ-ચાર ટૂકડા કરી લો અને બન્ને સમયે ભોજન લીધાના એક કલાક પછી લસણની બે કળિયો ચાવી ઉપર પાણી પી લેવું અથવા એક કળીના ચાર ટુકડા કરી બે-બે કીસમીસમાં મુકી ચાવીને ખાઈ જવી.

નોંધ- લસણને પીસીને તેમાં ગોળ મિક્સ કરીને ખાવાથી ફેફસાના એવા ઘા પણ ભરાઈ જાય છે, જેનો કોઈ જ ઉપચાર નથી થઈ શકતો.

લેખન સંકલન : દીપેન પટેલ

સરળ અને ઘરગથ્થું ઉપચાર વિષે અનેક માહિતીઓ જાણવાં માટે આજે અમારું પેજ લાઇક કરો ને આવી અઢળક માહિતી વાંચો અને તમારા મિત્રો સુધી આવી ઉપયોગી માહિતી લિંક શેર કરી આજે જ પહોચાડો. 

ટીપ્પણી