દરેક મિત્રોની હેલ્થ માટે અમે આજે લાવ્યા છીએ ખુબ ઉપયોગી ટીપ્સ…

દૂધમાં બદામ, પીસ્તા, એલચી, કેસર અને ખાંડ નાખી ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ આવે છે.

ચણાના લોટનો મગજ, મોહનથાળ, અથવા મેસૂર બનાવી રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે અને શક્તિ આવે છે.

ફણગાવેલા ચણા રોજ સવારે ખૂબ ચાવીને ખાવાથી શરીર બળવાન અને પુષ્ટ બને છે. કિંમતી દવાઓ કરતા આ ઉપાય સસ્તો અને સચોટ છે. પણ ચણા પચે તેટલા માફકસર જ ખાવા.

ઘીમાં શેકેલા કાંદા સાથે શીરો ખાવાથી માંદગીમાંથી ઊઠ્યા પછી આવેલી અશક્તિ દૂર થઇ જલ્દી શક્તિ આવે છે.

મેથીના કુમળા પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઇ શક્તિ આવે છે.

સુકી ખારેકનું 200 ગ્રામ ચૂર્ણ બનાવી, તેમાં 25 ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી બાટલી ભરી દેવી, તેમાંથી 5 થી 10 ગ્રામ ચૂર્ણ 200 ગ્રામ દૂધમાં ઉકાળી, તેમાં જરૂર જેટલી ખાંડ નાખી, સવારે પીવાથી શક્તિ આવે છે.

ખજુર ખાઈ, ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી, ઘા વાગ્યાથી કે ઘામાંથી પુષ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ – અશક્તિ દુર થાય છે.

રોજ સવારે અને રાત્રે સુતી વખતે સાકર અને સોનામુખી સરખે ભાગે લઇ ચૂર્ણ ફાકવાથી અશક્તિ મટે છે.

પાંચ પેસી ખજુર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવાથી અને અર્ધો કલાક ઊંઘ લેવાથી નબળાઈ દુર થઇ શક્તિ અને વજન વધે છે.

એક સુકું અંજીર અને પાંચ દસ બદામ અને સાકર દુધમાં ઉકાળી પીવાથી લોહીની શુદ્ધિ થઇ, ગરમી મટી, શરીરમાં શક્તિ વધે છે.

ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આવે છે, જેને અશક્તિ રહેતી હોય તેને ગાજરનો રસ ખુબ ફાયદાકારક થાય છે.

જમ્યા પછી ૩ થી ૪ પાકાં કેળા ખાવાથી અશક્તિ દુર થાય છે.

સફેદ કાંદો ચોખ્હા ઘીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઈ, ફેફસાની નબળાઈ, ધાતુ ની નબળાઈ દુર થાય છે.

મોસંબીનો રસ પીવાથી શરીર ની નબળાઈ દુર થાય છે.

એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દુર થાય છે.

અંજીરને દુધમાં ઉકાળીને અંજીર ખાવાથી અને તે દૂધ પીવાથી શક્તિ આવે છે, લોહી વધે છે.

એખરાના બીમાં દૂધ – સાકર નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે.

મોચરસ તો.1, ઇસબગુલ, એખરો, લાજવંતી, જેઠીમધ, શંખજીરું, પીપળાની લાખ તો. 10 – 10, કાકચના બી તો. 2 નું ચૂર્ણ દૂધ સાથે લેવાથી શક્તિ આવે છે.

સૌજન્ય : ટહુકાર

દરરોજ હેલ્થને લગતી અવનવી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block