શું તમે જાણો છો કે શા માટે તમારું ડાયેટ નિષ્ફળ જાય છે ? ના તો અત્યારે જ જાણી લો…

તે માટે આ ચાર કારણો જવાબદાર છેડાયેટિંગ કરતાં લોકોની આ સર્વસામાન્ય સમસ્યા છે. કે તેઓ ડાયેટિંગ કરે છે છતાં તેમને કોઈ જ ફેર દેખાતો નથી. તેમના વજનમાં કોઈ જ ફરક પડતો નથી. તો તે પાછળ કેટલાક મહત્ત્વના પરિબળ જવાબદાર હોઈ શકે છે જેનો ડાયેટ કરનારને ખ્યાલ નથી હોતો. અમારો આજનો લેખ તે કારણો પર પ્રકાશ પાડે છે.

ભવિષ્યના પ્રસંગો વિષે વિચાર્યા વગર ડાયેટનું પ્લાનિંગ કરવુંતમે ડાયેટિંગ શરૂ કરો તે પહેલાં તમારે એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે નજીકના ભવિષ્યમાં કોઈ જ મહત્ત્વનો પ્રસંગ ન આવતો હોય કે જેનાથી તમારું ડાયેટ ડીસ્ટર્બ થાય. પછી તે લગ્ન, પ્રવાસ, મુસાફી, કામ કે ગમે તે હોઈ શકે. આમ થવાથી તમારું ડાયેટીંગ ખોરવાશે અને તેનો લાભ તમને મળી નહીં શકે અને ક્યારેક તે ઉલટું પણ પડી શકે છે.

અતિશય ડાયેટિંગ

ડાયેટ નિષ્ફળ જવાનું બીજું એક કારણ એ હોઈ શકે કે તમે અત્યંત ડાયેટિંગ કરતા હોવ. તેનાથી થશે એવું કે તારામાં ઉર્જાનો અભાવ રહેશે અને તમે થાકેલા રહેશો. અને જ્યારે તમે તમારા ડાયેટમાં કાર્બોહાઇડ્રેટને મોટા પાયે બંધ કરી દો છો ત્યારે તેની અસર ખુબ જ માઠી પડે છે. ખુબ જ ઓછું કાર્બોહાઇડ્રેટ લેવાથી માંડીને જરા પણ કાર્બોહાઇડ્રેટ નહીં લેવું તે ડાયેટીંગ કરતા લોકોની સૌથી મોટી ભુલ છે. તમે લાંબા સમય માટે ખુબ જ નીચા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ લો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી.

બધું જ અથવા તો કંઈ જ નહીંની માનસિકતાજ્યારે લોકો ડાયેટની શરૂઆત કરતા હોય છે ત્યારે શરૂઆતના દિવસોમાં, તેઓ પોતાના ખોરાક પ્રત્યે અત્યંત જાગૃત રહે છે. તે એટલું કડક ડાયેટ અપનાવતા હોય છે કે તેઓ ખુબ જ ઓછા પ્રમાણમાં મીષ્ટાન પણ ખાઈ શકતા નથી. તેઓ એવું માને છે કે તેમણે મોટું પાપ કરી લીધું ! તેના કારણે તમને હંમેશા તે મીષ્ટાનની લાલચ રહ્યા કરે છે. અને તેના કારણે તમે પોતાની જાતને નબળા મગજના અનુભવો છો અને અહીંથી તમારી તમારા ડાયેટીંગ પ્રત્યેની નકારાત્મકતાની શરૂઆત થાય છે.

બિનસહાયક વાતાવરણકેટલાક લોકો સ્વ પ્રેરિત હોય છે. જ્યારે કેટલાક લોકોને પોતાની યોજનામાં આગળ વધવા માટે લોકોની સહાયની જરૂર પડે છે એટલે કે લોકોના પ્રોત્સાહનની જરૂર પડે છે. તેમાં તમારું કુટુંબ, મિત્રો અને સાથે કામ કરતાં કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. માટે તમારે એ વાતનુ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે તેવા લોકોથી ઘેરાયેલા રહો જે તમને તમારું લક્ષ પ્રાપ્ત કરવામાં તેમજ તમારા પ્રયાસોને પ્રોત્સાહિત કરતા રહે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી સ્વાસ્થ્યને સંબંધિત માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી