દાંતમાં સફાઈના અભાવે થતી ગંભીર બીમારીઓ

દાંત અને પેઢાની કેટલીક સમસ્યાઓને જો ધ્યાનમાં લેવામાં ન આવે તો તેના કારણે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. જી હાં, બેદરકારીના કારણે ખરાબ થયેલા પેઢા અને દાંત ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. આ તારણ એક રિસર્ચ બાદ આવ્યું છે.

પેઢાનો સડો દાંત નીચેના હાડકાં સુધી પહોંચી જાય છે ત્યારે દાંત કઢાવવો, રૂટકેનાલ જેવી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ વાત પહેલી નજરે સામાન્ય લાગે છે, જેના કારણે કેટલાક લોકો તેને ગંભીરતાથી લેતાં નથી અને સમયસર તેની સારવાર કરાવતાં નથી. પરંતુ દાંત અને પેઢાને જરૂરી સારવાર શરૂઆતમાં ન કરાવવામાં આવે તો તેના કારણે જિન્જીવાઈટિસ, પાયોરિયા જેવી બીમારી થઈ શકે છે.

દાંતમાં સફાઈના અભાવે થતી ગંભીર બીમારીઓ

જિન્જીવાઈટિસબ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળવું, દાંતમાં દુખાવો અને પેઢામાં સોજો આવવો શ્વાસમાં દુર્ગંધ આવવી એ તમામ જિન્જીવાઈટિસના લક્ષણ છે. આ લક્ષણોને ગંભીરતાથી લેવા અને તેની સારવાર તુરંત શરૂ કરાવવી.

પાયેરિયાજો બ્રશ કરતી વખતે કે ભોજન કર્યા બાદ પેઢામાંથી લોહી નીકળે, પેઢા દાંત નીચે ઉતરી જાય ત્યારે દાંતમાં અને પેઢામાં બૈક્ટેરિયા થવા લાગે છે. આ લક્ષણો પાયેરિયાના છે. આ બીમારીની સારવાર પણ તુરંત કરાવી લેવી જોઈએ.

પીરિયોડોંટિસઆ બીમારી જિન્જીવાઈટિસનું બીજું સ્ટેજ છે. જિન્જીવાઈટિસની સારવાર ન કરવામાં આવે તો પીરિયોડોંટિસ થઈ શકે છે. આ સમસ્યામાં દાંત અને હાકડા વચ્ચે જગ્યા થઈ જાય છે અને તેમાં ધીરેધીરે સડો થઈ જાય છે. આ સડો ખૂબ ઝડપથી ફેલાય છે અને દાંત પડવા લાગે છે.જો દાંતમાં ઉપરોક્ત કોઈપણ સમસ્યા હોય તો તેની દવા શરૂઆતમાં જ કરાવી લેવી. આ ઉપરાંત દિવસમાં બે વખત દાંત સાફ કરવા. ખાસ કરીને ખોરાક લીધા પછી મોંની સફાઈ સારી રીતે કરવી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક સ્વાસ્થ્ય સંબંધિત માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી