તમારા રસોડામાં જ છે તમારા વાળનો તારણહાર.. રાખો છો ને આ બધી સામગ્રી???

તમારા રસોડામાં જ છે તમારા વાળનો તારણહાર

દૂધદૂધ એ ચરબી, પ્રોટિન, ખનીજ તત્ત્વો, વિટામિન્સનો કૂદરતી સ્રોત છે. અને આ બધી જ વસ્તુઓ તમારા વાળના કોષોને મજબુત બનાવે છે.

અરધી વાટકી દૂધ લો તેને તમારા વાળમાં તેલની જેમ ઘસો. અરધો કલાક માટે તેને તેમજ છોડી ત્યાર બાદ તમે તેને પ્રથમ પાણી અને ત્યાર બાદ શેમ્પુથી ધોઈ શકો છો.

મીઠો લીમડોમિઠો લીમડો એ પ્રોટિન, બેટા-કેરોટિન અને એમિનો એસિડનો એવો સ્રોત છે જે તમારા નુકસાન ગ્રસ્ત વાળને પોષણ પુરુ પાડી સ્વસ્થ બનાવે છે.

મીઠા લીમડાનાં 5-6 પાંદડાને તમે જેટલું તેલ માથામાં નાખતા હોવ તેટલા પ્રમાણમાં કોપરેલ તેલ લઈ તેમાં પાંદડા ઉકાળો. તેને તેમજ આખી રાત રહેવા દો, સવારે તેલ ગાળી વાળમાં માલિશ કરો.

જીરુઆયર્ન તત્ત્વથી ભરપુર આ સામગ્રી તમારા વાળને પુનઃજીવંત બનાવશે.કોપરેલ તેલમાં એક ટીસ્પુન જીરુ પાવડર નાખી તેનાથી વાળમાં માલિશ કરો. તેને તેમજ એક કલાક રહેવા દઈ વાળ ધોઈ નાખવા.

ટામેટાવિટામિન એ અને સીથી ભરપુર ટામેટા વાળને થયેલા નૂકસાનને પળવારમાં દૂર કરી દે છે. 2 ટામેટાનો જ્યૂસ બનાવી આ પલ્પને તમારા વાળમાં ઘસો. તેને તેમજ 30 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ શેમ્પુથી વાળ ધોઈ લેવા.

મેથીના દાણાવાળ માટે મેથીના દાણા ઉત્તમ છે. પ્રોટિન, વિટામિન્સ, લેસિથિનથી ભરપુર મેથી વાળ માટે આશિર્વાદરૂપ છે.
એક મુઠ્ઠી મેથીના દાણા થોડા કલાક પાણીમાં પલાળી રાખો. દાણા પલળીને મુલાયમ થઈ જાય એટલે તેની પેસ્ટ બનાવી તેનો વાળમાં લેપ લગાવવો. તેને 15-20 મિનિટ રાખી શેમ્પુથી ધોઈ લેવું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી