ઘૂંટણની પીડા માત્ર એક જ અઠવડિયામાં થશે ગાયબ

ઘૂંટણની પીડા આજે ઘર ઘપની સમસ્યા બની ગઈ છે. આજે અમે તમને આ તકલીફમાંથી મુક્તિ મેળવવા માટેનો એક એવો નુસખો જણવિશું કે જેને અજમાવ્યાના એક જ અઠવાડિયામાં તમને તમારી આ પીડામાંથી મુક્તિ મળી જશે.

આ એક માત્ર સંશોધન છે કોપનહેગન યુનિવર્સિટીનું.

આ સંશોધન લગભગ 200 લોકો પર કરવામાં આવ્યું છે. કોપનહેગન યુનિવર્સિટીના ડોક્ટરે એક સંશોધન કર્યું અને આ સંશોધન વિષે, કેનેડાથી પ્રકાશિત એક મેગેઝિન “વીકલી વર્લ્ડ ન્યૂઝ”માં 17 જાન્યુઆરી 1995માં છાપવામાં આવ્યું હતું. આ સંશોધનમાં 200 એવા દર્દીઓને લેવામાં આવ્યા હતા જેમને સાંધાનો દુઃખાવો હતો અને જે લોકો સંધિવાના દર્દી હતા. આ સંશોધનમાં બધા જ દર્દીઓને સાત દિવસ સુધી એક ચમચી મધ અને અરધી ચમચી તજ પાવડર મિક્સ કરી ભુખ્યા પેટે આપવામાં આવ્યું. આ પ્રયોગના પરિણામ ખુબ જ અચંબિત કરનારા હતા.

સાત દિવસ બાદ આ દર્દીઓમાંના 73  લોકો ગોઠણની પીડાથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ ગયા હતા અને ઘણા બધા લોકો જે સંધિવાના કારણે સહારો લીધા વગર ચાલી પણ નહોતા શકતાં તેઓ આ પ્રયોગને એક મહિના સુધી ચાલુ રાખ્યા બાદ કોઈ પણ જાતની પીડા વગર તેમજ મદદ વગર ચાલવા લાગ્યા હતા.

તજના ઉપયોગમાં સાવચેતી

આ પ્રયોગમાં એક સાવચેતી ચોક્કસ રાખો. તજની પ્રકૃતિ ગરમ હોય છે અને ડેનમાર્ક અને ભારતની ભૌગોલિક આબોહવાને ધ્યાનમાં રાખી જો તમારે આ પ્રયોગ કરવો હોય તો તેના માટે શિયાળો એ ઉત્તમ સમય છે. પણ જો તમે ઉનાળામાં આ પ્રયોગ કરો તો ત્યારે તમારે માત્ર ¼ ચમચી જ તજ પાવડર લેવો.

આ સંશોધન વિષે અમે તમને એક બાબત જણાવી દઈએ કે આ સંશોધન 1995માં થયું હતું અને તે સમયે રિફાઈન્ડ ઓઇલનું એટલું પ્રચલન નહોતું માટે જો તમારે આ દુઃખાવાથી સંપુર્ણ છુટકારો મેળવવો હોય તો તમારે તમારા

રસોડામાંથી રિફાઈન્ડ ઓઈલ નામના ઝેરને જાકારો આપી દેવો જોઈએ. તેની જગ્યાએ તમે સરસિયાનું તેલ, મગળફળીનું તેલ, તલનું તેલ અથવા એવું કોઈ પણ તેલ જે તમારા વિસ્તારમાં નીકાળવામાં આવતું હોય તેનો ઉપયોગ કરો.

લેખન સંકલન : દીપેન પટેલ 

શેર કરો આ આરોગ્યવર્ધક  માહિતી દરેક મિત્ર સાથે અને આવી અવનવી પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

 

ટીપ્પણી