સાંભળો ખતરાની ઘંટી…શરીરમાં આ લક્ષણોમાંથી કોઈ પણ ઍક જણાય તો લો…તરત પગલા.

મોટાભાગે હાર્ટ અટેક, સ્ટ્રોક, કેન્સર જેવી મોટી સમસ્યાઓની જાણ થયા પછી આપણને જાણ થાય છે કે, આપણું સ્વાસ્થ્ય ખરાબ થઇ રહ્યું છે અને આ પ્રકારના સ્વાસ્થ્ય સંકટ પછી આપણે આપણાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઇ જઇએ છીએ. આ સમસ્યાઓ પછી જ આરણે આપણાં શરીરને ફરી સંતુલનમાં લાવવા માટે અને જીવનશૈલીમાં પરિવર્તન લાવવાના ઉદેશ્ય તરફ પ્રરિત થઇ જઇએ છીએ.

પરંતુ શરીર દ્વારા જાણ થતા બીમારીના આ સંકેતોને પહેલાંથી જ સમજી લેવાથી આપણે આ સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકીએ છીએ. આ સંકેતો શરીરમાં સૂચના આપતાં રહે છે અને જો તમે આ સૂચનાઓને નથી સાંભળી શકતા તો શરીર તે સમસ્યાને મોટું સ્વરૂપ આપીને જણાવે છે. આ માટે જ આજે અમે તમારી આ લેખમાં એવા જ સંકેતો લાવ્યા છીએ જેના દ્વારા તમે શરીરના આ સંકેતો અને સૂચનાઓને સરળતાથી સમજી શકશો.

અનિદ્રાઃ-

તણાવ હોર્મોન કોર્ટિસોલ તમારા શરીરને આરામ અને રિચાર્જ થવાનો સંકેત આપે છે. પરંતુ અનિદ્રાની સમસ્યાથી પીડિત હોવાને કારણે કોર્ટિસોલનું સ્તર રાતના સમયે ઘણું વધી જાય છે, અને શરીરમાં તણાવ પ્રતિક્રિયાઓ કરવા લાગે છે. વૈજ્ઞાનિક મુજબ, જ્યારે તમારો સ્ટ્રેસ હોર્મોન વધી જાય છે તો તમારા શરીરની પ્રાકૃતિક શક્તિઓ ઘટી જાય છે. જેનાથી તમે બીમાર થઇ શકો છો.

લંબાઈ ઓછી થવી.:-

આ ખૂબ જ અજીબ વાત છે, પરંતુ સત્યે છે, ડોક્ટર દ્વારા માત્ર બે વર્ષમાં પહેલાં માપેલી લંબાઈ 5’7 ઇંચ હતી, જે હવે ઘટીને 5’6½ થઇ ગઇ છે. શું તમારું કદ ઘટી રહ્યું છે? આવું એટલાં માટે કારણ કે, હાડકાંઓનું પતન થવું શરૂ થઇ ગયું છે અને પરિણામ સ્વરૂપ તમે ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાથી ગ્રસ્ત થઇ રહ્યા છો. આ સમસ્યાથી ઉમર વધવાને કોઇ લેવાદેવા નથી. આ માટે જો તમારું કદ ઘટી રહ્યું છે તો તમારે હાડકાઓના સંકેતને સમજવા જોઇએ. જો તમે હાંડકાઓને સ્વસ્થ બનાવવા માટે ઉપાય નથી કરી રહ્યા, તો તમને હિપ ફ્રેક્ચર સમસ્યાથી પરેશાન થવું પડી શકે છે. આ માટે પોતાના હાંડકાઓને સ્વસ્થ બનાવવા માટે તમારે પ્રાકૃતિક કેલ્શિયમ, વિટામિન ડી ભરૂપર માત્રામાં લેવું જોઇએ.

“એપલ શેપ બોડી”

વધારે વજન ધરાવતા લોકોને બે શ્રેણિઓમાં રાખવામાં આવે છે. (1) “એપલ શેપ બોડી” એટલે જે વ્યક્તિનું કમર અને પેટની આસપાસ વધારે વજન હોય અને (2) “નાસપતી” આવા લોકો ને હિપ્સ અને જાંઘની આસપાસ વજન વધારે હોય છે. વજનનું વધવું તે ખરાબ સ્વાસ્થ્યનો એક સંકેત છે, અને સફરજનના આકારના લોકોમાં નાસપતીના આકારના લોકોની તુલનામાં હ્રદય રોગનો ખતરો વધારે જોવા મળે છે.

હમેશાં થાકનો અનુભવ કરવોઃ-

ભાગદોડ ભર્યા જીવનમાં થાક અનુભવો તે સ્વાભાવિક છે, પરંતુ જો આ થાક રોજની વાત બની જાય તો તમારે જરૂર તપાસ કરાવી જોઇએ. આ થાક અંડરએક્ટિવ થાયરોઇડનું કારણ પણ બની શકે છે, જેનાથી ઘણા રોગ ડિપ્રેશન, હાઈ બ્લડ પ્રેશર, રક્ત પ્રવાહ યોગ્ય ન હોવો અને હૃદય રોગ સાથે સંબંધિત અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે. થાકને કારણે તણાવનો અનુભવ થયો અને વધારે ઉંઘ આવવી શરીરમાં વિટામિન બી-12ની કમીનો પણ સંકેત છે.

યૂરીનનો રંગ પીળો હોવોઃ-

હાઇડ્રેશન એક સ્વસ્થ શરીર બનાવી રાખવા માટે જરૂરી છે, અને યોગ્ય પ્રમાણમાં હાઇડ્રેશન હોવા પર તમારા યૂરીનનો રંગ પૂર્ણ રીતે સ્પષ્ટ થઇ જાય છે. પરંતુ પીળા રંગનું યૂરીન આ વાતનો સંકેત છે કે, તમે તરલ પદાર્થોનું સેવન નથી કરી રહ્યાં. યાદ રાખો કે, કેફીનયુક્ત અથવા માદક પેય શરીરને ડિહાઇડ્રેટ કરે છે અને સોડા કેમિલકથી ભરપૂર હોય છે, આ માટે પાણી, હર્બલ અથવા ગ્રીન ટી, નારિયેળ પાણી, ગ્રીન જ્યૂસને યોગ્ય પ્રમાણમાં દરરોજ તમારી દિનચર્યામાં સામેલ કરો.

નસકોરાની સમસ્યાઃ-

નસકોરા સ્લીપ એપનિયાની શરૂઆતનો સંકેત આપે છે, શ્વાસ લેવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી આવવી નસકોરાની સમસ્યાનું મુખ્ય કારણ હોય છે. ગળાનો પાછળનો ભાગ સંકોચાઇ ગયો હોવાથી શ્વાસ લેવાની જગ્યા સંકોચાઇ જાય છે, જેનાથી આસપાસની ટિશ્યૂમાં કંપન થવા લાગે છે અને સૂતી સમયે નસકોરાનો અવાજ આવવા લાગે છે. નસકોરાથી ફેફસામાં ફેફસાંનાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી જાય છે અને પછી હ્રદયની સમસ્યાનું જોખમ પણ વધી જાય છે.

હમેશાં ચિંતિત રહેવુઃ-

ચિંતા તમારા મનમાં ભાવનાના રૂપમાં શરૂ થઇને શરીરને ફિઝિયોલોજીમાં બદલી નાખે છે અને હ્રદય રોગ જેવી બીમારીઓને પ્રધાનતા આપે છે. પરંતુ ક્યારેક-ક્યારેક ચિંતા અન્ય પર સમસ્યાઓ તરફ પણ જઇ શકે છે. વધારે ભાવનાઓ જેવા સેક્સ હોર્મોન અસંતુલ, હાઇપરથાયઇડિસ્મ, ટ્યૂમર અને તેનાથી પણ વધારે ખતરનાક બની શકે છે. જો તમે વિના કારણ ચિંતા થતી હોય તો હોર્મોન પરીક્ષણ કરવા માટે પોતાના ડોક્ટર સાથે વાત કરી શકો છો.

હમેશાં ખંજવાળ આવવીઃ-

આ માત્ર એલર્જી અથવા અન્ય સોમ્ય ત્વચા વિકાર થઇ સકે છે. પરંતુ વધારે ખંજવાળ થવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે. વધારે ખંજવાળના માધ્યમથી તમારું શરીર તમારા લીવરની બીમારીઓથી પીડિત થવાનો સંકેત આપે છે.

કોલ્ડ અને ફ્લૂનું જલ્દી થવું-

આપણે બધા દરરોજ વાયરસ અને બેક્ટેરિયાના સંપર્કમાં આવીએ છીએ, પરંતુ એક સ્વસ્થ વ્યક્તિ આ રોગજનકો સાથે લડવા માટે સક્ષમ હોવો જોઇએ. કોલ્ડ અને ફ્લૂના કારણે દર સમયે બીમાર રહેનાર વ્યક્તિની પ્રતિરક્ષા પ્રણાલી નબળી થઇ જાય છે. જે માત્ર સંક્રામક રોગોના ખતરામાં નાખી શકે છે. પરંતુ કેન્સર જેવી જાનલેવા બીમારીનો ખતરો પણ વધારી દે છે.

હોઠનું ફાટવુ-

હોઠનું ફાટવું વિશેષ રૂપથી મુખના છિદ્રોમાં સતત દરાર પડવી બીમારીઓનું લક્ષણ હોઇ શકે છે. ફાટેલાં હોઠ “સૃક્કસોથ”ના નામથી ઓળખવામાં આવે છે, આ વિટામિન બી, વિશેષ રૂપથી વિટામિન બી-12ની કમીનું કારણ હોય છે. આ શરીરમાં લોહીની કમી એટલે કે એનીમિયાનો સંકેત હોઇ શકે છે. વિટામિન બી 12ની કમી પોપકોર્ન, જૈતૂનનું તેલ, પોષણ ખમીર, લાલ મરચા જેવા પદાર્થોથી પૂર્ણ થઇ શકે છે.

ત્વચાની સમસ્યાઃ-

તમારી ત્વચા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે અને જો આ કોઇ પ્રતિક્રિયા કરે છે, તો તેનો કોઇ અર્થ તે તમારા શરીરમાં બની રહેલી સમસ્યાઓ તરફ સંકેત કરે છે. જો તમારી ત્વચા પર ખીલ, સોરાયસિસ, એક્ઝિમા અથવા અન્ય સમસ્યાઓ બની રહેતી હોય. તમારી ત્વચા તરફથી ભોજન અથવા અન્ય એલર્જીનો સંકેત થઇ શકે છે, પરંતુ સતત આ સંકેત તંત્રિતા તંત્રમાં ગડબડીનો પણ સંકેત હોઇ શકે છે.

કબજિયાતઃ-

તમે તમારા આંતરડાને દિવસમાં એકવાર અથવા બે દિવસમાં એકવાર કામ કરવાનો અવસર આપો છો પરંતુ, જે લોકોના આંતરડા સ્વસ્થ હોય છે, તે દરેક સમયે ભોજન પછી સક્રિય થઇ જાય છે. જેમ તમે ભોજનને તમારા પાંચનતંત્રનો ભાગ બનાવો છો, તો આંતરડા વિશેષ પદાર્થોને બહાર કાઢવા પોષક તત્વો માટે સ્થાન બનાવે છે. જો એવું નથી થઇ રહ્યું, તો તમારી માટે ઘણી પરેશાનીઓ થઇ શકે છે. જ્યારે તમને કબજિયાત હોય છે, જ્યારે શરીરમાં વિષૈલ પદાર્થ આંતરડાની દિવાલોની મદદથી નીકળીને લોહીનો એક ભાગ બની જાય છે. જેનાથી શરીરમાં સોજા અને બળતરા થવા લાગે છે. આ બધી ક્રિયાઓથી તમારે ઘણી સમસ્યાઓ સામનો કરવો પડે છે. યાદ રાખવું કે શૌચ તમારા શરીરથી વિષૈલ પદાર્થ બહાર કાઢવાનો એક રસ્તો છે.

સંકલન : દીપેન પટેલ
સાભાર : દિવ્ય ભાસ્કર પેપર

ટીપ્પણી