હસવું અને રડવું

હસવાથી માત્ર હોઠ અને રડવાથી માત્ર આંખનેજ અસર થાય છે, તેમ નહિ પરંતુ આખા શરીર અને તેના દરેક અંગોને પણ અસર થાય છે.

ક્યારેક કોઈ વાત પર હસવું, ક્યારેક કોઈ વાત પર રડવું, એતો એક લાગણીઓ છેજ કે જે આપોઆપ વ્યકત થઇ જતી હોય છે. એ વાતનો ‘ઇન્ટરનેશનલ શેન થેરાપી એસોસિયેશન” પણ સ્વીકારે છે કે લાગણીઓનો સૂક્ષ્મ સબંધ આપણી બાયોલોજીકલ રિસ્પોન્સ અને સાઈકોલોજીકલ પ્રોસેસ આવેગો સાથે પણ હોય છે, આનો ઉલ્લેખ આપણી શરીરના ઈલાજની યુનાની વિજ્ઞાન પદ્ધતિમાં પણ થયેલો જોવા મળે છે.

ટ્રેડીશનલચાઇનીઝ મેડીસીન વર્લ્ડ ફાઉન્ડેશનની અનુસાર પણ ૫ હજર વર્ષ જૂની ચીની ચિકિત્સા વિજ્ઞાન પદ્ધતિનો મૂળભૂત આધાર પણ એ પાંચ અંગો પર જ છે, કે જેના પર લાગણીઓનો પ્રભાવ જોઈ શકાય છે. તેમાં જે લાગણીઓની વાત આવે છે, તે અનુસાર-
1. ગુસ્સાની અસર લીવર અને પિત્તાશય પર
2. ખુશીની અસર હર્દય અને આંતરડાઓ ઉપર
3. વિચાર,દર્દકેગ્લાની અસર પેટ પર
4. દુખઅને શોકની અસર ફેફસાઓ અને મોટા આતરડા પર
5. ડરની અસર કીડની અને મૂત્રાશય પર જોવા મળતી હોય છે.

ચીની સાઈકોલોજી આજે પણ ચીનીચિકિત્સ વિજ્ઞાન પદ્ધતિના આ સિદ્ધાંતોમાં માનેછે,જેના અનુસાર લાગણીઓનો આપણા અંગો સાથે ગાઢ સબંધ રહેલો છે.

આ વાતને મશહૂર ડોકટર મેરકોલા પણ સાચીજ માને છે, તેઓ કહે છે કે – તમારી બધીજ લાગણીઓની અસર તમારા શરીરના કોઈને કોઈ અંગ પર થતીજ હોય છે. લાગણીઓના આ પ્રભાવની અસરને ડોકટર મેરકોલા એક ચાર્ટ દ્વારા સમજાવવા કોશિશ કરે છે. ડોકટર મેરકોલા અને પ્રાચીન ચીનીચિકિત્સાપદ્ધતિ આ લાગણીઓની શરીરના અંગો પર થતી અસર અંગે વાત કહે છે.

ચિંતા
ટીસીએમ વર્લ્ડ.ઓરજી.ના રીપોર્ટ અનુસાર દુખોને લાંબા સમય સુધી સાથે રાખવાથી ચિંતા બની જાય છે,જેની અસર ફેફસાંઅને આંતરડાં પર થાય છે.તેના કારણે વ્યક્તિને શ્વાસ લેવાની તકલીફ થવાને સાથે,તે જલ્દીથી થાકી જાય છે.

શોક
શોકમાં રહેવાથી રડવું આવે છે,જેના કારણે ફેફસાને અસર થવાની સાથે શરીરમાં ઉર્જાની ખોટ જણાય છે,શ્વાસને લગતી અનેક બીમારીઓ આને કારણે થઇ જતી હોય છે.

ડર
શેન-નોગ.કોમની રીપોર્ટ જણાવે છેકે ડરની સીધીજ અસર તમારા હૃદય પર થાય છે.જેના કારણે તેના ધબકારા એકદમ વધી જાય છે.અથવાતો ધીમા પડી જાય છે.અને કીડનીને લગતી બીમારીઓ થવાનું જોખમ ઉભું થાય છે.

વિચાર
કોઈ પણ વાત અંગે જરૂરથી વધારે વિચારવાથી તમારી તબિયતને નુકસાન પહોચે છે.તેનાથી તમોને પેટને લગતી બીમારીઓ થવાનો ભય વધી જાય છે.

ગુસ્સો
ગુસ્સો એતો બધી બીમારીઓની જડ માનવામાં આવે છે. ચીની ચિકિત્સાવિજ્ઞાનપદ્ધતિના કહેવા પ્રમાણે તેનાથી સિરદર્દ અને બ્લડપ્રેસરની બીમારીની સમસ્યાઓ પેદા થાય છે.

ખુશી
તમોએ અત્યાર સુધી એમ સંભાળ્યું હશેકે ખુશ રહેવાથી મોટાભાગની બીમારીઓ આપમેળે જ દુર થઇ જાય છે,પરંતુચીનીચિકિત્સાવિજ્ઞાન પદ્ધતિ કહે છેકે વધારે ખુશ રહેનાર વ્યક્તિ પણ બીમારીઓનો શિકાર બને છે.તેમના અનુસાર વધારે ખુશી રહેનાર વ્યક્તિ અનીન્દ્રા,તાવ,અને હૃદયને લગતી બીમારીઓનો ભોગ બનતો હોય છે.

ટીપ્પણી