પતિ સાથે ક્યારેય ઝઘડો ન થાય તેવી ઈચ્છા હોય તો ધ્યાનમાં રાખો આ વાસ્તુ ટીપ્સ…

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થવો સામાન્ય વાત છે. પરંતુ આ ઝઘડો જો વારંવાર થાય અને તેનો અંત પણ ઝડપથી ન આવતો હોય તો આ વાતની અવગણના ન કરવી. આવી સ્થિતીમાં સૌથી પહેલાં તો મતભેદ સર્જતાં કારણને દૂર કરવું જોઈએ. પરંતુ જો એવું કોઈ જ કારણ ન હોય એટલે કે વારંવાર થતાં ઝઘડા અકારણ અને નાનીનાની વાતના હોય તો તેને દૂર કરવા અહીં દર્શાવેલી ટીપ્સને અપનાવો.hasband 
આપણાં ઘરમાં કે બેડરુમમાં રાખેલી વસ્તુના કારણે જો કોઈ પ્રકારનો દોષ સર્જાતો હોય તો તેની અસર દાંપત્યજીવન પર પણ પડી શકે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે દાંપત્યજીવનમાં ખલેલ કઈ કઈ વસ્તુઓ ઊભી કરે છે.

– બેડરૂમમાં બેડ પર જો અગલ અગલ ગાદલા રાખેલા હોય તો તે પતિ-પત્નીના સંબંધ બગાડી શકે છે. એટલા માટે બેડ પર હંમેશા એક જ ગાદલું રાખવું.બેડરૂમમાં વહેતાં પાણીની તસવીર કે પ્રતિકૃતિ પણ ન રાખવી.

ઘરની સજાવટમાં એવી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જેમાં કોઈપણ પ્રકારની એકલતા ન હોય. એટલે કે ઉદાસી દર્શાવતી પેન્ટીંગ, પતિ કે પત્નીનો એકલા હોય તેવો ફોટો વગેરે.બેડરૂમમાં લવબર્ડસ, રાધા-કૃષ્ણ કે સારસ પક્ષીની જોડી રાખવાથી પણ દંપતિ વચ્ચેનો પ્રેમ વધે છે.

સાફ-સફાઈ ઘરમાં હોવી જ જોઈએ પણ આ વાતનું ધ્યાન બેડરૂમમાં ખાસ રાખવું. બેડરૂમમાં જરા પણ ગંદકી ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું.બેડરૂમ અસ્તવ્યસ્ત ન હોય તેનું પણ ખાસ ધ્યાન રાખવું. અસ્તવ્યસ્ત હોય તેવા સ્થાન પણ મનને અશાંત કરે છે.

પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ વધારવા માટે લાલ રંગથી દૂર રહેવું. એટલે કે બેડરૂમમાં લાલ રંગનો ઉપયોગ ન કરવો. બેડશીટ, પડદા વગેરે લાલ રંગના ન હોય તેનું ધ્યાન રાખવું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી અને ઉપયોગી ટીપ્સ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી