એપ તે લોકોને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે મદદ કરશે…

સ્માર્ટફોન આજે મોટાભાગના લોકોની જિંદગીનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આ જાદુઈ ડિવાઈસમાં એપ પણ હો છે. જે આપણી રોજબરોજની જિંદગીને સરળ બનાવવાની સાથેસાથે આપણને ફીટ રહેવામાં પણ મદદ કરે છે. આવી જ એક એપ iPhoneએ બનાવી છે. એપ્પલએ iPhone માટે શરૂ કરેલી નવી એપ હૃદયના દર્દીઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. હવે એપ તે લોકોને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે મદદ કરશે જે હાર્ટ એટેકથી બચી ગયા છે. ‘કોરી’ નામની આ એપ એપ્પલ કેયરકિટ પ્લેટફોર્મ પર પહેલી કાર્ડિયોલોજી એપ છે અને તે દર્દીઓને હૃદયની બીમારીઓ વિશે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પ્રોસેસ વિશેની બધી જાણકારી આપે છે.

રિપોર્ટસ અનુસાર, આ એપ એપલ કેરકિટની પ્લેટફોર્મ પર પહેલી કાર્ડિયોલોજી એપ છે. આ એપનું કામ દર્દીઓની દિલની બીમારીઓ વિશે અને હોસ્પિટલની સમગ્ર ડિસ્ચાર્જ પ્રોસેસ બતાવવાનું છે. તેની ખાસ બાબત એ છે કે, તેના દ્વારા દર્દી હાર્ટ એટેક બાદ પોતાના મેડિટેશન, ફોલો અપ એપોઈન્ટમેન્ટ અને લાઈફસ્ટાઈલમાં જરૂરી ફેરફાર કરવા વિશેની બધી જાણકારી મેળવી શકશે. આમ આ એપનો ઉપયોગ દિલના દર્દીઓને પોતાનું ધ્યાન રાખવામાં મજબૂત બનાવશે. અમેરિકાની જ્હોન હોપસિંગ યુનિવર્સિટીનાં વિલિયમ યાંગએ કહ્યું કે, આ એપથી દર્દીની પોતાનું ધ્યાન રાખી શકે છે અને એપ પર ઉપલબ્ધ બધી સુવિધાનો લાભ ઉઠાવી શકે છે.

આ એપની મદદથી દર્દી પોતાના મેડિટેશનનુ ટ્રેક કરી શકે છે. તેનાછી તેમને એ પણ જાણકારી મળશે કે તેમને ક્યારે અને કેવી રીતે પોતાનું ધ્યાન રાખવું જોઈએ. સાથે આ એપને એપ્પલ વોચથી સિક કરીને હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરને મોનિટર કરી શકે છે. તેમજ આ એપ દર્દીના સ્વાસ્થયને વધુ વિસ્તારથી જોવા માટે એક બ્લૂટૂથ બ્લડ પ્રેશર મોનિટરથી પ્રાપ્ત થયેલા પરિણામનું પણ વિશ્લેષણ કરે છે.

ટેસ્ટિંગમાં મળ્યા રિઝલ્ટ


આ એપનું ટેસ્ટિંગ જોન્સ હોપકિંસ હોસ્પિટલ અને જોન્સ હોપકિંગ બેવ્યુ મેડિકલ સેન્ટરના 60 દર્દીઓ પર કરાયું હતું, અને તેમાં માત્ર 3 ટકા દર્દીઓને 30 દિવસની અંદર ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી. આમ, તેઓ સમયસર સતર્ક થઈ ગયા હતા. આમ, આ એપની મદદથી દર્દીઓના સ્વાસ્થ્યનું વધુ સારી રીતે ધ્યાન રાખી શકાય છે. તેમજ હોસ્પિટલનો ખર્ચ પણ બચી શકે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી ઉપયોગી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી