“હરિયાળી બિરયાની” – એક સ્વાદિષ્ટ અને મસાલેદાર વાનગી છે…

હરિયાળી બિરયાની એક સ્વાદિષ્ટ અને મસાલેદાર વાનગી છે . મોઢા માં જાણે ફ્લેવર્સ ના બોમ્બ ફૂટશે .. આ રજા ઓ માં મિત્રો અને સંબંધી ઓ ને ઘરે આમંત્રિત કરો અને એકદમ સેહલી પણ સ્વાદ માં ખુબ જ સરસ એવો બિરયાની જરૂર થી ટ્રાય કરજો …

આ બિરયાની માં ઇચ્છાનુસાર શાક ઉમેરી શકાય . અહી બતાવેલી રીત માં મેં વધારે લીલા શાક ઉમેરેલા છે.

સામગ્રી :

· ૫ કપ બાસમતી રાંધેલા ભાત,
• ૫-૬ ચમચી તેલ,
• ૨ એલૈચી,
• ૧-૨ તજ પત્તા,
• ૧ નાનો કટકો તજ,
• ૨ લવિંગ,
• ૧ ચક્રી ફૂલ,
• ૧.૫ ચમચી શાહી બિરયાની મસાલો (એવેરેસ્ટ),
• સ્વાદનુસાર મીઠું,
• ૧/૨ કપ ફણસી ( લાંબા કટકા કરવા ),
• ૧/૪ કપ લીલા વટાણ,
• ૨ ડુંગળી જીણી સમારેલી,
• ૧/૨ કપ લીલું કેપ્સીકમ,
• ૧/૨ કપ ગાજર (લાંબા પાતળી કટકા કરવા ),
• ૨ ડુંગળી લાંબી સમારેલી,
• ૪ ચમચી કોથમીર , જીણી સમારેલી .. સજાવટ માટે,

મસાલો બનાવવા માટે :

• ૨ કપ તાજા ફુદીના ના પત્તા,
• ૧/૨ કપ કોથમીર,
• ૨ ચમચી સુધરેલું આદુ,
• ૪-૫ લીલા મરચા,
• મુઠી ભર લીમડો,
• ૧ ચમચી જીરું,
• ૨ ચમચી લીંબુ રસ,
• મીઠું,

રીત :

અહી પેહલા આપડે જોઈશું બાસમતી ચોખા નેરાંધવા ની રીત .. થોડી સાવધાની , થોડી ચીવટ અને પરફેક્ટ સફેદ છૂટો રાંધેલો ભાત ..
ઉકળતા પાણી માં રાંધવો બાસમતી ભાત, કુકર માં રાંધેલો ભાત સીધો ખાવા માટે બરાબર છે પણ પુલાવ કે બિરયાની બનવા માટે કુકર ણો રાંધેલો ભાત મોટા ભાગે perfect પરિણામ નથી આપતું . બાસમતી ચોખા ને રાંધવા માં ઘણા પરિબળો કામ કરે.. ચોખા ની ગુણવત્તા , પાણી ની ગુણવત્તા વગેરે ..

ચોખા ને ધોય ને ૩૦-૪૦ min પૂરતા પાણી માં પલાળી રાખો . પલાળી લીધા પછી ચોખા કડી પણ ધોવા નહિ . પોહળા વાસણ માં પુરતું પાણી ઉકાળવું. પાણી ઉકળે એટલે એમાં પલાળેલા ચોખા , મીઠું, ૧ ચમચી ઘી અને ૧/૨ ચમચી લીંબુ નો રસ ઉમેરવો . ઘી/તેલ ઉમેરવા થી ચોખા એક બીજા સાથે ચોટશે નહિ .. મીઠું અને લીંબુ ચોખા ને સફેદ અને ફૂલેલા બનાવશે . ભાત ને વાનગી માટે વઘારતા પેહલા પૂરી રીતે ઠરી જાય એ ચકાસી લેવા .. ગરમ ભાત ને ભૂકો થતા વાર નહિ લાગે .

ફણસી , ગાજર , લીલા વટાણા ને મીઠું અને ચપટી સોડા નાખી અધકચરા બાફી લેવા .. કોરા કરી બાજુ પર રાખી લો . મસાલા માટે ની બધી સામગ્રી ને મિક્ષેર માં નાખી એકદમ ઓછા પાણી સાથે વાટી સ્મુધ પેસ્ટ બનાવી લો .

કડાય માં તેલ ગરમ કરો . લાંબી સમારેલી ડુંગળી એમાં તળો જ્યાં સુધી ડુંગળી કડક થાય . એને ડીશ માં લઇ બાજુ પર રાખી લો . એ જ કડાઈ માં તજ , લવિંગ , તજ પત્તા , ચક્રી ફૂલ અને એલૈચી નાખી શેકો. પછી તેમાં હિંગ અને સમારેલી ડુંગળી નાખો .. રંગ બદલે ત્યાં સુધી શેકો . હવે એમાં કેપ્સીકમ , બધા બાફેલા શાક અને ફુદીના ની પેસ્ટ ઉમેરો . સારી રીતે મિક્ષ કરો અને તેમાં રાંધેલો ભાત ઉમેરો. ૨-૩ ચમચી પાણી છાંટો … ધીમી આંચ પર થોડી વાર રાખો. ૪-૫ min બાદ ગરમ ગરમ પીરસો ..

બિરયાની ઉપર સજાવટ માટે સમારેલી કોથમીર અને તળેલી ડુંગળી વાપરો …

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

શેર કરો આ ટેસ્ટી રેસીપી તમારા ફેસબુક પર અને દરરોજ અવનવી વાનગી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી