શું એક પિતા પોતાના પુત્રની હત્યા કરી શકે?? હા કરી શકે, વાંચો આ વાર્તા….

“પ્રમાણિક ગુનેગાર”

ગાંધીનગર હાઈવે..રાત્રીના ૧૦ વાગ્યાનો સમય..અંધકારમાં હાઈવેના એક ખૂણામાં ખરડાઈ ગયેલા વૃદ્ધની જેમ ઉભો રહેલોપાનનો ગલ્લો..ગલ્લા પાસે ઉભી રહેલી કાર અને તેમાં લબુક ઝબુક થઇ રહેલી પાર્કિંગ લાઈટ…કારની બહાર બોનેટ પાસેઉભેલા બે યુવાન..ઇમાનદારીનો મજબૂત રસ્તો છોડી બેઈમાનીના નવા કાચા રસ્તા પરના સફરમાં જવા થનગની રહેલોઅભિજીત અને હાથમાં સિગરેટ પકડી ઉભો રહેલો આકાશ..સિગરેટનો નીકળતો ધુમાડો જાણે આકાશના બેઈમાન ભૂતકાળનીઆપવીતી કહી રહ્યો હોય તેમ વારંવાર નજર સામે આવી જતો અને આકાશ હાથથી ધુમાડો દૂર કરતા અભિજીતને સોનેરીસલાહ આપી રહ્યો હતો..
“અમીર થવું હોય તો ઇમાનદારીનો રસ્તો છોડી નવી રાહ પકડવી પડે, અભિજીત….એવી રાહ એવો રસ્તો કે જ્યાં ઓછાસમયમાં અઢળક પૈસા તમારા થવા માટે તડફડી રહ્યા હોય”

આજે ૩૨ વર્ષનો જુવાનિયો ૨૩ વર્ષના ઉગી રહેલા એક નવયુવાન અભિજીતને ઈમાનદારીનું મુકુટ ઉતારી બેઈમાનીનું સોનાનુંમુકુટ પહેરવા ઉત્સુક કરી રહ્યો હતો.. આકાશ અને અભિજીતનો દીવમાં દારૂના ટેબલે પર ભેટો થયો હતો. અભિજીતઆકાશની બેઈમાની ની ભપકાદાર અને મોટી મોટી વાતોથી અંજાઈ ગયો હતો અને નક્કી કર્યું હતું કે જે દિવસે ઇમાનદારીનોરસ્તો છોડીશ એ દિવસે સૌથી પેહલા આકાશની સલાહ લઈશ. અભિજીત પોતાનું ભણવાનું પૂરું કરીને છેલ્લા ૧ વર્ષ થી જોબકરી રહ્યો હતો પણ પૈસા અને મોજ શોખની વધતી જતી લાલચે અભિજીતને નવા પેંતરા અજમાવવા પ્રેરિત કર્યો.
જુવાન થયો ત્યારથી જ મેહનતને હાથતાળી આપી શોર્ટકટથી જ પૈસા કમાવવામાં માનતો આકાશ જાણે આજે જુગાર, સટ્ટોજેવા બે નંબરના ધંધામાં માહિર થઇ ગયો હતો. લક્ષ્ય વગરનું જીવન જીવતો આકાશ જીવનના શતરંજને ઉંધી રીતે રમી રહ્યોહતો, આમ છતાં પણ જાણે પોતે બાહોશ ખેલાડી બની ગયો હોય તેમ મનોમન માની બેઠો હતો.પોતાના મિજાજી સ્વભાવથીમિત્રોના નામ પર ઘણા દુશ્મનો બનાવ્યા હતા જે રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આ ઉડી રહેલા પંખીની પાંખો કાપીએ.

આવી પાયાવિહોણી સલાહ અભિજીતને આપી ગાડી સ્ટાર્ટ કરી બન્ને જણા ઘરે જવા નીકળ્યા. આકાશના બેઈમાન ધંધા અનેએનું ભપકાદાર વ્યક્તિત્વ એના ઘરના દરવાજાની બહાર પૂરતું જ સીમિત હતું. કારણકે ઘરમાં તો જાણે એ બેઈમાનીનો વધકરવા ઇમાનદારીનું ધનુષ્ય હાથમાં લઈને બેઠા હોય તેવા તેના પિતા હરજી અમીરચંદ મેહતા હતા. પુરા થયેલા “૬૫ વર્ષ”અને “નિવૃત્તિ” આ બન્ને શબ્દોને તો ભૂલી જઈને એ માત્ર પોતાના પ્રવૃતિમય જીવનમાં વ્યસ્ત રહેતા. જેટલા આકાશેબેઈમાનીના ઘૂંટડા પીધા હતા તેનાથી વધારે ઈમાનદારીની વળગણ હતું હરજી મેહતા ને. અને એટલે જ એ બન્ને બાપદીકરાનું બનવું એ અસંભવ હતું. હરજી મેહતાએ જ્યારથી આકાશ સમજણો થયો ત્યારથી એના કરતૂતો જોઈને એને ઘણી વારસુધારવાનો પ્રયત્ન કર્યો.

પણ છેલ્લે મળી તો નિરાશા જ. હરજીભાઈના સ્વમાની અને ઈમાનદાર સ્વભાવને પહેલેથી જ સોસાયટીમાં ઈજ્જત મળેલી અનેઆ ઈજ્જતનો દુરુપયોગ કરવામાં આકાશે ક્યારેય કચાસ નહોતી રાખી. કેટલાય સબન્ધીઓ પાસેથી હરજીભાઈના નામ પરએમની જાણ બહાર ઉછીના પૈસા લઇ આવતો અને સટ્ટામાં અને દારૂ પીવામાં વેડફી નાખતો. જયારે પૈસા પાછા આપવાનોસમય આવે ત્યારે રફફુચક્કર થઇ જતો એટલે વાજતે ગાજતે લેણદારોનો વરઘોડો હરજીભાઇના ઘરે પહોંચતો. થાકી ગયા હતાહરજીભાઇ એની ભૂલો ને સુધારતા સુધારતા. કારણ કે આકાશ ઘણીવાર તો નફ્ફટની જેમ ખાલી હાથે લેણદારો સામે ઉભો રહીજતો છેવટે હરજીભાઈને જ એ બેઈમાનીના ધંધામાં ગુમાવેલા રૂપિયા ચૂકવવા પડતા હતા. હરજીભાઇ આકાશની હરકતો સહનકરી રહ્યા હતા તેની પાછળ એક જ કારણ જવાબદાર હતું અને એ કારણ હતી તેમની પુત્રવધુ “નંદિતા”.

નાનપણથી કાકા કાકી સાથે ઉછરેલી નંદિતાના સંસ્કાર અને સહનશક્તિએ જ સાસુ વગરના આ ઘરમાં આકાશ અને હરજીમેહતા ને જોડી રાખ્યા હતા. નહિતર ક્યારના બન્ને માંથી એક અલગ થઇ ગયું હોત. કાકા કાકી ના તોછડા સ્વાભાવનાનપણથી સહન કરી નંદિતા જાણે સહનશક્તિ ની મૂર્તિ બની ગઈ હતી. હરજી મેહતા એ નંદિતા જ્યારથી લગ્ન કરી આવીત્યારથી દીકરી કરતા પણ વધારે વ્હાલ આપ્યું હતું, કારણ કે તે જાણતા હતા કે આકાશની હરકતો કઈ રીતે નંદિતા સહન કરીરહી હતી. દારૂ પીને મનફાવે એ સમયે ઘરે આવવાનું, ઘરમાં આવી ગમે ત્યાં વોમિટ કરવાની અને ઘણી વાર તો નંદિતાપર હાથ પણ ઉપાડ્યો છે, પણ આ ઉપડેલા હાથ નો અવાજ નંદિતા એ કોઈ દિવસ બહાર સંભળાવવા દીધો ન હતો. પણઆખરે હરજી મેહતા તો આકાશ નો બાપ હતો, એટલે એ સારી રીતે આકાશ ને જાણતો કે એ નાલાયક કેટલી હદ સુધીનાનીચા કામ કરી શકે છે. નંદિતા ભલે કોઈ દિવસ હરજી મેહતા ને કઈ ફરિયાદ નહોતી કરતી પણ એનો માસૂમ ચેહરો વીતેલીએ દર્દભરી રાતોની કહાની કહી દેતો હતો અને આ આટલી હદ સુધીની નંદિતાની મૂંગી માસુમિયત હરજી મેહતાને ઘણી વારવાગતી હતી.

તેમને કેટલીય વાર નંદિતા ને સમજાવી હશે કે ” આ નાલાયક તો કોઈ દિવસ નહીં સુધરે, તું તારા પિયરે જતી રહે, તોઆના ત્રાસથી તો બચીશ, અને નંદિતા મારી તો તને ત્યાં સુધી વિનંતી છે કે બને તો આ નરાધમ પાસેથી છુટા-છેડા લઇ લેઅને નવેસરથી જીવનની શરૂઆત કર”
પણ નંદિતા દર વખતે બસ આવું કેહતી કે “ના પપ્પા, હું આવી રીતે એમને તરછોડી અને તમારો વ્હાલ છોડી જાઉં એટલીહિમ્મત મારામાં નથી, હવે પાછું મારે એ કાકા-કાકી સાથેના નરકમાં નથી જઉં. પછી હસતી અને કેહતી કે આમ પણ પપ્પા,તમને તો ખબર જ છે જો હું છુટા-છેડા લઇ પણ લઉં ને તો આપણો કહેવાતો “સુધરેલો સમાજ” ડિવોર્સ લીધેલી સ્ત્રીનેજોવાની નજર બદલી નાખે છે, પછી હું તે લોકો માટે બિચારી બાપડી બની જઈશ અને જાણે સેકન્ડ હેન્ડ સ્કૂટર વેચવાનું હોયતેમ મારા મૂલ્યો, સપનાઓ અને આશાઓને અડધી કિંમતથી આંકી, તેવા જ ખરીદનાર સાથે આ સમાજ મને તોલશે અનેક્યારે મારો સોદો થઇ જશે એનો ખ્યાલ પણ નહીં રહે, અને પછી નાનપણથી જે પિતાના પ્રેમ માટે તરસતી હતી, તેનેતમારા જેવા પપ્પા પણ થોડી મળશે.
પપ્પા, હું એટલે જ તો ખુશ અને વ્યસ્ત રહેવા ઘરે બેઠા આ કેક બેકિંગની મારી નાનકડી બેકરી ચલાવું છું, જેથી મારા બેકામ થઇ જાય હું વ્યસ્ત પણ રહું અને થોડી ઘણી બચત પણ થાય, એટલે તમે મારી ચિંતા ના કરો”
આવું સાંભળી હરજી મેહતાને ઘણી વાર નંદિતાની મેહનત અને સહનશક્તિને સલામી આપવાનું મન થતું. એમને આનંદ પણથતો કે, ચલો બેઈમાન દીકરો તો કમાવવા લાયક ના બન્યો, પણ મારી આ વ્હાલી દીકરી ઈમાનદારીથી આર્થિક સ્વતંત્ર થઇરહી હતી”

***

રાતના ૧૧:૩૦ વાગ્યા હતા. ગણ ગણ કરી રહેલા તિમરાઓના અવાજ સંભળાઈ રહ્યા હતા.ઘરની બહારની નાની પીળી લાઈટહરજી મેહતાના ગુસ્સા સાથે આકાશની ચગડોળે રાહ જોઈ રહી હતી.નંદિતા તેની ખાસ મિત્ર કર્ણિકાની ડિલિવરી થવાની હતીએટલે હોસ્પિટલમાં જ રોકવાની હતી.આજે તો, આકાશ આવે એટલે તેની પર શબ્દોની સાથે સાથે લાકડીથી પણ તૂટી પડુંએટલો ગુસ્સો હરજી મેહતા ને આવી રહ્યો હતો. લાલચોળ થઇ ગયેલા હરજી મેહતા પીળી લાઈટ નીચે આંટા મારી રહ્યા હતા,જાણે ઘડિયાળ નું લોલક એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યું હોય. ત્યાં જ ગેટ ખુલવાનો અવાજ આવ્યો અને નજર સામેહતા હરજી મેહતાના લાડકવાયા “આકાશ મેહતા”. આજે હરજી મેહતાના નસીબ સારા હતા કે આકાશ દારૂ પીધા વગર આવ્યોહતો, પણ આકાશના નસીબ એટલા જ ખરાબ કે એ દારૂ પીધા વગર આવ્યો હતો, કારણ કે આજે ઘણું સાંભળવાનું હતું એપાક્કું હતું. આકાશ ઝડપથી તેના પપ્પાને જોઈને અણદેખા કર્યા હોય તેમ ઘરના દાદરા ચઢી ગીતો ગણગણતો અંદર જવાગયો કે તરત જ,
“અત્યાર સુધી એક પણ એવા કામ કર્યા છે તે, કે તું મારી સામે આંખોથી આંખો મિલાવી શકે?” હરજી મેહતા વરસી પડ્યા
હરજી મેહતા આકાશનો હાથ પકડી તેને ઘરની વક્રાકાર સીડીઓ ચઢાવી છેક ઉપર ગેસ્ટ રૂમમાં લઇ ગયા અને આકાશને ધક્કોમારી, ગુસ્સામાં પ્રહારો કરતા રહ્યા,
” તારી હિમ્મત કેવી રીતે થઇ, મારા ઘરમાં દારૂની પેટીઓ છુપાવવાની અને આ…આ..
“મારુ ઘર એટલે, આ ખાલી તમારું ઘર નથી મારુ પણ છે બરોબર..” નિર્લજ્જ આકાશ હરજી મેહતા સામે હક બતાવી રહ્યોહતો..
આ સાંભળતા જ હરજી મેહતાના ચેહરા પર કટાક્ષવાળું હાસ્ય આવી ગયું અને ઉગ્રતાથી બોલ્યા,
“તારું ઘર,..બરોબર,…જો આ તારું જ ઘર હોય તો કેમ આજ સુધી એક પણ વાર ઘર ચલાવવા માટે મદદ નથી કરી,કેમ એક પણ વાર આ ઘર માટે કમાવીને આપ્યું નથી, કેમ તારા લીધે કોઈ દિવસ આ ઘરમાં ખુશી નથી આવી, બસ તારાઆવા કાળા કામોના લીધે આ ઘરમાં ખાલી એક જ વસ્તુ આવી છે અને એ છે “પોલીસ “, અને પાછો શરમ વગરનો કહીરહ્યો છે કે મારુ ઘર છે”

આજે તો આકાશે દારૂ પણ નહોતો પીધો એટલે તેની પાસે આ તીખા શબ્દો સાંભળ્યા સિવાય કોઈ રસ્તો જ નહોતો. આજે તોહરજી મેહતા જાણે આજ દિન સુધીનું સહન કરેલું શબ્દોથી નીકાળી રહ્યા હતા
“અરે શું રાખ્યું છે આ સટ્ટામાં ને દારૂમાં, ભૂલી ગયો તું, આ તારા દારૂના લીધે જ તે તારા પુરુષત્વ નો નાશ કર્યો અને તુંબાપ ના બની શક્યો. તારા લીધે મારી દીકરી નંદિતાનો ખોળો આખી જિંદગી માટે ખાલી રહી ગયો, સાલા નંપુસક, તારાથીહજી પણ આ દારૂનો નશો છૂટતો નથી, શરમ આવવી જોઈએ તને, નાલાયક”
હવે હરજી મેહતાના શબ્દો આકાશને બાણની જેમ ખૂંચી રહ્યા હતા, હવે નશો કર્યા વગર આંખો નહીં જ મીંચાય તેવું વિચારીઆકાશ ગેસ્ટ રૂમની બહાર નીકળવા ગયો, ત્યાં જ હરજી મેહતા ભડક્યા,
“ઉભો રહે, કામ કરતા શરમ નથી આવતી તો સાંભળતા શેની શરમ આવે છે તને, અત્યારે ને અત્યારે આ દારૂની પેટી મારાઘરમાંથી નીકાળ અને શુ છે એ સફેદ થેલામાં, કેમ પકડીને ઉભો છે..?”
“નહીં..નહીં…આ થેલો તો હું નહીં જ જોવા દઉં” આકાશ મનમાં ને મનમાં બોલી રહ્યો હતો
“હું તને કહું છું, શું છે એ થેલામાં”

ગરમ લાગતાં શબ્દો આકાશને વિચારોમાંથી બહાર લાવ્યા અને તેને લાગ્યું કે જો એ વધારે અહીં ઉભો રહેશે તો પપ્પા થેલોખોલીને જ માનશે, એટલે એ ઝડપથી દરવાજો પછાડી નીચે તરફ ભાગ્યો. હરજી મેહતાને શંકા પડતા તે પણ તેની પાછળભાગ્ય અને એ દારૂડિયા અશક્ત છોકરાને સીડીઓ ઉપર જ પકડી લીધો અને હાથમાં સફેલ થેલો લઇ ખોલી ને જોયું તો,હરજીભાઇના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેમની પહોળી રહી ગયેલી આંખોમાં ગુસ્સાનો લાવા જાણે હમને નીકળીનેબહાર આવશે અને બધું ભસ્મ કરી નાખશે તેવું લાગી રહ્યું હતું. તેમને આકાશ સામે જે નજરથી જોયું એ જોઈ આકાશ પણડરી ગયો.સફેલ થેલા પરથી હાથ છોડી હરજી મેહતાનો એ હાથ આકાશ નાં ગાલ ને ઝપાટાભેર જઈ ભેટી પડ્યો, એક નહીં,બે નહીં પણ આજે ૧૦ ૧૨ લાફા મારી દીધા પણ હજી હરજી મેહતાના હાથ અટકતા ન હતા. આજે કેમ જાણે એવું લાગ્યું કેએક બાપ ભૂલી ગયો છે કે સામે તેનો નરાધમ તો નરાધમ પણ તેનું જ લોહી છે. આજ સુધી નહોતો જોયો એવો હરજીમેહતાના આ રૂપે આકાશને પણ ઉગ્ર કર્યો, હદ તો ત્યારે થઇ જયારે એને હરજી મેહતાનો હાથ અટકાવી પપ્પા પર હાથઉપાડ્યો. હરજી મેહતાની આંખોમાં પાણી અને ચેહરા પર પછતાવો હતો આકાશના પિતા બનવાનો, જાણે કઈ કસર રહી ગઈતેને ઉછેરવામાં આ વિચાર ચાડી ખાઈ ગયા અને હરજીમેહતા નો એ ગુસ્સો શમવા ના દીધો.

***

ઘરના ગાર્ડનમાં સવારની ચા ના કપમાંથી વરાળ નીકળી રહી હતી, હરજી મેહતાના હાથ કાગળ પણ કંઈક લખવામાં વ્યસ્તહતા.પક્ષીઓનો સવારનો મીઠો કલરવ, સૂર્યદેવના કોમળ કિરણો વાતાવરણને ખુશનુમા બનાવી રહ્યા હતા. તોફાન શમી ગયુંહોય, બધું શાંત થઇ ગયું હોય તેવું વાતાવરની સુવાસ કહી રહી હતી. ત્યાં જ ગેટ ખુલ્યો અને હરજી મેહતાના હાથ લખતાલખતા અટક્યા અને નજર ગેટ પર પડી. નંદિતાનો હસતો ચેહરો જોઈ હરજી મેહતાને હાશ થઇ. દોડતી દોડતી જાણે ખુશીનાસમાચાર લાવી હોય તેમ આવી અને બોલી,
“પપ્પા, હું માસી બની ગઈ, કર્ણિકાને બાબો આવ્યો છે, કેટલો મસ્ત ગોલુ મોલુ છે….”
નંદિતાએ નાના બાળકનું વર્ણન કરી રહી હતી અને હરજી મેહતા નંદિતાના ખુશ થયેલા ચેહરા ને જોઈ રહ્યા હતા.
“સલામ છે, આ છોકરીને. આટ આટલું સહન કર્યું, પોતે માઁ બનવાથી વંચિત રહી, આમછત્તા પણ બાળકથી વંચિત રહેવાનુંએ થઇ રહેલું દુઃખ ચેહરા પર આવવા પણ દેતી નથી”
“પપ્પા….પપ્પા…ક્યાં ખોવાઈ ગયા”
હરજી મેહતાએ ગહેરા વિચારો ને ખંખેર્યા અને બોલ્યા,
“બોલ બોલ બેટા, શુ કહે છે?”
“હું તૈયાર થઇને તમને નાસ્તો બનાવી આપું, ચાલશે ને? પછી મારે એક મોટો ઓર્ડર છે કેકનો..ત્યાં પણ જવાનું છે…અનેહા પપ્પા આકાશ રૂમમાં જ છે ને?”
“હા મારે ચાલશે, તું રેડી થઇ જા પછી નાસ્તો બનાવી આપ, અત્યારે હું ચા થી ચલાવી લઈશ” હરજી મેહતાએ હાસ્ય સાથેનંદિતાને ગાર્ડનમાંથી વિદાય કરી અને પાછાં કંઈક લખવામાં મશગુલ થઇ ગયા.

થોડીવાર પછી નંદિતા માથામાં ટુવાલ ભરાવી હાથમાં નાસ્તાની ડીશ લઇ ગાર્ડનમાં આવી તો ચાના કપમાંથી વરાળનીકળવાની બંધ થઇ ગઈ હતી, ટેબલે પર પડેલા ૩ ૪ પાનાં હવાની લહેરથી જાણે નવી પાંખો આવી હોય તેમ ઉડવાતડફડી રહ્યા હતા પણ તેમના પર મુકેલો પેપર વેઇટ તેમને ઉડવા નહોતું દઈ રહ્યું. પણ હરજી મેહતા ખુરશી પર નહોતા.નંદિતાએ આજુ બાજુ નજર કરી તો ક્યાંય દેખાય નહીં.
“અહીં ક્યાંક આંટો મારવા ગયા હશે, હમણાં આવી જશે, આવે એટલે ગરમ ચા કરીને જ પીવડાવું” તેવું વિચારી એ નાસ્તાનીડીશ સાઈડમાં મૂકી ટેબલ પર પડેલો ચા નો કપ લેવા ગઈ. કપ ઉઠવતી વખતે જ તેની નજર ટેબલ પર પડેલા એ ૩- ૪પાનાં પર ગઈ, જેમાં સૌથી પેહલા તેને પડેલા પહેલા પેજ પર “વ્હાલી નંદિતા” એવું વાંચતા જ એને પેપર વેઇટ હટાવી એ૪ કાગળ ચા નો કપ ટેબલ પર મૂકી એના હાથમાં લીધા અને આજુ બાજુ નજર કરી વાંચવા ની શરૂઆત કરી,

“વ્હાલી નંદિતા,

હું ઋણી છું તારો. તારો આજીવન આભાર માનું એટલો ઓછો. તે જે રીતે અમને સાચવ્યા છે અને સહન કર્યું છે એના માટેમને અફસોસ પણ છે અને આનંદ પણ એટલો જ છે. તારા જેવી સંસ્કારી છોકરીને આકાશ જેવા નરાધમ જોડે પરણાવી, મારીઆ ભૂલનો પછતાવો મને આખી જિંદગી રહેશે.

તું મને હમણાં પૂછતી હતી ને કે આકાશ ક્યાં છે, આકાશ હવે ક્યાંય નથી, એને મેં મારા આ બે હાથોથી કાલે રાતે જભગવાન ને સોંપી દીધો. મેં અત્યાર સુધી એનું બધું સહન કર્યું હતું , મને એમ હતું કે એક દિવસ એ સુધરી જશે પણ કાલેતો એને હદ કરી દીધી, એને મારા દીકરા હોવાની લાજ તો છોડ, એ નાલાયક એ પણ ભૂલી ગયો કે એ આ ભારત દેશનોપણ દીકરો છે. એની પાસેથી કાલે સફેલ થેલામાંથી બૉમ્બ બનાવવાનો સમાન મળી આવ્યો જે એ અમદાવાદના ભરચકવિસ્તારમાં બ્લાસ્ટ કરવાનો હતો. ગઈકાલે રાતે આ બધું કેહતા એની આંખોમાં જરાય શરમ નહોતી, અને ઉપરથી મને કેહતોહતો કે “તમારા બાપ દાદાઓએ વરસો સુધી નહીં કમાયું હોય એટલા રૂપિયા મળશે”, આવું બોલતા એ ગદ્દારની જીબ નાઅટકી, એટલે પછી મેં પણ મારા આ હાથોને ના અટકાવ્યા અને મારા જ હાથેથી મારા નાલાયક લોહીનું નામોનિશાન મિટાવીદીધુ.

હા, હું ગુનેગાર છું, કે મેં આવા નાલાયકને દીકરાનો દરજ્જો આપ્યો,
હા, હું ગુનેગાર છું, કે મેં એ નાલાયક નાનો હતો ત્યારે એની નાદાનિયત સમજી એને ના અટકાવ્યો,
હા,હું ગુનેગાર છું, કે મેં આવા નાલાયકને તારા જેવી સંસ્કારી છોકરી સાથે પરણાવ્યો,
હા, હું ગુનેગાર છું, કે આવો ગદ્દાર દીકરો દેશ ને આપ્યો…
અને એટલે જ મને સજા મળવી જોઈએ.
તું જયારે આ પત્ર વાંચી રહી હોઈશ બેટા ત્યાં સુધી મેં મારો ગુનો પોલીસ સ્ટેશનમાં કબૂલી લીધો હશે.
બની શકે તો મને માફ કરજે.
મારા આશીર્વાદ છે કે તું તારા સારા અને ખુશીથી ભરપૂર નવા જીવનની શરૂઆત કરે અને આર્થિક, સામાજિક રીતે સ્વતંત્ર સ્ત્રીબની દેશનું નામ રોશન કરે, કારણ કે મને વિશ્વાસ છે તારી કાબેલિયત પર, તારી કાબેલિયતથી આગળ જવામાં તને કોઈનહીં રોકી શકે..

તારો આજીવન ઋણી,
હરજી મેહતા

***

૮ વર્ષ પછી આજે નંદિતા “હરજી મેહતા & સન્સ” નામની દેશની પ્રખ્યાત બેકરી ૫૦૦૦ થી પણ વધારે મહિલા સ્ટાફ સાથેસફળતાપૂર્વક ચલાવી રહી છે. તેને ૩ વર્ષની એક બાળકીને દત્તક લીધી છે. હરજી મેહતા એ દેશ દ્રોહ કરવા જઈ રહેલાગુનેગારની હત્યા કરી એટલે, સરકારે તેમની સજા માફ કરી દીધી હતી એટલે તે 6 મહિનામાં જ છૂટી ગયા.આજે તેમની આ૩ વર્ષ ની પૌત્રીનો ઉછેર કરવામાં કઈ કસર નાં રહી જાય તેની તકેદારી રાખે છે અને તેમની દીકરી નંદિતાની મેહનત અનેસ્વાભિમાન જોઈ હરજી મેહતાને આજે ગર્વથી અભિમાન થાય છે. નંદિતા પોતાની મોટા ભાગની આવક દારૂ અને નશીલાપદાર્થોનું સેવન અટકાવવા અને પુરુષોમાં જાગૃતિ લાવવા ખર્ચ કરી રહી છે જેથી બીજી કોઈ સ્ત્રી “માઁ” બનતા વંચિત ન રહી જાય.

લેખક : હાર્દિક ગજ્જર.

વધુ વાર્તા અને દરરોજ નવું નવું જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી