હરાભરા કબાબ

હરાભરા કબાબ

સામગ્રી :

3નંગ બાફેલા બટેકા
1કપ બાફેલા વટાણા
1કપ પાલક ક્રશ (બોઇલ કરેલી )
2સ્પૂન કોર્ન ફ્લોર
1સ્પૂન ચાટ મસાલા
આદુ મરચા ની પેસ્ટ (જરૂર મુજબ )
મીઠું જરૂર મુજબ

રીત :

એક બાઉલ મા બાફેલા બટેકા ,વટાણા અને પાલક લઈ મેશ કરી લેવુ.ત્યાર બાદ તેમા મીઠું ,આદુ મરચા ની પેસ્ટ ,કોર્ન ફ્લોર અને જરૂર મુજબ બ્રેડ ક્રમ્બ્સ ઉમેરવા.ટિક્કિ બને એવુ થિક રાખવુ.

ત્યાર બાદ તેમાથી રાઉન્ડ શેપ ની ટિક્કિ બનાવી ,બ્રેડ ક્રમ્બ્સ થી કવર કરી ને ડીપ ફ્રાય કરવી.

કબાબ ઉપરથી ક્રીસ્પ અને અંદર થી સોફ્ટ બનશે.તેને ચટણી અને સૉસ સાથે સર્વ કરવા.

નોંધ :

કબાબ શેલો ફ્રાય પણ કરી શકાય.કોર્ન ફ્લોર અને બ્રેડ ક્રમ્બ્સ ના બદલે શેકેલો ચણા નો લોટ પણ લઈ શકાય.પાલક બોઇલ કર્યા પછી એક્સટ્રા પાણી નીકલી જાય પછી ઊપયોગ મા લેવી.

રસોઈ ની રાણી : નિધિ શુક્લ (વલસાડ)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી કોમેન્ટમાં અચૂક જણાવજો !!

ટીપ્પણી