જીવનને પરિપુર્ણ કરવાની ટીપ્સ (અંક 2)

સકારાત્મક વિચારધારણાની સાયકોલોજી – જીવનને પરિપુર્ણ કરવાની ટીપ્સ (અંક 2)

20 તમે જીતવા માટે જનમ્યા છો.છતાં વિજયી બનવા યોજના બનાવવી, તૈયારી કરવી અને વિજયી થવાની ઈચ્છા કરવી.

21 દરેક દિવસ એક નવી શરૂઆત છે, ઊંડો શ્વાસ લઈ ફરી આરંભ કરો.

22 તમને લોકો પ્રેમ કરે છે એ તમે જાણો. નિર્ભીક અને અદ્ભુત છો. તમે સુંદર છો. તમારી પાસે લક્ષ્ય છે. તમે શ્રેષ્ઠ રચના છો.

23 તમારી પ્રગતિને બીજાની સાથે સરખાવો નહી. આપણે બધાને પોતપોતાની મંજીલે પહોચવા અલગ અલગ સમય લાગશે.

24 તમારી આસપાસ એવા જ લોકોને રાખો જે તમને ઉપર સુધી લઈ જશે.

25 ખરાબ વસ્તુ રોજ બધાની સાથે થાય છે. બસ લોકો તેને કેવી રીતે સંભાળે છે તે તફાવત પાડે છે. જે લોકો આમાનું કશું પણ નથી કરતા તેઓને તમારા જીવનમાંથી જવા દો.

26 ખુશ રહો. બધુ સારું છે એટલા માટે નહી પરંતુ તમે બધાની સારી બાજુ જોઈ શકો છો એટલા માટે.

27 જયારે તમે પ્રતિબધ્ધતા દાખવો છો, ત્યારે તમે આશાને જન્મ આપો છો. અને તમે સતત વું કરો છો ત્યારે વિશ્વાસ પેદા થાય છે.

28 બે વસ્તુ તમારી ઓળખ છે. જયારે તમારી પાસે કશું નથી ત્યારે તમારું ધીરજ અને જયારે તમારી પાસે બધું છે ત્યારે તમારું વલણ.

29 પ્રામાણિક રહેવાથી તમને બહુ બધા મિત્રો નહી મળે પરંતુ સાચો મિત્ર જરૂર મળશે.

30 પોતાની જાતને સુધારવી જીંદગીનું સૌથી મુશ્કેલ કામ છે.તમે કેટલું આગળ વધ્યા એ જરૂરી નથી પ્રગતિ કરતા રહો.

31 તમારી લડાઈઓ માં પસંદગીકાર બનો. કયારેક અધિકાર કરતા શાંતિ વધુ સારી હોય છે.

32 જે તમને સાચો પ્રેમ કરે છે, તમારે જુસ્સો વધારે છે, તમને ખુશ રાખે છે તેવા લોકોને તમારા જીવનમાં જરૂર રાખવા.

33 આશાવાદ
– કોઈ ઝડપી રસ્તો નહી
– કોઈ ઝડપી જોડાણ નહી
– કોઈ પર દોષારોપણ નહી
– કોઈ કામને કાલ પર ન ટાળવું
– કોઈ બહાના નહી

34 તમારી આસપાસ સારા લોકોને રાખો જે તમને ખરાબ સમયમાં મદદ કરવા આવશે, નહી કે ફકત સારા સમયમાં જ પાસે આવશે.

36 લડાયક વૃતિ દાખવવી એ થોડા સમય માટે ની પરિસ્થતી છે પરંતુ હાર માનવું કાયમની પરિસ્થતી છે

ટીપ્પણી