હવે નહિ થાવ દુઃખી ! જો સમજી લેશો તમને હેપ્પી રાખતા આ “હેપ્પી હોર્મોન” વિષે !

આપણે જ્યારે ખુશ હોઈએ.. આનંદમાં હોઈએ ત્યારે આપણો ચહેરો સૌથી સુંદર લાગતો હોય છે. આનંદિત ચહેરાના દર્શન કરવા એ ઘડી કોઈ સાઈટસીઈંગથી કંઈ કમ નથી. પણ શું તમને એ વાતનો ખ્યાલ છે કે તમને આનંદનો અનુભવ થાય છે એની પાછળ પણ વિજ્ઞાન કામ કરે છે? ચાલો આજે જાણીએ તમને આનંદનો અનુભવ કરાવતા હેપ્પી હોર્મોન્સના સાયન્સ વિષે.

પ્રોજે્સ્ટેરોન – મીઠી મીઠી ઉંઘ માટે

શરીરમાંં પ્રોજેસ્ટેરોન હોર્મોનની યોગ્ય માત્રા હોય તો તમારું દિમાગ શાંત રહે છે. વધારે પડતો તણાવ લેવાથી અને યોગ્ય આહારના અભાવથી આ હોર્મોનની કમી સર્જાઈ શકે છે. મહિલાઓમાં 35 થી 40 વર્ષની ઉંમર બાદ આ હોર્મોનનું સ્તર ઓછું થતું જાય છે. આ હોર્મોનનું બેલેન્સ જાળવી રાખવા માટે અન-હેલ્ધી ફૂડને બાયબાય કહી દો અને તમારી જાતની સંભાળ રાખતા રહો.

ઓક્સિટોસિન-લવ હોર્મોન

ઓક્સિટોસિનને લવ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે જ્યારે તમે તમારા લવ્ડ વન્સ સાથે રહો છો ત્યારે તમારા શરીરમાં ઓક્સિટોસિન હોર્મોનની માત્રામાં વધારો થાય છે. શરીરમાં આ હોર્મોનની માત્રા વધતા તમને સંતોષનો અને આનંદનો અનુભવ થાય છે. ઈનશોર્ટ હેપ્પી રહેવા માટે તમને પ્યાર કરતા હોય તેવા લોકો જોડે સમય વિતાવો અને તમારા સ્ટ્રેસને વધવા ના દો.

ડોપામિન

કહેવાય છે કે ઓફિસમાં જ્યારે જ્યારે બોસ તમારા વખાણ કરે તો ડોપામીન હોર્મોનની માત્રામાં વધારો થાય છે. માટે આ હોર્મોનનું બેલેન્સ જાળવી રાખવા માટે તમે તમારા પોતાના માટે નાના-નાના ગોલ્સ સેટ કરો અને તેને પૂરા કરો. એનાથી ચીડચીડાપણું દૂર થઈ જશે તમને સકારાત્મકતા આપતી પ્રવૃત્તિઓ કરતા રહો.

સેરોટોનિન

આ હોર્મોન માણસને આનંદિત કે ખડૂસ બનાવે છે. લાંબા સમય સુધી સ્ટ્રેસનો અનુભવ કરનારી વ્યક્તિના દિમાગમાં સેરોટોનિનની માત્રા 50 ટકા સુધી ઘટી જાય છે અને તે વ્યક્તિ હંમેશા નારાજ જોવા મળે છે. જેમ-જેમ આ હોર્મોનની માત્રા ઘટે તેમ-તેમ વ્યક્તિ વધારે ચીડચીડી થઈ જાય છે.

સેરોટોનિનની માત્રા જાળવવા માટે સૂરજમુખીના બી, કેળા, ટામેટા, સ્ટ્રોબેરી, અજમો, મધ, નાળિયેર વગેરેનું સેવન કરતા રહો. નિયમીત કસરત કરવાથી પણ આ હોર્મોનની માત્રા જળલાઈ રહે છે. સો.. હવે ક્યારેય મૂડ ખરાબ થાય તો દસ મિનિટ દોડી આવજો. મૂડ સારો થઈ જશે.

એસ્ટ્રોજેન

મહિલાઓમાંં મેનોપોઝ વખતે આ હોર્મોનની સંખ્યા ઘટી જાય છે. સ્મોકિંગ અને વધુ પડતી એક્સરસાઈઝથી પણ આ હોર્મોનની માત્રામાં ઘટાડો થાય છે. જેનાથી મૂડ ખરાબ થઈ શકે છે. લીલાં શાકભાજી, અળસી, સૂકોમેવો વગેરેનું નિયમિત સેવન કરવાથી તેનું બેલેન્સ જાળવી શકાય છે.

લેખક : લજ્જા જય

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી