આજનો દિવસ : ડોકટર્સ ડે – હેપ્પી ડોક્ટર’સ ડે !

રડતાનેય કાયમ હસાવે, એ છે ડોક્ટર,
વેદનાને ઝટથી ભગાવે, એ છે ડોક્ટર .

કામ જેનું બીમારનું દુખ ભગાવવાનું,
અને રૂપ ઈશ્વરનું ધરાવે, એ છે ડોક્ટર.

ઘરના સભ્ય બની સાથ આપે દર્દીને,
હૈયે તેના રહસ્ય વસાવે, એ છે ડોક્ટર.

ચાલતા કરીદે મૃતપાય વ્યક્તિને પણ,
મૃત્યુને પણ સદા ડરાવે, એ છે ડોક્ટર.

સમસ્ત બ્રહ્માંડને ગર્વ છે જેનો ‘અખ્તર’,
તે માનવધર્મને નિભાવે, એ છે ડોક્ટર.

– અખ્તર ખત્રી

આજે ૧ જુલાઇ ડોકટર્સ ડે ની ઉજવણી કરવામા આવી રહી છે. વિશ્વમા “ડોકટર્સ ડે” ની સૌપ્રથમ ઉજવણી યુ.એસ.એ. મા કરવામા આવી હતી, જ્યારે ભારતમા ભારતરત્ન વિજેતા અને પશ્ચીમ બંગાળના પનોતા પુત્ર એવા ડો.બી.સી. રોયનીએ યાદમા “ ડોકટરર્સ ડે” ની ઉજવણી કરવામા આવે છે. ડો. રોયનો જન્મ તા. ૧ જુલાઇ ૧૮૮૨ મા થયેલો . તબીબી સેવાઓની સાથે સાથે ડો. રોય પષ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી તરીકે પણ સેવાઓ આપી ચુક્યા છે. ભારત સરકાર દ્વારા તેમની તબીબી સિધ્ધિઓને ધ્યાને રાખીને ૧૯૬૧ મા ભરતનો સર્વોચ્ચ પુરસ્કાર “ ભાર રત્ન “ એનાયત કરવામા આવ્યો હતો. નસીબ જોગે તેમની જન્મ અને મ્રુત્યુની તારીખ પણ ૧ જુલાઇ રહી છે. ડો. રોયે ૧ લી જુલાઇ ૧૯૮૨ ના રોજ અંતિમ સ્વાસ લીધા હતા.

? ડૉ. વિધાનચંદ્ર રાય

નૂતન બંગાળના સમર્થ ડૉ. વિધાનચંદ્ર રાયનો જન્મ તા. ૦૧-૦૭-૧૮૮૨ના રોજ પટણા ગામે થયો હતો. ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. ભારત આવ્યા બાદ તેઓ કલકતા મેડિકલ કૉલેજમાં પ્રોફેસર તરીકે નિમાયા. ત્યારબાદ કલકતામાં યુનિવર્સિટીના સેનેટ સભ્ય, બંગાળની રાજસભાના સભ્ય, કલકતા કૉર્પોરેશનના સુદીર્ઘ સમય સુધી મેયર અને છેલ્લે કલકત્તા યુનિવર્સિટીનું વાઇસ ચાન્સેલર પદ શોભાવ્યું. ભારતને સ્વાતંત્ર્ય મળતા જ તેઓ પશ્રિમ બંગાળના મુખ્યપ્રધાન બન્યા. વિધાનબાબુ રાજકારણમાં પડેલા હોવા છતાં રોજ સવારે બે કલાક પોતાની દાક્તરી પ્રેકટીસ ચાલુ રાખેલી. તેમણે અનેક ગરીબોને આર્થિક મદદ કરી હતી.તા. ૦૧-૭-૧૯૬૨ ના રોજ તેમનું દેહાવસાન થયું.

? થોડુ વધારે પણ અગત્યનુ

”ભારતરત્ન” ડૉ. બિધાનચંદ્ર રૉયની યાદમાં દર વર્ષે દેશમાં ” ડૉક્ટર્સ ડે ” ની ઊજવણી
ડૉ. રૉયની જન્મ અને મૃત્યુની સમાન તારીખ એટલે ૧લી જુલાઇ

ડૉક્ટરનું મહત્વ ત્યારે જ સમજાય,
જ્યારે દર્દનો અહેસાસ થાય. હાલમાં દેશ અને દુનિયામાં મેડિકલ સેવા અને સંશોધનોમાં તબીબ વિજ્ઞાને હરણફાળ ભરી છે. તબીબ વિજ્ઞાન માટે માનવ દેહમાં ”જીવ”નું પ્રત્યારોપણ કરવા સિવાય લગભગ તમામ સિદ્ધિઓ હાંસલ થઇ ચૂકી છે. જેમાં, હ્ય્દય, કિડની, લીવર, ફેફસાં અને તાજેતરમાં કરાયેલાં ચહેરાના ટ્રાન્સપ્લાન્ટેશનનો સમાવેશ કરી શકાય. તબીબી વિજ્ઞાન જેટલા વધુ સંશોધનો કરશે તેટલું માનવજાત માટે વધુ લાભકારક છે. પરંતુ એ સાથે આજે, ”ડૉક્ટર્સ ડે”ના રોજ ડૉક્ટર લાંબું જીવન જીવે તેવી પ્રભુને પ્રાર્થના.

”ડૉક્ટર એટલે પૃથ્વી પર ઇશ્વરનું બીજું સ્વરૂપ”-આ વાક્યને વર્તમાન તબીબી સેવાઓએ સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. ૩૬૫ દિવસ અને ૨૪ કલાક સેવા આપતા તબીબો અને તેમના સહકર્મીઓને સલામ અને નમન કરવાનો દિવસ એટલે ૧લી જુલાઇ.

આજે ડોકટર્સ ડે છે. બધાજ ડોકટર મિત્રોને બધાઇ. સામાન્ય રીતે સમાજમા એવી માન્યતા પ્રચલીત છે કે ડોકટર બન્યા એટલે જલસા જ જલસા …. આ માન્યતા ભ્રામક છે . કેહવાય છે કે ડોકટરના સગાસબંધી ડોકટર કરતા વધારે સુખી હોય છે કારણ કે ડોકટર કમાય ઘણુ શકે છે પણ વાપરે તો તેના કુટુંબીજનો જ છે…અને ડોકટરનુ જીવન સતત કાર્યરત અને ટેનસન વાળુ હોય છે . પોતાના કરતા પોતાના દર્દીની સતત ચીંતા હોય છે ઉપરાંત હરવા ફરવા અને પોષાકમા પણ એક મર્યાદા હોય છે . આવા અગણીત કારણોસર ડોકટરો ખુદ પોતે પણ અનેક જાતની બીમારીનો ભોગ બને છે. અને એટલેજ ડોકટરોને ભગવાન પછી બીજા નંબરનો દરજ્જો આપવામા આવ્યો છે.

? થોડુ રમુજ

એક દર્દી મોટા ડોક્ટર (સર્જન) પાસે સાત દિવસ થી ડ્રેસિંગ કરાવી ને થાક્યું.
પછી નાના ડોક્ટર (જનરલ પ્રેકટીશ્નર ) પાસે ગયું. 2 ડ્રેસિંગ 2 દિવસ માં મટી ગયું (આમેય મટવાનું હતું ) દર્દી એ ડીગ્રી પૂછી.
ડોકટરે ખુશ થઇ કીધું BAMS દર્દી એ હસતા કીધું
“હમમ એટલે જલ્દી મટ્યું ઓલ્યો તો ખાલી MS હતો.

હેપી ડોક્ટર ડે….!

? મારા તરફથી દરેક ઇમાનદાર ડોકટરને એક સલામ

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન, સંકલન અને Post :- Vasim Landa ☺The-Dust Of-Heaven ✍

? આ પોસ્ટમાં કોઇએ કઇપણ ફેરફાર કરવો નહી.

ટીપ્પણી