ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો જન્મદિન

આજે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો જન્મદિન છે અને તેમની ઊપર એક ફિલ્મ પણ તાજેતરમાં રિલિઝ થવાની છે તો અમને થયું કે ચાલો તેમના વિશેની ૧૫ રસપ્રદ બાબતો તમારી સાથે શેર કરીએ!

કોમેન્ટમાં ચોક્કસ લખજો કે તમને કેટલી ખબર હતી અને કેટલી નહીં! જો એક પણ એવી વાત નીકળે કે જે તમને ખબર ન હતી તો તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો.

……………………….
૧) 1990 માં, 17 વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી પાછો ફર્યો ત્યારે, સચિન તેની પત્ની અંજલિને મુંબઇ એરપોર્ટ પર પ્રથમ વખત મળ્યો હતો.

૨) સચિનની પુત્રી નું નામ કપ્તાન તરીકે સચિને જીતેલ પ્રથમ સિરિઝ ઉપરથી પાડવામાં આવ્યુ છે- ૧૯૯૭માં રમાયેલ – સહારા કપ

૩) સચિનને ડેનિસ લીલીએ રિજેક્ટ કર્યો હતો – ફાસ્ટ બોલર તરીકે એમ.આર.એફ. ફાઊન્ડેશનમાં

૪) ૧૯૮૭ માં બોમ્બે રણજી ટ્રોફી માટે ૩૬ ક્રિકેટરનું સિલેક્શન થયુ હતું; ગાવસ્કર અને તેંડુલકર બન્ને એ ૩૬ નામ માં હતા.

૫) સચિનની પ્રથમ ટેસ્ટ કયા ક્રિકેટરની ૧૦૦મી ટેસ્ટ હતી, જાણો છો? – કપિલ દેવ.

૬) સચિન આંતર રાષ્ટ્રીય સ્તરે થર્ડ અમ્પાયરનો પ્રથમ શિકાર બન્યો હતો.

૭) સચિને લોર્ડ્ઝમાં સદી ફ્ટકારી છે – પણ, એમ.સી.સી. વિરુદ્ધ રેસ્ટ ઑફ ધ વર્લ્ડની ગેમ માં. કમનસીબે, એક પણ આંતર રાષ્ટ્રીય મેચમાં સચિન લોર્ડ્ઝ પર સદી મારી શકેલ નથી.

૮) સચિને પ્રથમ વાર ઓપનિંગ કરિયર શરૂ કર્યાના ૫ વર્ષ પછી – ૧૯૯૪ માં કરેલ.

૯) સચિને જે મેદાનમાં સૌથી વધુ સદીઓ મારી છે તે મેદાન ક્યાં આવેલું છે એ ખબર છે? – શારજાહ! – ૭ સદીઓ

૧૦) સચિને સદાગોપન રમેશ સાથે મળીને અમદાવાદ ખાતે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગમાં આવવાનું નક્કી કર્યું હતું. ફક્ત ૧૫ રન મારી શક્તા, સચિને ન્ંબર ૪ પર જ રમવાનું યથાવત રાખેલ. આ એક માત્ર એવી ઇનિંગ હતી કે જ્યારે સચિન ટેસ્ટમાં ઓપનિંગમાં અાવેલ હોય.

૧૧) એકમાત્ર દેશ કે જેની સામે સચિને ટેસ્ટમાં સદી નથી મારી – ઝિમ્બાબ્વે – લાગીને નવાઈ?

૧૨) સચિન અને કુંબલે ક્યારેય રણજી મેચમાં એક-બીજાની સામે નથી રમ્યા.

૧૩) ૨૦ વર્ષ પૂરા કરવા પહેલા સચિને ૫ સદી ફટકારી હતી કે જે એક રેકોર્ડ છે.

૧૪) સચિન, લારા અને સ્ટીવ વૉ – આ ત્રણેયના બૅટ એમ.આર.એફ. સ્પૉન્સર કરતી હતીઃ સ્ટીવનું બેટ ચેમ્પિયન, લારાનું બેટ વિઝાર્ડ અને સચિનનું બેટ જીનીયસ કહેવાતું.

૧૫) સચિનને તમે ઘણી જાહેરાતોમાં જોયો હશે પણ તેની પ્રથમ જાહેરાત કઈ હતી તે જાણો છો? – ટીનેજર તરીકે સચિન પ્રથમ વાર “બેન્ડ-એઈડ” ની જાહેરાત માં આવેલ. તમે જોઈ હતી?

ટીપ્પણી