ધોની ના જન્મદિવસે જુઓ તેના લાઈફની દુર્લભ ફોટો અને વાંચો તેના વિષે !!

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાના એક મહેન્દ્ર સિંહ ધોનીએ આજે પોતાના જીવનનાં 36 વર્ષ પૂર્ણ કરી લીધા છે. મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ આજના દિવસે 7 જુલાઇ 1981માં રાંચીમાં થયો હતો.

ધોની પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત 23 ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ વિરૂદ્ધ વન ડે મેચથી કરી હતી. પોતાના કરિયરની પ્રથમ મેચમાં જ ધોની પ્રથમ બોલ પર શૂન્ય રન પર આઉટ થઇ ગયો હતો. જો કે બાદમાં તેણે પોતાના કરિયરમાં ક્યારેય પાછળ વળીને જોયુ નહી અને ક્રિકેટમાં ઘણા રેકોર્ડ સ્થાપિત કરીને પોતાને ઉચ્ચ કોટીનાં ખેલાડીઓમા શામેલ કરી લીધો.

તેઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની છે. તેમણે ૨૦૦૭માં રાહુલ દ્રવિડ પાસેથી વન-ડે શ્રેણીનું સુકાનીપદ સંભાળ્યું અને તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા અને ન્યુ ઝિલેન્ડ દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં તેની પ્રથમ જીત થઇ.

ધોનીનો જન્મ રાંચી, ઝારખંડ ખાતે થયો હતો. તેના પિતાનુ નામ પાનસિંઘ છે. તેને જયાંતી ગુપ્તા નામે એક બહેન અને નરેન્દ્ર સિંઘ ધોની નામે એક ભાઇ છે. તેણે પોતાનુ શિક્ષણ જવાહર વિદ્યામંદિર, શ્યામલી, ઝારખંડ ખાતે લીધુ હતુ.

તેને નાનપણમાં બેડમિન્ટન અને ફુટબોલની રમત પ્રત્યે ખુબ લગાવ હતો. તે તેની ફુટબોલની ટીમનો ગોલકીપર હતો અને તેના ફુટબોલ પ્રશિક્ષકે તેને જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમવા મોકલ્યો હતો. તેણે ત્યાં પોતાની વિકેટ-કીપીંગ કળાથી સૌને પ્રભાવિત કર્યા હતા અને ત્યારબાદ તે ૧૯૯૫-૧૯૯૮ દરમિયાન કમાન્ડો ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બન્યો હતો. તેના પ્રદર્શનના આધારે તેને ૧૯૯૭-૯૮ માં વિનુ માંકડ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો હતો. ધોનીના લગ્ન ૪ જુલાઇ ૨૦૧૦ના રોજ સાક્ષી સિંઘ રાવત સાથે થયા હતા.

પત્ની સાક્ષી સાથે :

ધોની-સાક્ષીના મેરેજ વખતે :

હનીમૂન વખતે હળવી પળો માં બંને :

તમને જાણી ને ગર્વ થશે કે ભારત જયારે ૨૦૧૫ માં વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલીયા ગયેલું, ત્યારે જ તેના ઘરે દીકરી નો જન્મ થયેલો અને તેણે દેશ ને અગ્રીમતા આપતા આટલું કહેલું “I Am On National Duty” ! આ રીતે તેણે પરિવાર કરતા દેશ ને પ્રાયોરીટી આપીને એક ઉદાહરણ પૂરું પડેલું…જયારે તે આવ્યો ભારત તે વખતે બસ માંથી ઉતરતા વેત જ આ ફોટો ક્લિક કરેલો…

૨૦૧૧ માં ભારત જયારે વર્લ્ડ કપ રમવા જતું હતું  એ વખતે ધોની ના ઘરે થયેલો હવન :

મિત્રો, આજે ભારતીય ક્રિકેટ ના આ સફળ ખેલાડી નો જન્મદિવસ છે ત્યારે કોમેન્ટ માં આપણે અચૂક વિશ કરીએ !!

સંકલન : દીપેન પટેલ

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી