હનુમાનજી શ્રીલંકામાં આદિવાસીઓને દર 41 વર્ષે આપે છે દર્શનઃ અમેરિકન શોધકર્તા

માનવી અનાદિકાળથી અમર થવા ઈચ્છે છે. જે માટે વિશ્વની દરેક સંસ્કૃતિ અને કાલખંડમાં માનવી મહેનત કરતો આવ્યો છે. ભારતીય પુરાણોમાં એવા પાત્રો છે જેમને અમરતાનું વરદાન પ્રાપ્ત થયું છે. આ ચિરંજીવીઓમાં રામભક્ત હનુમાન લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. વાનર વંશમાં જન્મીને પણ માણસાઈના પ્રતીક સમાન હનુમાનજી ભરોસો, શ્રદ્ધા અને ભક્તિનું બીજુ નામ છે. કથા અનુસાર સીતાજીએ તેમને અજરામર રહેવાના આર્શીવાદ આપ્યાં હતાં.

અમેરિકન સમાચાર સંસ્થા વૉશિંગ્ટન પોસ્ટમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ અનુસાર શ્રીલંકાના આદિવાસીઓએ હનુમાનજીના દર્શન કર્યા છે. તેઓ પ્રત્યેક 41 વર્ષે આદિવાસીઓને દર્શન આપે છે. આદિવાસીઓના અસંભવ લાગતા આ દાવાને સંશોધનનું પીઠબળ મળતા નકારવો સહેલો નથી.

હકીકતમાં, આ દાવાની ખરાઈ માટે ટ્રીનિટી વિશ્વવિદ્યાલયના 2 શોધકર્તાની ટીમ ખાસ શ્રીલંકાના પ્રવાસે ગઈ હતી. અહીં હનુમાન પર સંશોધન કરતી ‘સેતુ હનુમાન’ નામની સંસ્થા છે. આ જ સંસ્થાએ હનુમાન આદિવાસીઓને દર્શન દેતા હોવાનો દાવો કર્યો હતો. તેમનું કહેવું છે કે, ‘પ્રત્યેક 41 વર્ષે આદિવાસીઓ ભક્તિની ચરમસીમાએ પહોંચે છે અને આત્મ મંડલ નામનો તહેવાર ઉજવે છે. આ તકે હનુમાનજી તેમને દર્શન આપી તેમની સાથે વાર્તાલાપ પણ કરે છે. આ સવાલ જવાબને એક રજિસ્ટરમાં નોંધવામાં આવે છે.

શ્રીલંકાના પિદરૂથાલગલા વિસ્તારમાં પર્વતો પર ‘સેતુ હનુમાન બોધિ’ નામનો મઠ છે. ટ્રીનિટી વિશ્વવિદ્યાલયથી આવેલી સંશોધક ટીમ આ જ મઠમાં રોકાઈ હતી અને ચાર માસ સુધી અનેક પ્રકારે સંશોધન કર્યું હતું. તથ્યો અને સંયોગિક પુરાવાના આધારે અંતે ટીમે નોંધ્યું કે હનુમાનજીને અમરતા પ્રાપ્ત છે અને દર 41 વર્ષે આદિવાસીઓને દર્શન આપે છે. આ એ જ આદિવાસી છે કે જેમને હનુમાનજીએ ગુપ્તમંત્ર આપ્યો હતો કે જેની વાત આ લેખના અંત ભાગમાં કરવામાં આવી છે.

આ પહેલા પણ હનુમાનજી એ ઘણીવાર દેખા દીધી હોવાના દાખલા છે.

શિલમાનાં જાકૂ મંદિરમાં છે હનુમાનનાં પગનાં નિશાન

જાકૂ એક ઋષિ હતાં. સંજીવની બૂટી લાવવા માટે દ્રોણ પર્વતે જતી વખતે રસ્તામાં હનુમાને અહીં રોકાઈને જાકૂ ઋષિ પાસેથી કેટલીક માહિતી એકત્ર કરી હતી. પરત ફરતી વખતે હનુમાને જાકૂ ઋષિને મળવાનું વચન આપ્યુ હતું, પરંતુ વિલંબ થવાનાં ભયે હનુમાન કોઈ અન્ય નાના માર્ગે જતા રહ્યાં. બાદમાં હનુમાન જાકૂ ઋષિને મળ્યા. તે વખતે તેઓ જે સ્થળે ઊભા હતા, તેમના ગયા બાદ ત્યાં તેમની પ્રતિમા અવતરિત થઈ ગઈ. સાથેજ અહીં તેમના પગનાં નિશાન પણ મોજૂદ છે.

કેટલાક બુદ્ધિશાળી અને જૂના જમાનાનાં લોકોએ તેમને પોતે જોવાની માહિતી આપી છે.

સંત માધવાચાર્યે હનુમાનજીને 13મી સદીમાં પોતાનાં આશ્રમમાં જોવાની વાત બતાવી છે. ઈસ્વી સન 1600માં હનુમાનજીએ પોતે તુલસીદાસને દર્શન આપી તેમને રામાયણ લખવાની પ્રેરણા આપી. આ ઉપરાંત રામદાસ સ્વામી, રાઘવેન્દ્ર સ્વામી, સ્વામી રામદાસ અને શ્રી સત્ય સાઈ બાબા જેવા લોકોને હનુમાનજીનાં દર્શન પ્રાપ્ત થયા હતાં.

એવું માનવામાં આવે છે કે તામિળનાડુ રાજ્યનાં રામેશ્વરમ્ નજીક ગંધમાધના પર્વત પર એક સ્થાન આવેલું છે કે જ્યાં હનુમાનજી રહે છે. ક્યારેક તેઓ કૈલાશ પર્વત નજીક હિમાલય પાસે પણ દેખાયા હોવાના દાખલા છે.
તેઓ આજે પણ ખરા ભક્તોની મદદ કરવા માટે આવે છે, પરંતુ તેઓ અદૃશ્ય રહે છે. કહે છે એક ગુપ્તમંત્ર ખરા હ્રદયથી બોલવાથી હનુમાનજી વહારે ધાય છે. આ ગુપ્ત મંત્ર હનુમાનજીએ પોતે કેટલાક આદિવાસીઓને આપ્યો હતો કે જેઓ શ્રીલંકાનાં પિદુરૂ પર્વતનાં જંગલોમાં રહેતા હતાં. આ પર્વત શ્રીલંકાનું સૌથી ઊંચુ પર્વત છે. આ મંત્ર હનુમાનજીએ તેમને ત્યારે આપ્યું કે જ્યારે તેઓ લંકા છોડીને પરત જઈ રહ્યા હતાં. આદિવાસીઓએ હનુમાનજીની ત્યારે સેવા કરી હતી કે જ્યારે તેઓ જંગલોમાં ભટકી રહ્યા હતાં. તે દરમિયાન રાવણનો ભાઈ વિભીષણ ત્યાંનો રાજા હતો. તે દરમિયાન હનુમાનજીએ લંકાના જંગલમાં રામજીના સ્મરણમાં ઘણા દિવસો વિતાવ્યા હતાં. આ ગુપ્તમંત્ર વિશે લોકો અનેક દાવા કરે છે અને અલગ અલગ મંત્રો આપે છે. પરંતુ એમાંથી સાચો મંત્ર કયો એ તો ફક્ત હનુમાનજીને જ ખબર!

જો તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ લેખ વધુને વધુ લોકો સુધી પહોંચાડો.

લેખન અને સંકલનઃ દિપેન પટેલ

ટીપ્પણી