એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો કરો હનુમાન પૂજા, દરેક સંકટો દૂર કરશે હનુમાનજી…!!

શ્રાવણમાં કરો આ 7માંથી કોઇ 1 ઉપાય, દરેક સંકટો દૂર કરશે હનુમાન!

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ છે. હનુમાનજી પણ ભગવાન શિવના જ અવતાર છે. એવી માન્યતા છે કે હનુમાનજી અમર છે, તેમને અમરતાનું વરદાન માતા સીતાએ આપ્યું હતું. આ માન્યતા મુજબ, શ્રાવણમાં આવનાર દરેક મંગળવારે જો હનુમાનજીને પ્રસન્ન કરવાના થોડાં સરળ ઉપાય કરવામં આવે તો ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય આ પ્રકારે છે….

1. શ્રાવણમાં કોઇપણ મંગળવારે હનુમાનજીને સિંદૂરનો ચોલો અર્પણ કરવો. ચોલા અર્પણ કરતાં પહેલાં સ્વયં સ્નાન કરી શુદ્ધ થઇ જવું અને સાફ વસ્ત્ર ધારણ કરવાં. માત્ર લાલ રંગની ધોતી પહેરશો તો વધારે સારું રહેશે. ચોલા અર્પણ કરવા માટે ચમેલીના તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. સાથે જ, ચોલા અર્પણ કરતી સમયે એક દીપક હનુમાનજી સામે પ્રગટાવીને રાખી દેવો. દીપકમાં ચમેલીના તેલનો જ ઉપયોગ કરવો.

ચોલા અર્પણ કર્યા પછી હનુમાનજીને ગુલાબના ફૂલની માળા પહેરાવવી અને કેવડાના અત્તરનો હનુમાનજીની મૂર્તિના બંન્ને ખંભા પર થોડો-થોડો છંટકાવ કરવો. હવે એક સાબૂત પાન લઇ તેના ઉપર ગોળ અને ચણા રાખીને હનુમાનજીને તેનો ભોગ લગાવવો. ભોગ લગાવ્યાં પછી તે જ સ્થાન પર થોડી વાર બેસીને તુલસીની માળાથી નીચે લખાયેલ મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ ઓછામાં ઓછી પાંચ માળા કરવો.

મંત્રઃ- राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

હવે હનુમાનજીને અર્પણ કરેલાં ગુલાબના ફૂલની માળાથી એક ફૂલ તોડીને તેને એક લાલ કપડામાં લપેટવું અને ઘરના ધન સ્થાન અથવા તિજોરીમાં રાખવું. તમારા ધનમાં ક્યારેય કમી આવશે નહીં.

2. મંગળવારે ઘરમાં પારદ (એક પ્રકારની વિશેષ ધાતુ)થી બનેલી હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવી. તંત્ર શાસ્ત્ર મુજબ, પારદથી બનેલી હનુમાન પ્રતિમાની પૂજા કરવાથી બગડેલાં કામ પણ બની જાય છે. પારદથી નિર્મિત હનુમાન પ્રતિમાને ઘરમાં રાખવાથી બધા જ પ્રકારના વાસ્તુદોષ આપમેળે જ દૂર થઇ જાય છે. સાથે જ, ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થઇ જાય છે. રોજ પારદ હનુમાનજીની પૂજા કરવાથી ઘરમાં કોઇપણ પ્રકારના તંત્રની અસર થતી નથી અને સાધક પર પણ કોઇ પ્રકારની તંત્ર ક્રિયાનો પ્રભાવ પડતો નથી. જો કોઇ વ્યક્તિને પિતૃદોષ હોય તો તેણે દરરોજ પારદના હનુમાનજીની પૂજા કરવી જોઇએ. આવું કરવાથી પિતૃદોષ સમાપ્ત થઇ જાય છે.

3. શ્રાવણ મહિનાના કોઇપણ મંગળવારે સાંજના સમયે કોઇ એવા મંદિર જવું, જ્યાં ભગવાન શ્રીરામ અને હનુમાન બંન્નેની પ્રતિમાં હોય. ત્યાં જઇને શ્રીરામ અને હનુમાનજીની પ્રતિમાં સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો. ત્યાર પછી ત્યાં ભગવાન શ્રીરામની પ્રતિમાની સામે બેસીને હનુમાન ચાલીસા અથવા હનુમાન પ્રતિમાની સામે બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. આ ઉપાયથી ભગવાન શ્રીરામ અને હનુમાનજી બંન્નેની કૃપા તમને પ્રાપ્ત થશે.

4. મંગળવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી વડના વૃક્ષથી 11 અથવા 21 પાન તોડી લાવવાં. ધ્યાન રાખવું તે આ પાન પૂર્ણ રીતે સાફ અને સાબૂત હોય. હવે તેને સ્વચ્છ પાણીથી ધોઇ લેવા અને તેના ઉપર ચંદનથી ભગવાન શ્રીરામનું નામ લખવું. હવે આ પાનની એક માળા બનાવવી. માળા બનાવવા માટે પૂજામાં ઉપયોગ કરવામાં આવતાં રંગીન દોરાનો ઉપયોગ કરવો. હવે નજીકમં રહેલાં કોઇ હનુમાન મંદિર જવું અને હનુમાન પ્રતિમાને આ માળા પહેરાવવી. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ ખૂબ જ પ્રાચીન ટોટકો છે.

5. શ્રાવણમાં કોઇ મંગળવાર સવારે સ્નાન કર્યા પછી વડના વૃક્ષનું એક પાન તોડી લેવું અને તેને સાફ પાણીથી સાફ કરવું. હવે આ પાનને થોડીવાર માટે હનુમાનજીની પ્રતિમા સામે રાખી તેના ઉપર કેસરથી શ્રીરામ લખવું.

હવે આ પાનને તમારે તમારા પર્સમાં રાખી લેવું. વર્ષભર તમારું પર્સ પૈસાથી ભરેવું રહશે. ત્યાર પછી જ્યારે હનુમાન જયંતીનો પર્વ આવે ત્યારે આ પાનને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવું અને આ પ્રકારે એક અન્ય પાન અભિમંત્રિત કરી પોતાના પર્સમાં રાખી લેવું.

6. જો તમે શનિદોષથી પીડિત છો તો મંગળવારે કાળા અડદ અને કોલસાની એક પોટલી બનાવવી. તેમાં એક રૂપિયાનો સિક્કો રાખવો. ત્યાર પછી આ પોટલીને પોતાની ઉપરથી ઉતારવી. ત્યાર પછી તેને કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવી અને પછી કોઇ હનુમાન મંદિરમાં જઇને રામના નામનો જાપ કરવો. આવું કરવાથી શનિદેવનો પ્રભાવ શાંત થઇ જશે.

7. શ્રાવણમાં કોઇ મંગળવાર હનુમાનજી મંદિર જવું અને ત્યાં બેસીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. ત્યાર પછી હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવો. જીવનમાં જો કોઇ સમસ્યા છે તો તેનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરવી.
જિંંદગીની દરેક પળ સુખી બનાવવા, રોજ સૂતા પહેલાં કરો હનુમાનનો આ ઉપાય

જે લોકોના જીવનમાં પરેશાનીઓ અને નિરાશાનો સમય ચાલી રહ્યો હોય તેમની માટે અહીં બતાવેલ ખાસ ઉપાય કરવા જોઈએ. તેની સાથે જ જે લોકો પૂરી રીતે સુખી અને ધનવાન છે તેઓ પણ આ ઉપાય કરી શકે છે. જેના લીધે તેમના જીવનમાં દુઃખ ન આવે. આ ઉપાય હનુમાન ચાલીસા સંબંધિત છે અને તેને સ્ત્રી કે પુરુષ, બાળકો કે વડીલો બધા આસાનીથી કરી શકે છે. આ ઉપાય તમારે સૂતા પહેલાં કરવાના છે.

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ અને ચમત્કારી ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. હનુમાન ચાલીસા ખૂબ જ સરળ અને મનને શાંતિ પ્રદાન કરનારી છે. જે લોકો ધનના અભાવથી ગ્રસ્ત છે કે ઘર-પરિવારમાં પરેશાનીઓ ચાલીરહી છે કે ઓફિસમાં બોસ અને સહયોગીઓ સાથે સંબંધો બગડેલા છે કે સમાજમાં સન્માન નથી મળી રહ્યું કે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ હોય તો તેને દૂર કરવા માટે હનુમાન ચાલીસાનો આ ઉપાય શ્રેષ્ઠ રસ્તો છે.

જે લોકો મસ્તિષ્ક સાથે સંબંધિત કામમાં લાગેલા રહે છે અને માનસિક તણાવનો સામનો કરે છે કે જેમનું મગજ અન્ય લોકોની સરખામણીમાં તેજ નથી તો તેમને રોજ રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार।
बल बुद्धि विद्या देहु मोहि हरेहू कलेश विकार।

આ પંક્તિમાં હુનુમાનને એ પ્રાર્થના કરવામાં આવી છે કે હે પ્રભુ હું પોતાને બુદ્ધિહીન માનીને તમારું ધ્યાન કરું છું. કૃપા કરો અને મને શક્તિ, બુદ્ધિ, વિદ્યા આપો. મારા બધા કષ્ટ-કલેશ દૂર કરો.

-તમે ઈચ્છો તો સૂતા પહેલા હનુમાન ચાલીસા સાંભળી પણ શકો છો કે જાપ પણ કરી શકો છો. હનુમાન ચાલીસા સાંભળવા માટે આજકાલ અનેક પ્રકારના સહજ માધ્યમો ઉપલબ્ધ છે જેમ કે મોબાઈલમાં હનુમાન ચાલીસાની ઓડિયો ફાઈલ સેવ કરી શકાય છે. જ્યારે તમારું મન હોય ત્યારે તમે આસાનીથી મોબાઈલની મદદથી હનુમાન ચાલીસા સાંભળી શકો છો.

જે લોકોને ખરાબ સપના આવતા હોય, ઊંઘમાં ડરી જતા હોય તેમને સૂતા પહેલા આ પંક્તિઓનો જાપ કરવો જોઈએ.

भूत-पिशाच निकट नहीं आवे।
महाबीर जब नाम सुनावे।

આ પંક્તિના માધ્યમથી ભક્ત દ્વારા હનુમાન સાથે ભૂત-પિશાચ વગેરેના ડરથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરવામાં આવે છે.

સૂતા પહેલાં જે પણ વ્યક્તિ આ પંક્તિનો જાપ કરે છે તેનાથી કોઈ ખરાબ સપના નથી આવતા કે કોઈ ભય નથી સતાવતો.

જો કોઈ વ્યક્તિ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

नासे रोग हरे सब पीरा।
जो सुमिरे हनुमंत बलबीरा।।

આ પંક્તિથી આપણે બજરંગ બલી સામે બધા પ્રકારના રોગો અને પીડાઓથી મુક્તિ માટે પ્રાર્થના કરીએ છીએ. જે પણ બીમાર વ્યક્તિ આ પંક્તિઓનો જાપ કરીને સૂવે છે તેની બીમારી ઝડપથી સારી થવા લાગે છે.

જો કોઈ વ્યક્તિ સર્વગુણ સંપન્ન બનવા માગે છે અને ઘર-પરિવાર, સમાજમાં વર્ચસ્વ બનાવવા માગે છે, સન્માન મેળવવા માગ છે તો તેને સૂતા પહેલા આ પંક્તિનો જાપ કરવો જોઈએ.

अष्ट-सिद्धि नवनिधि के दाता।
अस बर दीन जानकी माता।।

આ પંક્તિ પ્રમાણે હનુમાન અષ્ટ સિદ્ધિઓ અને નવ નીધિઓના દાતા છે. જે તેમને માતા સીતાએ પ્રદાન કરી હતી. જે લોકોની પાસે આ સિદ્ધિઓ અને નિધિઓ આવી જાય છે તે સમાજમાં અને ઘર પરિવારમાં માન-સન્માન, પ્રસિદ્ધિ મેળવે છે.

ભગવાન શિવના અંશાવતાર છે હનુમાનજી, આ ઉપાયો કરવાથી થાય છે પ્રસન્ન

શ્રાવણ મહિનામાં મંગળવારના હનુમાનજી માટે વિશેષ ઉપાય કરશો તો કુંડળીના ગ્રહ દોષ દૂર થઈ શકે છે અને કામમાં આવતા વિઘ્નો પણ દૂર થઈ શકે છે. હનુમાનજી શિવજીના જ અંશઆવતાર છે. આ કારણોસર શ્રાવણ મહિનામાં હનુમાનજીની પૂજા કરવાથી શિવજી અને અન્ય દેવી-દેવતાઓ પણ પ્રસન્ન થાય છે આજે જાણીએ મંગળવારના ક્યા-ક્યા ઉપાય કરી શકાય છે…

1. મંગળવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવવું જોઈએ. સિંદૂર અને ચમેલીના તેલનો ઉપાય કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ શકે છે.

2. લાલ મસૂરની દાળને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ. આ ઉપાય કરવાથી મંગળ ગ્રહના દોષોની શાંતિ થઈ શકે છે. મસૂરની દાળ શિવલિંગ પર પણ અર્પિત કરી શકાય છે.

3. હનુમાનજીને પ્રસન્ન કરવા તથા તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે દર મંગળવારે શક્ય હોય તો હનુમાનજીની સામે દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાના પાઠ કરવા.

4. મંગળવારે શિવ મંદિર જઈ ભગવાન શિવનો જળાભિષેક કરવો અને ત્યારપછી ભગવાન શિવને લાલ રંગનું ફૂલ ચડાવવું. શિવલિંગ પર લાલ રંગનું ફૂલ ચડાવવાથી મંગળ ગ્રહ પ્રસન્ન રહે છે.

5. કોઈ એવા તળાવ અથવા સરોવર પર જાવ જ્યાં માછલીઓ હોય. ત્યાં જઈ માછલીઓને લોટની ગોળીઓ બનાવી ખવડાવો. આ ઉપાય દરરોજ પણ કરી શકાય છે. આ ઉપાય કરવાથી હનુમાનજીની સાથે-સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે.

6. હનુમાનજીની મૂર્તિની સામે લોટથી બનેલો દીવો પ્રગટાવવો જોઈએ. લોટનો દીવો તૈયાર કરવા માટે ઘઉંના લોટમાં થોડું પાણી નાખી લોટ બાંધી લો. જે રીતે રોટલીનો લોટ બાંધો છો એવી જ રીતે દીવાનો લોટ બાંધવો અને તેનાથી દીવો તૈયાર કરવો. દીવામાં તેલ નાખી રૂની બનેલી વાટ રાખો. આ રીત દીવો તૈયાર કરી હનુમાનજીની સાથે દીવો પ્રગટાવી તેમની વિધિ-વિધાન મુજબ પૂજા-અર્ચના કરવી જોઈએ. લોટનો દીવો પ્રગટાવી પૂજા કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.

7. એક નારિયેળ અને ફૂલ-પ્રસાદ લઈને નજીકના કોઈ પણ હનુમાનજીના મંદિરે જાવ. મંદિરમાં પહોંચી હનુમાનજીની સામે નારિયેળને સ્વયંના માથા પર સાત વખત ફેરવી લો. તેના પછી નારિયેળને ફોડી દો. પછી ભગવાનને ફૂલ-પ્રસાદ અર્પિત કરવો.

8. પૂજા કર્યા પછી હનુમાનજીને લાલ વસ્ત્રો, લાલ ફૂલ, લાલ ફળ અને લાલ રંગની કોઈ મીઠાઈ ચડાવો.

9. પીપળાના 11 પાન લો અને તે પાન પર ભગવાન રામનું નામ લખો. નામ લખવા માટે ચંદનનો ઉપયોગ કરી શકાય છે. બધા પાન પર રામનામ લખ્યાં પછી તેની માળા બનાવો અને હનુમાનજીને ચડાવો.

ઈન્દ્રએ જડબુ તોડ્યું તેથી કહેવાયા હનુમાન, પૂજામાં રાખજો આટલી સાવધાની!

હનુમાન ચિરંજીવી અર્થાત્ હંમેશા જીવિત રહેનારા માનવામાં આવ્યા છે. તેઓ એ બધા દેવી-દેવતાઓમાં સામેલ છે જેની પૂજા-આરાધના વધુ થાય છે. તેઓ મનુષ્ય અને વાનરનું સંયુક્ત રૂપ છે. એવું કહેવાય છે કે તેઓ આકાશમાં ઉડી શકે છે અને પોતાના શરીરને નાનુ અને મોટું કરી શકે છે. તેઓ પહાડ જેવી ભારે ભરખમ વસ્તુઓ ઊઠાવી લે છે. તેમના ગુણ આજે પણ આપણા પ્રેરણા સ્ત્રોત છે. આપણે તેમની પાસેથી પ્રેરણા લઈને આપણુ વ્યક્તિત્વ નિખારી શકીએ છીએ. એવા વીરલ હનુમાન વિશે જાણો કેટલીક ખાસ વાતો, તેમની પૂજા વિધિ, સ્ત્રીઓ તેમની પૂજા કરી શકે કે કેમ વગેરે બાબતો.

હનુમાનનો અર્થઃ-

હનુમાનનો એક અર્થ છે નિરહંકારી અને અભિમાનરહિત. હનુનો અર્થ છે હનન કરવુ અને માનનો અર્થ છે અહંકાર. અર્થાત્ જેમણે પોતાના અહંકારનું હનન કરી લીધુ હોય. આ તો બધા જાણે જ છે કે હનુમાનજીને કોઈ જ અભિમાન ન હતું. તેઓ વિનમ્રતાનો પર્યાત છે. એવું પણ કહેવામાં આવે છે કે હનુ અર્થાત્ હડપચી(ઢોડી) કપાયેલી હોવાને કારણે જ તેઓ હનુમાન કહેવાય. સૂર્યને ગળી ગયા પછી પછી ઈન્દ્રએ કેસરીનંદનના મુખ ઉપર વ્રજથી પ્રહાર કરવામાં આવ્યો હતો. આ પ્રહારથી હનુમાનજીની ઠુડ્ડી(સંસ્કૃતમાં હનુ) તૂટી ગઈ હતી એટલે તેમનું નામ હનુમાન આપવામાં આવ્યું હતું. હનુમાનજીના અનેક નામ છે, જેમ કે બજરંગ બલી, અંજનિસુત, પવનપુત્ર, કેસરીનંદર, મહાવીર, કપીશ, બાલાજી મહારાજ વગેરે.

હનુમાન છે વૈજ્ઞાનિકઃ-

હનુમાન પોતાના સમયના વૈજ્ઞાનિક છે. તેઓ પોતાના શરીરને અત્યંત નાનુ અને મોટું કરી લેતા હતા. તેમને સમુદ્ર પાર કરતી વખતે સિંહિકા નામની એ રાક્ષસીને પણ ખતમ કરી દીધી હતી જે ઉડતા પ્રાણીને પણ ખેંચીને ખાઈ લેતી હતી કે નષ્ટ કરી દેતી હતી. આથી એવું કહી શકાય કે હનુમાન સુપર સાઈટિસ્ટ હતા. એવી શક્તિ આજના સાઈટિસ્ટ પણ શોધ નથી કરી શક્યા. હનુમાનના વૈજ્ઞાનિક હોવાની વાત શ્રીરામચરિત માનમાં પણ છે.

वन्दे विशुद्घविज्ञानौ कवीश्वरकपीश्वरौ॥
-(રામચરિતમાનસ ¼ મંગલાચરણ)

અર્થાત્- મહર્ષિ વાલ્મિકી(કવિશ્વર) તથા મહાવીર હનુમાન(કપિશ્વર) બંને વિશુદ્ધ વિજ્ઞાની છે.

હનુમાનની ઉત્પતિઃ-

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે હનુમાન શિવના રુદ્રા અવતાર છે. તેમનો જન્મ વાયુદેવનો અંશ અને અંજનીના ગર્ભથી થયો જે કેસરી નામના વાનરની પત્ની હતી. પુત્ર ન હોવાનેથી દુઃખી હતી. મતંગ ઋષિના કહેવાથઓ અંજનાએ 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી જેના ફળ સ્વરૂપે હનુમાનનો જન્મ થયો.

પૂજા પદ્ધતિઃ-

હનુમાનની મૂર્તિ ઉપર તેલ અને સિંદૂર ચઢાવવામાં આવે છે. તેમને ફૂલ પણ પુરુષવાચક જેવા કે ગુલાબ, ગલગોટા વગેરે ચઢાવવા જોઈએ. સુંદરકાંડ કે રામાયણના પાઠથી તેઓ પ્રસન્ન થાય છે. પ્રસાદના રૂપમાં ચણા, ગોળ, કેળા, જામફળ કે લાડુનો ચઢાવવો જોઈએ.

ચાલીસા પાઠઃ-

ભક્તોએ 108 વાર ગોસ્વામી તુલસીદાસ કૃત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. પાઠ શરૂ કરતા પહેલા રામરક્ષાસ્ત્રોતમ્ નો પાઠ ચોક્કસ કરવો જોઈએ. જો એક બેઠમાં 108 વાર હનુમાન ચાલીસા પાઠ ન થઈ શકે તો તેને બે ભાગમાં પૂરી કરી શકો છો.

હનુમાનની પૂજા કરતી વખતે આટલી સાવધાની રાખવી જોઈએઃ-

-હનુમાનની પૂજા અર્ચના અને વ્રતમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અર્થાત્ સંયમપૂર્વક રહેવું જોઈએ.

-પૂજામાં ચરણામૃતનો ઉપયોગ ન કરો. શાસ્ત્રોમાં તેનું વિધાન છે.

-જે પ્રસાદ હનુમાનને ચઢાવવામાં આવે તે શુદ્ધ હોવી જોઈએ.

-દીવો અને પ્રસાદમાં શુદ્ધ ઘીનો જ ઉપયોગ કરો.

-હનુમાનને લાલ ફૂલ પ્રિય હોય છે. આથી પૂજામાં લાલ ફૂલ ચોક્કસ ચઢાવો.

-મૂર્તિને જળઅને પંચામૃતથી સ્નાન કરાવ્યા પચી જ સિંદૂરમાં તેલને મેળવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તેઓ પ્રસન્ન થઈ જાય છે.

-સાધના હંમેશા પૂર્વ દિશા તરફ મુખ કરીને જ શરૂ કરવી જોઈએ.

સ્ત્રીઓ પણ કરી શકે છે પૂજાઃ-

હનુમાનના સંદર્ભમાં સામાન્ય ધારણા છે કે તેમનૂ પૂજા મહિલાઓ નથી કરી શકતી. વાસ્તવમાં આ વાત ભ્રામક છે. મહિલાઓ પણ સાધારણ પૂજા કરી શકે છે. પરંતુ રજસ્વલા સ્થિતમાં પૂજા કરવાની મનાઈ છે. હનુમાનની સાધના માત્ર પુરુષોએ જ કરવી જોઈએ. તેનું કારણ એ છે કે કેટલાક એવા કારણો છે જેના લીધે તેમની સાધના પૂરી નથી કરી શકતી.

પૂજા-આરાધનાનો વિશેષ દિવસઃ-

મંગળવાર અને શનિવારે હનુમાનન પૂજાનું મહત્વ છે. એવું કહેવાય છે કે તેમનો જન્મ મંગળવારના દિવસે થયો હતો. શનિદેવે તેમને યુદ્ધમાં હરાવ્યા હતા. શનિએ તેમને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરશે તેને શનિના કષ્ટો સહન નહીં કરવા પડે.
શનિવારે ભુલ્યા વિના કરો આ 1 કામ, હનુમાનજી પ્રસન્ન થઇ દુઃખો કરશે દૂર!

વર્તમાન સમયમાં લોકો દ્વારા સૌથી વધારે હનુમાનજીને પૂજવામાં આવે છે. આ માટે જ તેમને કળયુગના જીવંત દેવતા પણ કહેવામાં આવે છે. ધર્મ ગ્રંથોમાં હનુમાનજીના પ્રમુખ 12 નામ જણાવવામાં આવ્યા છે, જેના દ્વારા તેમની સ્તુતિ કરવામાં આવે છે. હનુમાનજીના આ 12નામનો જાપ રાત્રે સૂતા પહેલાં અને સવારે જાગીને જો કરવામાં આવે તો, વ્યક્તિના બધા જ ભય દૂર થઇ જાય છે અને તેને જીવનમાં બધા જ સુખ પ્રાપ્ત થાય છે. કોઇપણ યાત્રા શરૂ કરતા પહેલાં પણ જો આ નામનો જાપ કરવામાં આવે તો વ્યક્તિની યાત્રા સફળ રહે છે. તે વ્યક્તિ તેના જીવનમાં બધી જ સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે. હનુમાનજીના 12 નામની સ્તુતિ તથા તે નામનો અર્થ આ પ્રકારે છે-

સ્તુતિઃ-

हनुमानअंजनीसूनुर्वायुपुत्रो महाबल:।
रामेष्ट: फाल्गुनसख: पिंगाक्षोअमितविक्रम:।।
उदधिक्रमणश्चेव सीताशोकविनाशन:।
लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पहा।।
एवं द्वादश नामानि कपीन्द्रस्य महात्मन:।
स्वापकाले प्रबोधे च यात्राकाले च य: पठेत्।।
तस्य सर्वभयं नास्ति रणे च विजयी भवेत्।
राजद्वारे गह्वरे च भयं नास्ति कदाचन।।

1-હનુમાનઃ-

ઉપરોક્ત શ્લોક મુજબ હનુમાનજીનું પહેલું નામ હનુમાન જ છે. આ નામ એટલા માટે પડ્યું કારણ કે, એકવાર કોઇ વાતને લઇને ગુસ્સે થઇને દેવરાજ ઇન્દ્રે તેમના પર વ્રજનો પ્રહાર કર્યો હતો, તે વ્રજ સીધું તેમની દાઢી(હનુ) પર વાગ્યું હતું. હનુ પર વ્રજનો પ્રહાર થવાને કારણે જ તેમનું નામ હનુમાન પડ્યું.

2-અંજનીસૂનુઃ-

માતા અંજનીના પુત્ર હોવાને કારણે જ હનુમાનનું એક નામ અંજનીસૂનુ પણ પ્રસિદ્ઘ છે.

3-વાયુપુત્રઃ-

હનુમાનજીનું એક નામ વાયુપુત્ર પણ છે. પવનદેવના પુત્ર હોવાને કારણે જ તેમને વાયુપુત્ર પણ કહેવામાં આવે છે.

4- મહાબળઃ-

હનુમાનજીના બળની કોઇ સીમા નથી. તેઓ બળવાનોના પણ બળવાન છે. આ માટે તેમનું એક નામ મહાબળ પણ છે.

5-રામેષ્ટઃ-

હનુમાન ભગવાન શ્રીરામના પરમ ભક્ત છે. ધર્મ ગ્રંથોમાં અનેક સ્થાનો પર વર્ણન મળી આવે છે કે, શ્રીરામે હનુમાનને પોતાના પ્રિય જણાવ્યા છે. ભગવાન શ્રીરામને પ્રિય હોવાને કારણ જ તેમનું એક નામ રામેષ્ટ પણ છે.

6- ફાલ્ગુનસુખઃ-

મહાભારત મુજબ પાંડુ પુત્ર અર્જુનનું એક નામ ફાલ્ગુન પણ છે. યુદ્ધના સમયે હનુમાનજી અર્જુનના રથની ધ્વજા પર વિરાજમાન હતા. આ પ્રકારે તેમણે અર્જુનની મદદ કરી હતી. મદદ કરવાને કારણે જ તેમને અર્જુનના મિત્ર માનવામાં આવે છે. ફાલ્ગુન સુખનો અર્થ છે અર્જુનનો મિત્ર.

7- પિંગાક્ષઃ-

પિંગાક્ષનો અર્થ છે વાદળી આંખ ધરાવનાર. અનેક ધર્મ ગ્રંથોમાં હનુમાનનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં હનુમાનજીને વાદળી આંખવાળા કહેવામાં આવે છે. આ માટે તેમનું એક નામ પિંગાક્ષ પણ રાખવામાં આવ્યું છે.

8-અમિતવિક્રમઃ-

વિક્રમનો અર્થ છે ‘પારક્રમી’ અને અમિતનો અર્થ થાય છે ‘ઘણું વધારે’. હનુમાનજીએ પોતાના પરાક્રમના બળ પર એવા ઘણા કાર્ય કર્યા, જેને કરવું દેવતાઓ માટે પણ ઘણું મુશ્કેલ હતું. આ માટે જ તેમને અમિતવિક્રમ પણ કહેવામાં આવે છે.

9- ઉદધિક્રમણઃ-

ઉદધિક્રમણનો અર્થ થાય છે કે, સમુદ્રનું અતિક્રમણ કરનાર એટલે કે, તેને ઓળંગનાર. સીતા માતાની શોધ કરતા સમયે હનુમાનજીએ દરિયાને ઓળંગવો પડ્યો હતો. આ માટે તેમનું એક નામ ઉદધિક્રમણ પણ છે.

10-સીતાશોકવિનાશનઃ-

માતા સીતાના શોકનું નિવારણ કરવાથી તેમનું એક નામ સીતાશોકનિવારણ પણ પડ્યું હતું.

11-લક્ષ્મણપ્રાણદાતાઃ-

જ્યારે રાવણના પુત્ર ઇન્દ્રજીતએ શક્તિનો ઉપયોગ કરીને લક્ષ્મણને બેહોશ કરી દીધો હતો, ત્યારે હનુમાનજીએ સંજીવની બૂટી લઇને આવ્યા હતા. તે જ બૂટીના પ્રભાવથી લક્ષ્મણને હોશમાં લાવવામાં આવ્યા હતા. આ માટે જ હનુમાનજીને લક્ષ્મણપ્રાણદાતા પણ કહેવામાં આવે છે.

12- દશગ્રીવદર્પહાઃ-

દશગ્રીવ એટલે કે રાવણ અને દર્પબા એટલે ઘમંડ તોડનાર. દશગ્રીવદર્પહાનો અર્થ છે કે રાવણનો ઘમંડ તોડનાર. હનુમાનજીએ લંકા જઇને સીતા માતાની શોધ કરી, રાવણના પુત્ર અક્ષયકુમારનો વધ પણ કર્યો. સાથે જ, લંકામાં પણ આગ લગાવી દીધી. આ પ્રકારે હનુમાનજીએ ઘણીવાર રાવણનો ઘમંડ તોડ્યો. આ માટે તેમનું એક નામ દશગ્રીવદર્પહા પણ પ્રસિદ્ધ છે.

એવી સમસ્યા જેનો કોઇ તોડ ન હોય, તો આજે જ કરો આવી હનુમાન પૂજા!

આમ તો હનુમાન ભગવાન રામના નામનો જાપ કરવાથી પ્રસન્ન થઈ જાય છે. તેમ છતાં શાસ્ત્રોમાં તેમની ઉપાસનાની કેટલીક પદ્ધતિઓ બતાવવામાં આવી છે જેનું પાલન કરવાથી હનુમાનજીના દર્શન કરવાની સાથે-સાથે મનચાહ્યું વરદાન પ્રાપ્ત કરી શકાય છે.

1-હનુમાનજી કળયુગમાં પણ સાક્ષાત ભગવાન બતાવ્યા છે. એટલા માટે કહેવાયુ છે કે તેમની પૂજા, ઉપાસના, મંત્ર અને પાઠ કરવાથી અલગ-અલગ ફળ પ્રાપ્ત થાય છે અને કષ્ટ દૂર થાય છે.

2-હનુમાનજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભક્તને કોઈ જ બંધક નથી બનાવી શકતું અને તેની ઉપર જેલ જવાની નોબત નથી આવતી. એવી માન્યતા છે કે જેલ જવાની સ્થિતિ પેદા થાય ત્યારે જો દોષી 108 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરે અને એવો સંકલ્પ કરે કે તે ભવિષ્યમાં ક્યારેય ખોટા કામ નહીં કરે, તો હનુમાનજીની કૃપા થતા તેના સંકટો દૂર થાય છે. જેલથી તેને મુક્તિ મળી જાય છે.

3-હનુમાનજીનો એક પાઠ તેના ભક્તોને તેમના દુશ્મનોથી મુક્તિ અપાવે છે અને દુશ્મનોને દંડિત(સજા) કરવામાં પણ મદદ કરે છે. એવું કહેવાય છે કે એકાગ્રચિત થઈને 21 દિવસ સુધી વિધિ-વિધાનથી બજરંગબાણનો પાઠ કરવાથી વ્યક્તિને તેના દુશ્મનોથી મુક્તિ મળે છે અથવા દુશ્મનોને તેના કરેલા ખોટા કામની સજા મળી જાય છે. જો કે બજરંગબલી એવા જ ભક્તોની મદદ કરે છે બુરાઈથી દૂર રહીને સત્યના રસ્તે ચાલે છે.

4-હનુમાનજીની ઉપાસનથી નિરોગી કાયાના આશીર્વાદ મળે છે. તેની માટે સૌથી સટીક પાઠ છે હનુમાન બાહુક નો. વિધાન છે કે શુદ્ધ જળના વાસણની સામે રાખીને 26 અથવા 21(મૂહુર્ત પ્રમાણે) દિવસો સુધી દરરોજ ગળાના રોગ, સંધીવા, સાંધાના દુઃખાવા જેવા રોગોથી મુક્તિ મળી જાય છે. ધ્યાન રાખવું કે શુદ્ધ જળને દરરોજ પાઠ કર્યા પછી પી લો અને રોજ પાત્રમાં શુદ્ધ જળ ભરો.

5- જો આત્મવિશ્વાસ ઘટી રહ્યો હોય, પરિસ્થિતિઓ વિપરીત હોય, કામ ન બની રહ્યું હોય તો એવી વખતે સુંદરકાંડ સૌથી અચૂક ઉપાય છે. એવું માનવામાં આવે છે કે સુંદરકાંડ અધ્યાયથી હનુમાનજીની વિજયગાથા છે તે રીતે પાઠ કરનાર વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરાઈ જાય છે.

6-અનેક રોગોને બાળપણથી ભૂતપ્રેત અને અંધારાથી ડર લાગે છે, એવા લોકો માટે હનુમાનજીનો એક મંત્ર ચમત્કારીક પરિવર્તન લાવે છે. હનુમાનજીનો આ મંત્ર છે “हं हनुमंते नम:”। આ મંત્રનો જાપ સૂતા પહેલા કરવો જોઈએ. મંત્ર જાપ પહેલા શરીરને સ્વચ્છ પાણીથી ધોઈ લેવું જોઈએ. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી ભય આપમેળે જ દૂર ભાગવા લાગે છે અને વ્યક્તિ નિર્ભક બની જાય છે.

7- ઘરમાં સુખ-શાંતિનો સંચાર કરવા માટે પણ હનુમાનજીનો એક સરળ ઉપાય કરી શકાય છે શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં ગોળ-ચણાનો પ્રસાદ ચઢાવો. રોજ ઘરમાં હનુમાન ચાલીસાનોપાઠ કરો. 21 દિવસ પછી મંદિરમાં ચોલા ચઢાવો.

8-હનુમાનજીનો સાબરમંત્ર એક એવો મંત્ર છે જે ભક્તોની પીડાઓને સીધા હનુમાન સુધી પહોંચાડે છે અને તેનું ઝડપથી સમાધાન થઈ જાય છે. ધ્યાન રાખવું કે આ મંત્રનો ઉપયોગ એ જ લોકોએ કરવો જોઈએ જેઓ ખાન-પાનની અશુદ્ધતા અને બુરાઈઓથી પર હોય. હનુમાનજીના શાબર મંત્ર અનેક પ્રકારના છે જે અલગ-અલગ કાર્યો માટે છે. એટલા માટે મંત્ર અને વિધિ-વિધાથી કોઈ જાણકારને પૂછીને જ શરૂ કરવા.

9-જ્યોતિષ પ્રમાણે હનુમાનજીને ઈષ્ટ માનનાર ભક્તોને રોજ તેમની પૂજા-ઉપાસના અને પાઠ કરવો જોઈએ. જો કોઈ કારણસર તેમને સમય ન મળી રહ્યો હોય તો હનુમાનજીનો એક મંત્ર 11 વાર જાપ કરવો જોઈએ. આ મંત્ર છે “ऊं हनुमते नम:”। આ મંત્રના જાપ ન કરવાની કમીને પૂરી કરે છે.

10-રોગોથી બચવા માટે હનુમાનજીનો એક બીજો મંત્ર કારગર માનવામાં આવે છે. આ મંત્ર છે- नासै रोग हरे सब पीरा। जपत निरंतर हनुमत बीरा।।
દિવસે હનુમાનજીના મંદિરમાં ગોળ-ચણાનો પ્રસાદ ચઢાવો. રોજ ઘરમાં હનુમાન ચાલીસાનોપાઠ કરો. 21 દિવસ પછી મંદિરમાં ચોલા ચઢાવો.

સાભાર: દિવ્ય ભાસ્કર

ટીપ્પણી