નિષ્ફળતાથી બચવા માટે હનુમાનજીની આ 4 વસ્તુઓ યાદ રાખો : મળશે હમેશા સફળતા !!

રામાપણ એક ધાર્મિક ગ્રંથ છે, તેમાં વર્ણિત દરેક ચરિત્રોને આપણે ઈશ્વરની જેમ પૂજતા હોઈએ છીએ. તેમનાં દ્વારા કરેલ કાર્યોને ઈશ્વરીય શક્તિનું પરિણામ માનવામાં આવે છે. આપણે એમ માનીએ છીએ કે રામાયણમાં જે રામ, લક્ષ્મણ અને હનુમાન દ્વારા કામ કરતા જોયા છે, તે આપણે નથી કરી શકતા કારણ કે આપણે સામાન્ય મનુષ્યો છીએ અને તેઓ ભગવાન છે … પરંતુ આ એવું નથી. હકીકતમાં રામાયણમાં વર્ણવેલ દરેક ચરિત્ર આપણને એક નવું પાઠ શીખવાડે છે. તેમાં શ્રી રામ, માતા સીતા, રાજા દશરથ તથા હનુમાનજી સહિત દરેક પાત્રથી કોઈને કોઈ પ્રેરણા કે શીખ મળે છે. હનુમાનજીનું પાત્ર રામાયણમાં ખુબ જ વિશેષ રીતે દર્શાવવામાં આવ્યું છે, જે દ્વારા દરેકને સારી સલાહ મળે છે. તેઓ હમેશાં તેમના ધ્યેય તરફ ફોકસ અને સ્પષ્ટ હોય છે અને તેથી જ રામાયણમાં હનુમાનજીએ બનાવેલા દરેક લક્ષ્ય પૂરા કરીને બતાવ્યા છે. જો આપણે એ સ્વીકારી લઈએ તો આપણા જીવનમાં સફળતા અને સુખ આપણા સાથી બનીને રહે છે.

આજે તમને અમે હનુમાનજીથી મુખ્ય રીતે શું શીખવા મળ્યું તે બતાવી રહ્યાં છીએ. હનુમાનજીની પૂજા કરવાથી નહીં, પરંતુ તેમની કેટલીક બાબતો એવી પણ છે જેનાથી આપણને મહત્વનાં પાઠ શીખવા મળે છે. આ શીખથી જીવનમાં ઘણી બધી સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે અને તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. હનુમાનજી પાસેથી આપણે શું શીખી શકીએ તે અહીં જાણો …

સંઘર્ષ કરવાની ક્ષમતા

જયારે હનુમાનજી માતા સીતાની શોધમાં મહાસાગર પાર કરી રહ્યા હતા ત્યારે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સુરાસા અને સિંહિકા નામની રાક્ષસો તેમને સમુદ્ર પાર કરવાથી રોકવા માંગતી હતી, પરંતુ હનુમાનજી રોકયા નહીં અને લંકા પહોંચી ગયા. આપણે પણ જીવનમાં દરેક પગલે મુશ્કેલીઓ સામે લડતા રહેવું જોઈએ. હનુમાનજીથી શીખવા મળે છે કે સંધર્ષથી ડરવાનાં બદલે તમારા લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

ચતુરાઈ

હનુમાનજીએ સમુદ્ર પાર કરતા સમયે રાક્ષસ સુરસા સાથે લડવામાં સમય વ્યર્થ ન કર્યો. સુરસા તેમને ખાઈ જવા માંગતા હતી પણ હનુમાનજી એ તે સમયે પોતાની ચતુરાઈ વાપરી અને શરીરનું કદ વધારી દીધું અને અચાનક કદ નાનો કરી દિધો. નાના કદને લીધે હનુમાનજી સુરસાનાં મોઢામાં અંદર જઈને બહાર આવતા હતા. તેમની આ ચતુરાઈ જોઈને સુરસા પ્રસન્ન થઈ અને તેમનો માર્ગ છોડી દિધો. હનુમાનજીની આ ચપળતાની કળા શીખવી જોઈએ. મુશ્કેલીઓ કેટલી પણ મોટી હોય તેનો સામનો કરવો જોઈએ, એક સમયે તમને વિજય જરૂરથી હાંસલ થશે.

સંયમિત જીવન

હનુમાનજી આજીવન બ્રહ્મચારી હતા એટલે કે તેમનું જીવન પ્રતિબંધિત રહ્યું હતું. તેઓ ખુબ જ સંયમ રાખતા હતા અને આ જ કારણથી તેઓ અત્યંત શક્તિશાળી હતા. આપણા જીવનમાં ખાવા-પીવાનું અને રહેન સહેન સહિત બધુ ન અનિયમિત થઈ ગયું છે. અનિયમિતતાને કારણે જીવનમાં ગંભીર રોગો થવાનો ભય રહે છે. આપણે કેવી રીતે સંયમ બનાવીને જીવનમાં કુશળતાથી રહી શકીએ છીએ તે આપણે હનુમાનજી પાસેથી શીખવું જોઈએ. આજે દરેક વ્યક્તિ જો તેમના ખાન-પાન અને જીવનશૈલીમાં સાવચેતી રાખે તો તેઓ પણ શ્રેષ્ઠ આરોગ્ય મેળવી શકે છે.

લોક કલ્યાણ

શ્રી રામનાં કાર્ય માટે જ હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાનજીને શ્રી રામનું કામ એટલે કે રાવણનો અંત કરીને ત્રણે લોકોમાં શાંતિ જાળવવાનું હતું. આપણે પણ હનુમાનજી પાસે શીખવું જોઈએ કે જે લોકો સારું કામ કરે છે અને સમાજની સેવા કરે છે તેમનો સાથ આપવો જોઈએ. દરેક વ્યક્તિ જો આ વિચારની સાથે  સારા કાર્યમાં એક બીજાને સાથ આપતા રહેશે તો તે કાર્ય જરૂરથી સફળ થાય છે.

સંકલન : જ્યોતિ નૈનાણી

ટીપ્પણી